વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • મુશ્કેલીના સમયમાં યહોવાહ પર પૂરેપૂરો ભરોસો રાખો
    ચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧
    • ૧૯ આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે શેતાન પાસે હવે થોડો સમય રહેલો છે. (પ્રકટીકરણ ૧૨:૧૨) તે આ જગતથી આપણને ડિપ્રેસ કરવા માગે છે. વળી, તે ઇચ્છે છે કે આપણે હિંમત હારી જઈએ. પરંતુ, આપણે પાઊલના જેમ, રૂમીઓને પત્ર ૮:૩૫-૩૯ પ્રમાણે કહેવું જોઈએ: “ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ, કે વેદના, કે સતાવણી, કે દુકાળ, કે નગ્‍નતા, કે જોખમ, કે તરવાર? . . . તોપણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ. કેમકે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.” યહોવાહમાં કેવો ભરોસો! તેમ છતાં, આ ભરોસો અંધશ્રદ્ધા કે કંઈ લાગણી જ નથી. પરંતુ, આપણે યહોવાહ વિષે સમજી-વિચારીને નિર્ણયો લઈ. આવી રીતે આપણે રોજબરોજના જીવનમાં બતાવીશું કે આપણને યહોવાહમાં પૂરેપૂરો ભરોસો છે. તેથી, ચાલો આપણે મુશ્કેલીના સમયમાં પણ યહોવાહમાં પૂરેપૂરો ભરોસો બતાવીએ.

      [ફુટનોટ્‌સ]

  • “મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”
    ચોકીબુરજ—૨૦૦૩ | સપ્ટેમ્બર ૧
    • “મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ”

      જીવન માટે પાણી બહુ જરૂરી છે. એવી જ રીતે, યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખવા સત્યનું પાણી ખૂબ જરૂરી છે. આ પાણી આપણને મિટિંગોમાંથી મળે છે. તેથી, જો આપણે યહોવાહને પ્રેમ કરતા હોઈશું તો, મિટિંગોમાં ચોક્કસ જઈશું. પરંતુ, ફક્ત ત્યાં જવું જ પૂરતું નથી. આપણે એકબીજાને માટે પ્રેમ બતાવવો જોઈએ. તેમ જ “સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન” આપવું જોઈએ. (યોહાન ૧૩:૩૫; હેબ્રી ૧૦:૨૪) પરંતુ, મંડળમાં આપણે કઈ રીતે એકબીજાને “ઉત્તેજન” આપી શકીએ?

      જવાબ આપીને ઉત્તેજન આપો

      દાઊદે કહ્યું: “હું મારા ભાઈઓમાં તારૂં નામ પ્રગટ કરીશ; મંડળીમાં હું તારી સ્તુતિ કરીશ.” “તારી કૃપાથી હું મોટી મંડળીમાં તારી સ્તુતિ કરૂં છું.” “હું મહા મંડળીમાં તારી ઉપકારસ્તુતિ કરીશ; ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ.” “મહા મંડળીમાં મેં તારા ન્યાયીપણાની વાત પ્રગટ કરી છે; મેં મારા હોઠો બંધ કર્યા નથી, હે યહોવાહ, તે તું જાણે છે.”—ગીતશાસ્ત્ર ૨૨:૨૨, ૨૫; ૩૫:૧૮; ૪૦:૯.

      આવી જ રીતે, પાઊલના દિવસોમાં પણ ભાઈબહેનો મંડળમાં ભેગા મળીને યહોવાહની ભક્તિ કરતા હતા. આમ, તેઓએ એકબીજાના વિચારો સાંભળીને ઉત્તેજન મેળવ્યું. તેમ જ મંડળમાં પ્રેમ મહેકી ઉઠ્યો અને એનાથી તેઓ વધુ “સારાં કામ” કરવા પ્રેરાયા. પરંતુ, શા માટે મંડળમાં ઉત્તેજન આપવું ખૂબ મહત્ત્વનું છે? કેમ કે આજની દુનિયાની ઘડીઓ ગણાય રહી છે. દિવસે-દિવસે આપણું ટેન્શન વધતું જઈ રહ્યું છે. ખરેખર, દરેક પળે આપણે “ધીરજ રાખવાની જરૂર છે.” કેમ કે યહોવાહનો ન્યાય કરવાનો ‘દહાડો પાસે આવી’ રહ્યો છે. (હેબ્રી ૧૦:૨૪, ૨૫, ૩૬) તેથી, આપણને મંડળ સિવાય બીજે ક્યાંથી ઉત્તેજન મળે?

      શું તમે વિચારો છો કે ‘હું પોતે કઈ રીતે ભાઈબહેનોને ઉત્તેજન

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો