વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwbr25 માર્ચ પાન ૧-૧૨
  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા” માટે સંદર્ભો
  • જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૫
  • મથાળાં
  • માર્ચ ૩-૯
  • માર્ચ ૧૦-૧૬
  • માર્ચ ૧૭-૨૩
  • માર્ચ ૨૪-૩૦
  • માર્ચ ૩૧–એપ્રિલ ૬
  • એપ્રિલ ૭-૧૩
  • એપ્રિલ ૧૪-૨૦
  • એપ્રિલ ૨૧-૨૭
  • એપ્રિલ ૨૮–મે ૪
જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો—૨૦૨૫
mwbr25 માર્ચ પાન ૧-૧૨

જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો

© 2024 Watch Tower Bible and Tract Society of Pennsylvania

માર્ચ ૩-૯

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૩

બતાવી આપો કે તમને યહોવા પર ભરોસો છે

ijwbv લેખ ૧૪ ¶૪-૫

નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”

“તારા પૂરા દિલથી યહોવા પર ભરોસો રાખ.” ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કામ કરીને બતાવીએ છીએ કે આપણને તેમના પર ભરોસો છે. આપણે પૂરા દિલથી ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ. બાઇબલમાં ‘દિલ’ શબ્દ મોટા ભાગે એ બતાવે છે કે માણસ અંદરથી કેવો છે. એમાં માણસનાં વિચારો, લાગણીઓ, ઇચ્છાઓ અને વલણનો સમાવેશ થાય છે. એટલે પૂરા દિલથી ભરોસો રાખવાનો અર્થ એ નથી કે લાગણીમાં તણાઈ જઈને ભરોસો રાખીએ. આપણને પૂરી ખાતરી છે કે આપણા સર્જનહાર આપણું ભલું જાણે છે. એ ખાતરી હોવાને લીધે આપણે તેમના પર ભરોસો રાખીએ છીએ.—રોમનો ૧૨:૧.

“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” પાપી હોવાને લીધે આપણે ઘણી ભૂલો કરીએ છીએ. એટલે આપણે પોતાના વિચારો પર નહિ, ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ. જો આપણે ફક્ત પોતાના પર આધાર રાખીશું અથવા લાગણીઓમાં વહીને નિર્ણય લઈશું, તો શું થશે? કદાચ એવો નિર્ણય લઈ બેસીશું, જે શરૂઆતમાં તો સારો લાગે પણ પછીથી એનાં ખરાબ પરિણામો ભોગવવાં પડે. (નીતિવચનો ૧૪:૧૨; યર્મિયા ૧૭:૯) ઈશ્વરની બુદ્ધિ આપણી બુદ્ધિ કરતાં અનેક ગણી ચઢિયાતી છે. (યશાયા ૫૫:૮, ૯) જ્યારે ઈશ્વરના વિચારો પ્રમાણે જીવીએ છીએ, ત્યારે સફળ થઈએ છીએ.—ગીતશાસ્ત્ર ૧:૧-૩; નીતિવચનો ૨:૬-૯; ૧૬:૨૦.

ijwbv લેખ ૧૪ ¶૬-૭

નીતિવચનો ૩:૫, ૬—“તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ”

“તારા સર્વ માર્ગોમાં તેમની સલાહ સ્વીકાર.” આપણે જીવનના દરેક પાસામાં અને દરેક મહત્ત્વનો નિર્ણય લેતી વખતે ઈશ્વરના વિચારો જાણવા જોઈએ. એ માટે આપણે પ્રાર્થનામાં તેમનું માર્ગદર્શન માંગવું જોઈએ અને બાઇબલમાં તેમણે જે લખાવ્યું છે, એ પ્રમાણે કરવું જોઈએ.—ગીતશાસ્ત્ર ૨૫:૪; ૨ તિમોથી ૩:૧૬, ૧૭.

“તે તને ખરો માર્ગ બતાવશે.” ઈશ્વર આપણને કઈ રીતે ખરો માર્ગ બતાવે છે? તે આપણને તેમનાં સાચાં અને ન્યાયી ધોરણો પ્રમાણે જીવવા મદદ કરે છે. (નીતિવચનો ૧૧:૫) આમ આપણે વગર કામની મુશ્કેલીઓમાં ફસાતા નથી અને ખુશહાલ જીવન જીવીએ છીએ.—ગીતશાસ્ત્ર ૧૯:૭, ૮; યશાયા ૪૮:૧૭, ૧૮.

w૧૩ ૮/૧૫ ૧૩ ¶૧૩

યહોવાને દોષ આપશો નહિ

૧૩ યહોવા સાથેના સંબંધને અવગણીએ નહિ. જો આપણે યહોવા સાથે ગાઢ સંબંધ રાખીએ, તો અપૂર્ણતાની અસર હોવા છતાં યહોવાનો દોષ કાઢીશું નહિ. (નીતિવચનો ૩:૫, ૬ વાંચો.) આપણે યહોવામાં ભરોસો રાખવાની જરૂર છે. ઉપરાંત, પોતે કદી વિચારવું ન જોઈએ કે આપણે યહોવાથી વધારે જાણીએ છીએ અથવા, ફક્ત પોતાનો જ વિચાર કરવો ન જોઈએ. (નીતિ. ૩:૭; સભા. ૭:૧૬) આ સલાહ પ્રમાણે ચાલીશું તો, મુશ્કેલીઓ આવશે ત્યારે યહોવાનો દોષ નહિ કાઢીએ.

કીમતી રત્નો

w૦૬ ૧૦/૧ ૪ ¶૫

નીતિવચનોના મુખ્ય વિચારો

૩:૩. આપણે યહોવાહની કૃપા અને સત્યની બેહદ કદર કરવી જોઈએ. જેમ ગળામાં પહેરેલો અનમોલ મોતીનો હાર બધા જોઈ શકે છે તેમ, આપણા મોંમાંથી યહોવાહનું સત્ય બહાર આવવું જોઈએ. આ ગુણોને આપણે પોતાના હૃદયપટ પર લખી લેવા જોઈએ. એ આપણા જીવનનો એક ભાગ હોવા જોઈએ.

માર્ચ ૧૦-૧૬

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૪

“તું તારા દિલની સંભાળ રાખ”

w૧૯.૦૧ ૧૫ ¶૪

તમારાં હૃદયનું રક્ષણ કરો!

૪ નીતિવચનો ૪:૨૩માં “હૃદય” શબ્દ વપરાયો છે. એ આપણાં વિચારો, લાગણીઓ, ધ્યેયો અને ઇચ્છાઓને રજૂ કરે છે. એટલે કે આપણે બહારથી કેવા છીએ એને નહિ, પણ અંદરથી કેવા છીએ એને રજૂ કરે છે.

w૧૯.૦૧ ૧૭ ¶૧૦-૧૧

તમારાં હૃદયનું રક્ષણ કરો!

૧૦ હૃદયનું રક્ષણ કરવું હોય તો જોખમ પારખતા શીખવું જોઈએ અને તરત પગલાં ભરવાં જોઈએ. એને ચોકીદારના કામ સાથે સરખાવી શકાય. જૂના જમાનામાં ચોકીદાર શહેરના કોટ પર ઊભો રહેતો હતો. જો તેને કંઈ જોખમ દેખાય તો તે તરત દરવાનને (શહેરના દરવાજાના સિપાઈને) ચેતવણી આપતો. ચાલો એ ઉદાહરણમાંથી શીખીએ કે, શેતાનના વિચારો સામે રક્ષણ મેળવવા શું કરવું જોઈએ.

૧૧ એ સમયમાં ચોકીદાર અને દરવાનનું કામ એકબીજા સાથે સંકળાયેલું હતું. (૨ શમૂ. ૧૮:૨૪-૨૬) શહેરની સલામતી ચોકીદાર અને દરવાનના હાથમાં હતી. દુશ્મનો નજીક આવે એ પહેલાં તેઓ શહેરના દરવાજા બંધ કરી દેતા. એનાથી શહેરનું રક્ષણ થતું. (નહે. ૭:૧-૩) જો આપણી પાસે બાઇબલ પ્રમાણે કેળવાયેલું અંતઃકરણa હશે, તો એ ચોકીદારની જેમ કામ કરશે. શેતાન આપણાં હૃદય પર એટલે કે આપણાં વિચારો, લાગણીઓ, ધ્યેયો અને ઇચ્છાઓ પર હુમલો કરવાનો પ્રયત્ન કરે ત્યારે એ ચેતવણી આપશે. જ્યારે આપણું અંતઃકરણ જોખમ વિશે ચેતવે, ત્યારે આપણે દરવાનની જેમ એના પર ધ્યાન આપવું જોઈએ. એ જોખમથી બચવા આપણે પગલાં ભરવાં જોઈએ.

w૧૯.૦૧ ૧૮ ¶૧૪

તમારાં હૃદયનું રક્ષણ કરો!

૧૪ ફક્ત ખરાબ વિચારો ટાળવા જ પૂરતું નથી. આપણે સારા વિચારો કેળવવા જોઈએ. ચાલો ફરીથી કોટવાળા શહેરનો વિચાર કરીએ. જો દરવાન શહેરના દરવાજા બંધ કરે, તો જ શહેરનું દુશ્મનોથી રક્ષણ થતું. પરંતુ અમુક સમયે દરવાન દરવાજા ખોલતો, જેથી શહેરમાં ખોરાક અને બીજી જરૂરી ચીજવસ્તુઓ આવી શકે. જો દરવાન ક્યારેય દરવાજા ન ખોલે, તો શહેરના લોકો ભૂખે મરે. આપણે પણ યહોવાના વિચારોમાંથી શીખવા પોતાના હૃદયના દરવાજા ખોલવા જોઈએ.

w૧૨-E ૫/૧ ૩૨ ¶૨

‘તમારા દિલની સંભાળ રાખો!’

આપણે પોતાના દિલની સંભાળ કેમ રાખવી જોઈએ? યહોવાએ સુલેમાન રાજા દ્વારા લખાવ્યું: “સૌથી વધારે તું તારા દિલની સંભાળ રાખ, કેમ કે એમાંથી જીવનનો ઝરો વહે છે.” (નીતિવચનો ૪:૨૩) આપણું હાલનું અને ભાવિનું જીવન કેવું હશે, એ આપણાં દિલ પર આધાર રાખે છે. એટલે કે યહોવા સાથે આપણો સંબંધ કેવો છે, એના પર આધાર રાખે છે. યાદ રાખીએ કે યહોવા આપણો બહારનો દેખાવ નહિ પણ દિલ જુએ છે. (૧ શમુએલ ૧૬:૭) આપણે ‘અંદરથી’ કેવા છીએ એ જોઈને યહોવા નક્કી કરે છે કે આપણે ખરેખર કેવી વ્યક્તિ છીએ.—૧ પિતર ૩:૪.

કીમતી રત્નો

w૨૧.૦૮ ૮ ¶૪

શું તમે યહોવાની રાહ જોવા તૈયાર છો?

૪ નીતિવચનો ૪:૧૮માં લખ્યું છે: “નેક માણસનો માર્ગ સવારના પ્રકાશ જેવો છે, જે બપોર થતાં સુધી વધતો ને વધતો જાય છે.” એ કલમથી ખબર પડે છે કે યહોવાએ જે કરવાનું નક્કી કર્યું છે એ પોતાના લોકોને ધીરે ધીરે જણાવે છે. એ પણ જાણવા મળે છે કે એક ઈશ્વરભક્ત પોતાના જીવનમાં ધીરે ધીરે ફેરફાર કરે છે અને યહોવાની નજીક આવે છે. એ કંઈ રાતોરાત નથી થતું, પણ સમય લાગે છે. એક વ્યક્તિ બાઇબલ અભ્યાસ કરે, એ પ્રમાણે ચાલે અને સંગઠને આપેલા માર્ગદર્શનને પાળે ત્યારે, તે પોતાનામાં ઈસુ જેવા ગુણો કેળવી શકે છે. એટલું જ નહિ તે યહોવાને સારી રીતે ઓળખી શકે છે. ચાલો જોઈએ એ સમજવા ઈસુએ કયું ઉદાહરણ આપ્યું હતું.

માર્ચ ૧૭-૨૩

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૫

વ્યભિચારથી દૂર રહો

w૦૦ ૭/૧૫ ૨૯ ¶૨

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

આ નીતિવચનમાં, જિદ્દી વ્યક્તિને “પરનારી”—એક વેશ્યા—સાથે સરખાવવામાં આવી છે. મધ જેવાં મીઠાં અને જૈતતેલ કરતાં સુંવાળા શબ્દોથી તે પોતાની જાળમાં ફસાવે છે. શું અનૈતિક જાતીયતાનો આ રીતે ફેલાવો નથી થતો? દાખલા તરીકે, અમી નામની ૨૭ વર્ષની આકર્ષક સેક્રેટરીના અનુભવનો વિચાર કરો. તે જણાવે છે: “એક માણસ ઑફિસમાં મારી સારી કાળજી રાખતો અને દરેક તકે મારા વખાણ કર્યા કરતો. એ મને સારું લાગતું હતું. પરંતુ હું સ્પષ્ટપણે જોઈ શકતી હતી કે તેને ફક્ત મારી સાથે જાતીય સંબંધ બાંધવામાં જ રસ હતો. હું તેની જાળમાં ફસાવાની નથી.” કપટી વ્યક્તિના ખરા સ્વભાવ વિષે આપણને ખબર ન પડે ત્યાં સુધી તેની વાતચીત આપણને આકર્ષક લાગી શકે. એથી આપણે આપણી વિચારવાની ક્ષમતાનો ઉપયોગ કરવાની જરૂર છે.

w૦૦ ૭/૧૫ ૨૯ ¶૩

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

અનૈતિકતાની અસર, વિષ જેવી કડવી અને બેધારી તરવાર જેવી તીક્ષ્ણ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો એની અસર દુઃખદાયક અને મરણકારક હોય છે. આવી વર્તણૂક ઘણી વાર દુઃખી અંતઃકરણ, વણમાંગી ગર્ભાવસ્થા, અથવા જાતીયતાથી વહન થતા રોગ જેવા કડવાં પરિણામો લાવે છે. અને અવિશ્વાસુ વ્યક્તિના લગ્‍ન સાથીએ અનુભવેલ ભારે લાગણીમય દુઃખનો વિચાર કરો. બિનવફાદારીનું એક કૃત્ય જીવનભર દુઃખી દુઃખી કરી નાખી શકે. હા, અનૈતિકતાથી કેવળ નુકશાન જ થાય છે.

w૦૦ ૭/૧૫ ૨૯ ¶૬

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

આપણે અનૈતિક લોકોની અસરથી શક્ય એટલા દૂર રહેવાની જરૂર છે. શા માટે આપણે ખરાબ સંગીત, ભ્રષ્ટ કરનાર આનંદ-પ્રમોદ, અથવા અશ્લીલ સામગ્રીથી પોતાને દૂર રાખવા જોઈએ? (નીતિવચન ૬:૨૭; ૧ કોરીંથી ૧૫:૩૩; એફેસી ૫:૩-૫) અને નખરાં કરીને કે નિર્લજ્જ પોષાક પહેરીને લોકોનું ધ્યાન દોરવું કેટલું મૂર્ખતાભર્યું છે!—૧ તીમોથી ૪:૮; ૧ પીતર ૩:૩, ૪.

કીમતી રત્નો

w૦૦ ૭/૧૫ ૨૯ ¶૮

અનૈતિક જગતમાં નિષ્કલંક રહેવું

સુલેમાન અનૈતિકતાની મોટી કિંમત પર ભાર મૂકે છે. વ્યભિચાર અને પ્રતિષ્ઠા કે આત્મ-સન્માન ગુમાવવું, એ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. શું પોતાની અથવા બીજાની અનૈતિક વાસના સંતોષવી એ સાચે જ એક હલકું કામ નથી? શું આપણું લગ્‍ન સાથી ન હોય તેવી વ્યક્તિ સાથે જાતીય સંબંધ બાંધવો એ આત્મ-સન્માનની ખામી દર્શાવતું નથી?

માર્ચ ૨૪-૩૦

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૬

કીડીઓ પાસેથી શું શીખી શકીએ?

it-૧-E ૧૧૫ ¶૧-૨

કીડી

અનોખી બુદ્ધિ. કીડીઓને પોતાની બુદ્ધિ સર્જનહાર પાસેથી મળી છે. બાઇબલમાં લખ્યું છે કે કીડીઓ “ઉનાળામાં ખોરાક તૈયાર કરે છે અને કાપણીની મોસમમાં અન્‍ન ભેગું કરે છે.” (ની ૬:૮) પેલેસ્ટાઈનમાં આવા જ એક પ્રકારની કીડીઓ જોવા મળે છે. આ કીડીઓ વસંત અને ઉનાળાની ૠતુમાં પુષ્કળ અનાજ ભેગું કરે છે, જેથી શિયાળા જેવી ખરાબ ૠતુમાં એ કામ લાગે. જો વરસાદમાં અનાજ પલળી જાય તો કીડીઓ એને બહાર લાવીને તડકામાં સૂકવે છે. કીડીઓ બીજના એક ભાગને કાઢી નાખે છે, જેથી સમય જતાં એમાં અંકુર ના ફૂટે.

બોધપાઠ. બાઇબલમાં લખ્યું છે: “હે આળસુ માણસ, તું કીડી પાસે જા. તેનાં કામો પર ધ્યાન આપ અને બુદ્ધિમાન બન.” (ની ૬:૬) કીડીઓ પર અભ્યાસ કરીશું તો, આપણે આ શબ્દોનો અર્થ સમજી શકીશું. કીડીઓ ભવિષ્ય માટે તો તૈયારી કરતી જ હોય છે, પણ સતત કામ કરતી રહે છે. કીડીઓ પોતાના વજન કરતાં બમણું અથવા એના કરતાં વધારે વજન ઊંચકી કે ખેંચી શકે છે. સંજોગો ગમે તેવા હોય, કીડી પોતાનું કામ પૂરું કરે છે. ભલેને પછી એ કેટલીય વાર પડી જાય, લપસી જાય કે પછી ઢાળ પરથી ગબડી જાય પણ કીડી હાર નથી માનતી. તેમ જ, કીડીઓ એકબીજાને સારો સાથ આપે છે, પોતાનો દર સાફ રાખે છે અને જ્યારે કોઈ કીડીને વાગી જાય કે એ થાકી જાય ત્યારે બીજી કીડીઓ એને દર સુધી પહોંચાડે છે.

w૦૦ ૯/૧૫ ૨૬ ¶૩-૪

સારું નામ જાળવી રાખો

કીડીની જેમ, શું આપણે પણ મહેનતુ ન બનવું જોઈએ? આપણા આગેવાન હોય કે ન હોય, છતાં આપણને કામમાં સુધારો અને સખત મહેનત કરતા રહેવું જોઈએ. હા, તેમ જ શાળામાં, નોકરી પર અને મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોઈએ ત્યારે આપણાથી બનતું બધું જ કરવું જોઈએ. જેમ કીડી પોતાની સખત મહેનતનો આનંદ માણે છે તેમ, પરમેશ્વર ઇચ્છે કે આપણે પણ ‘પોતાની સર્વ મહેનતનું સુખ ભોગવીએ.’ (સભાશિક્ષક ૩:૧૩, ૨૨; ૫:૧૮) સખત મહેનત કરવાથી પોતાને શુદ્ધ અંતઃકરણ અને સંતોષ મળશે.—સભાશિક્ષક ૫:૧૨.

પછી, રાજા સુલેમાને વિચાર માટેના બે પ્રશ્નો પૂછતા આળસુને ઊંઘમાંથી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો: “હે આળસુ, તું ક્યાં સુધી સૂઇ રહેશે? ક્યારે તું નિદ્રામાંથી ઊઠશે? તું કહે છે, કે હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટુંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો; એમ કરવાથી તારી દરિદ્રતા લૂંટારાની પેઠે, અને તારી કંગાલાવસ્થા હથિયારબંધ માણસની પેઠે આવી પડશે.” (નીતિવચન ૬:૯-૧૧) આળસુ ઊંઘતો હોય છે ત્યારે ગરીબી લૂંટારાની માફક ચઢી આવે છે, અને અછત સૈનિકોની માફક હુમલો કરે છે. આળસુના ખેતર ઝડપથી ઝાંખરાં અને ગોખરૂઓથી ભરાય જાય છે. (નીતિવચન ૨૪:૩૦, ૩૧) આમ થોડા જ સમયમાં તેને ધંધામાં ખોટ આવશે. એક બોસ ક્યાં સુધી આળસુને સહન કરશે? વળી, શું એક આળસુ વિદ્યાર્થી સારા માર્ક લાવી શકે?

કીમતી રત્નો

w૦૦ ૯/૧૫ ૨૭ ¶૪

સારું નામ જાળવી રાખો

નીતિવચનનું પુસ્તક સાત બાબતો વિષે જણાવે છે અને એમાં સર્વ પ્રકારનું ખોટું આવી જાય છે. “ગર્વિષ્ઠ આંખો” અને કાવતરાં યોજનાર હૃદય એ વિચારોથી પાપ કરે છે. “જૂઠાબોલી જીભ” અને “અસત્ય ઉચ્ચરનાર જૂઠો સાક્ષી” એ પાપી શબ્દો સાથે જોડાયેલું છે. “નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ” અને “નુકસાન કરવાને દોડી જનાર જલદ પગ” એ દુષ્ટ કાર્યો છે. ખાસ કરીને હળીમળીને રહેતા લોકોમાં ઝઘડાના બી વાવવામાં જે આનંદ માણે છે, તેને યહોવાહ પરમેશ્વર ધિક્કારે છે. અહીં સુલેમાન આંકડા છમાંથી વધીને સાત બતાવે છે પણ એ પૂર્ણતા બતાવતું નથી, કેમ કે મનુષ્યની દુષ્ટતા તો વધતી જ રહે છે.

માર્ચ ૩૧–એપ્રિલ ૬

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૭

લાલચમાં ફસાવે એવા સંજોગોથી બચો

w૦૦ ૧૧/૧૫ ૨૯ ¶૫

“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”

સુલેમાને જે બારીમાંથી જોયું એ બારીમાં કલાત્મક જાળી હતી. સાંજ પડતાં જ ધીમે ધીમે રાત્રિનો અંધકાર ગલીઓમાં પ્રસરવા લાગે છે. એ સમયે સુલેમાન રાજા, નૈતિક રીતે સહેલાઈથી ફસાવી શકાય એવા એક યુવાનને જુએ છે. તેનામાં સમજશક્તિ કે વિવેકબુદ્ધિનો અભાવ છે. તે અક્કલહીન પણ છે. એવું લાગે છે કે, તે યુવાન એ વિસ્તારથી પરિચિત છે અને ત્યાં જવાથી પોતાને શું થઈ શકે એ પણ જાણતો હોય છે. તે પેલી યુવાન સ્ત્રીના “ઘેર” ગયો. આ સ્ત્રી કોણ છે? તે શું કરે છે?

w૦૦ ૧૧/૧૫ ૩૦ ¶૪-૬

“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”

આ સ્ત્રીની વાણી લોભામણી છે. તે નિર્લજ્જ મોઢે, આત્મવિશ્વાસથી વાત કરે છે. આ યુવાનને પટાવવા માટે તે કાળજીપૂર્વક શબ્દો ગોઠવીને વાત કરે છે. મેં શાંત્યાર્પણો તૈયાર કર્યા છે અને આજે મારી માનતાઓ પૂરી કરી છે એમ કહીને તે પોતાને ન્યાયી બતાવે છે. તેમ જ અણસારો આપે છે કે તે એક ઈશ્વરભક્ત છે. યરૂશાલેમના મંદિરમાં ચઢાવવામાં આવતાં શાંત્યાર્પણોમાં માંસ, લોટ, તેલ અને દારૂનો સમાવેશ થતો હતો. (લેવીય ૧૯:૫, ૬; ૨૨:૨૧; ગણના ૧૫:૮-૧૦) આ શાંત્યાર્પણો ચઢાવનારને પોતાના માટે અને પોતાના કુટુંબ માટે ભાગ મળતો હોવાથી તે બતાવી રહી હતી કે તેના ઘરમાં ભરપૂર ખાવાપીવાનું છે. આ બધાનો અર્થ એકદમ સ્પષ્ટ છે કે તે યુવાનને ત્યાં ખૂબ જ મઝા આવશે. તે સ્ત્રી ખાસ કરીને આવા કોઈ યુવાનને શોધવા માટે જ તો ઘરમાંથી બહાર આવી હતી. કેવી લોભામણી ચાલ! એક બાઇબલ વિદ્વાનના કહેવા પ્રમાણે, “એ સાચું છે કે તે કોઈકને શોધવા માટે ઘર બહાર નીકળી હતી. પરંતુ શું તે ખરેખર આ જ યુવાનને શોધવા આવી હતી? આ યુવાન જેવી કોઈ મુર્ખ વ્યક્તિ જ તેની વાત સાચી માની શકે.”

તે ભરમાવનારી સ્ત્રી આકર્ષક કપડાં પહેરીને ખુશામતભર્યા શબ્દોથી, આલિંગનથી અને ચુંબન કરીને યુવાનને ફોસલાવે છે. તે કહે છે: “મેં મારા પલંગ પર ભરતકામના ગાલીચા, તથા મિસરી સૂતરનાં સુંદર વસ્ત્ર બિછાવ્યાં છે. મેં મારૂં બિછાનું બોળ, અગર તથા તજથી સુગંધીદાર બનાવ્યું છે.” (નીતિવચન ૭:૧૬, ૧૭) તેણે ભરતકામના ગાલીચા તથા મિસરી સૂતરનાં વસ્ત્રથી પોતાનો પલંગ તૈયાર કરીને બોળ, અગર તથા તજથી એને સુગંધીદાર બનાવ્યો છે.

તે આગળ કહે છે, “ચાલ, આપણે સવાર સુધી પેટપૂર પ્રીતિનો અનુભવ કરીએ; અને પ્રેમની મઝા ઉડાવીએ.” આ આમંત્રણ એ એક સ્વાદિષ્ટ ભોજન કરતાં પણ કંઈક વિશેષ છે. આમાં તે ભરપૂર જાતીયતાનો આનંદ માણવાનું વચન આપે છે. પેલા યુવાન માટે તો એ સાહસ બતાવવાનું અને ઉત્તેજક આમંત્રણ છે! વધારે પ્રલોભન આપતા તે કહે છે કે, “ઘરધણી ઘેર નથી, તે લાંબી મુસાફરીએ ગયો છે; તે પોતાની સાથે પૈસાની થેલી લઈ ગયો છે; તે પૂનમે ઘેર આવશે.” (નીતિવચન ૭:૧૮-૨૦) તે તેને ખાતરી આપે છે કે તેઓ એકદમ સુરક્ષિત હશે કારણ કે તેનો પતિ ધંધાર્થે બહાર ગયો છે અને અમુક દિવસો સુધી તેના પાછા ફરવાની કોઈ શક્યતા નથી. યુવાનોને છેતરવામાં તે કેટલી પાવરધી છે! “તે પોતાના ઘણા મીઠા બોલોથી તેને વશ કરે છે, અને પોતાના હોઠોની ખુશામતથી તે તેને તાણી જાય છે.” (નીતિવચન ૭:૨૧) આવી લાલચથી બચવા માટે તો યુસફ જેવું નૈતિક બળ જોઈએ. (ઉત્પત્તિ ૩૯:૯, ૧૨) શું આ યુવાનમાં આવું નૈતિક બળ છે?

w૦૦ ૧૧/૧૫ ૩૧ ¶૨

“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”

તે યુવાન પોતાને મળેલા આમંત્રણનો નકાર કરી શક્યો નહિ. સમજ્યા વિના તે ‘જેમ બળદ કસાઈ વાડે જાય છે’ તેમ તેની પાછળ જાય છે. જેમ બેડીઓ પહેરેલો કેદી સજાથી બચી શકતો નથી તેમ યુવાન પાપની સજા ભોગવે છે. “તેનું કલેજું તીરથી વિંધાય છે” ત્યાં સુધી તે ખતરો જોતો નથી. એટલે કે તેનું મૃત્યુ પણ થઈ શકે એવો ઘા મેળવે છે ત્યાં સુધી તે સાવધાન થતો નથી. જાતીયતાથી થતા પ્રાણઘાતક રોગોમાં સંડોવાઈને તે પોતા માટે મૃત્યુ લાવે છે. એ ઘાથી જાણે ઈશ્વર સાથેના સંબંધનું મરણ પણ થઈ શકે કારણ કે એમાં તેનો “પોતાનો જીવ” પણ જઈ શકતો હતો. તેના સમગ્ર જીવન પર ખૂબ જ માઠી અસર પડે છે. તેમ જ પરમેશ્વર વિરુદ્ધ તે ગંભીર પાપ કરે છે. આમ તે કોઈ પક્ષી જાળમાં ધસી જાય છે તેમ મરણના પંજામાં ધસી જાય છે!

કીમતી રત્નો

w૦૦ ૧૧/૧૫ ૨૯ ¶૧

“મારી આજ્ઞાઓ પાળીને જીવતો રહે”

સુલેમાન જણાવે છે, “તેઓને [મારી આજ્ઞાઓને] તારી આંગળીઓ પર બાંધ; તેઓને તારા હૃદયપટ પર લખી રાખ.” (નીતિવચન ૭:૩) જેમ આંગળીઓ હમેશાં આપણી આંખો સમક્ષ હોય છે અને આપણા દરેક કામમાં ઘણી જ ઉપયોગી બને છે, એ જ રીતે માબાપ તરફથી મળેલું બાઇબલ શિક્ષણ કે બાઇબલમાંથી મળેલું જ્ઞાન આપણે સતત યાદ રાખવું જોઈએ અને આપણા દરેક કાર્યમાં એનું માર્ગદર્શન લેવું જોઈએ. આપણે એ બાઇબલ જ્ઞાનને આપણા હૃદયપટ પર લખીને આપણા વ્યક્તિત્વનો એક ભાગ બનાવવું જોઈએ.

એપ્રિલ ૭-૧૩

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૮

ઈસુનું સાંભળો, બુદ્ધિ મેળવો

cf-E ૧૩૧ ¶૭

“હું પિતા પર પ્રેમ રાખું છું”

૭ કલમ ૨૨માં બુદ્ધિ કહે છે: “ઘણા સમય પહેલાં યહોવાએ મારું સર્જન કર્યું, તેમણે સૃષ્ટિમાં સૌથી પહેલા મને બનાવી.” અહીંયા બુદ્ધિની નહિ પણ બીજા કશાની વાત થઈ છે, કેમ કે બુદ્ધિને ક્યારેય ‘બનાવવામાં’ એટલે કે “સર્જન” કરવામાં આવી ન હતી. બુદ્ધિની કોઈ શરૂઆત નથી, કેમ કે યહોવા પાસે હંમેશાંથી બુદ્ધિ છે અને તે હંમેશાંથી અસ્તિત્વ ધરાવે છે. (ગીતશાસ્ત્ર ૯૦:૨) પણ ઈશ્વરના દીકરા “આખી સૃષ્ટિમાં પ્રથમ જન્મેલા” છે. તેમને બનાવવામાં આવ્યા હતા એટલે કે તેમનું સર્જન કરવામાં આવ્યું હતું. યહોવાએ જે પણ સર્જન કર્યું, એમાં તેમને સૌથી પહેલા બનાવવામાં આવ્યા. (કોલોસીઓ ૧:૧૫) જેમ કે, નીતિવચનોના પુસ્તકમાં લખ્યું છે કે પૃથ્વી અને સ્વર્ગનું સર્જન થયું એ પહેલાંથી જ એ દીકરા અસ્તિત્વમાં હતા. ઈશ્વર લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડવા તેમનો ઉપયોગ કરતા હતા, એટલે તેમને શબ્દ કહેવામાં આવ્યા છે. તે યહોવાની બુદ્ધિનો સૌથી ઉત્તમ દાખલો છે.—યોહાન ૧:૧.

w૦૦ ૨/૧૫ ૧૧ ¶૬

“ખ્રિસ્તનું મન” જાણવું

૬ કેટલાક વૈજ્ઞાનિકોના અંદાજ અનુસાર, આપણા વિશ્વને લગભગ ૧૨ અબજ વર્ષો થયાં છે. એ અંદાજ સાચો હોય તો, આદમની ઉત્પત્તિ થઈ એના યુગો અગાઉથી દેવના પ્રથમ પુત્ર પોતાના પિતા સાથે ગાઢ સંબંધનો આનંદ માણતા હતા. (સરખાવો મીખાહ ૫:૨.) તેઓ બંને વચ્ચે કોમળ, ગાઢ બંધન હતું. ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં, આ પ્રથમજનિત પુત્રે પોતાને ડહાપણ તરીકે રજૂ કરતા કહ્યું: “હું દિનપ્રતિદિન [યહોવાહને] સંતોષ આપતું હતું, સદા હું તેની આગળ હર્ષ કરતું હતું.” (નીતિવચન ૮:૩૦) આ રીતે યહોવાહ દેવ પ્રેમના દેવ છે. તેમની ગાઢ સંગતમાં અગણિત વર્ષો પસાર કરવાથી, દેવના પુત્ર પર ખરેખર એની ઊંડી અસર પડી! (૧ યોહાન ૪:૮) આ પુત્ર પોતાના પિતાના વિચારો, લાગણીઓ, અને માર્ગોથી એકદમ સારી રીતે પરિચિત થયા. તેમ જ, એવી રીતે તેમના પગલે ચાલ્યા કે બીજું કોઈ જ એમ કરી ન શકે.—માત્થી ૧૧:૨૭.

w૦૯ ૪/૧ ૩૧ ¶૧૪

દાઊદ અને સુલેમાન કરતાં ચડિયાતા રાજા ઈસુનું માનીએ

૧૪ સુલેમાન કરતાં ઈસુ વધારે બુદ્ધિશાળી છે. ઈસુએ પોતાના વિષે કહ્યું કે “સુલેમાન કરતાં અહીં એક મોટો છે.” (માથ. ૧૨:૪૨) ઈસુ તો “અનંતજીવનની વાતો” કરતા. (યોહા. ૬:૬૮) ઈસુએ પહાડ પરનું પ્રવચન આપ્યું. એમાં તેમણે સુલેમાનનાં અમુક નીતિવચનોના સિદ્ધાંતો સમજાવ્યા. જેમ કે યહોવાહના ભક્તોને શામાંથી સુખ મળે છે. (નીતિ. ૩:૧૩; ૮:૩૨, ૩૩; ૧૪:૨૧; ૧૬:૨૦) એના પર ભાર મૂકતા ઈસુએ કહ્યું કે ખરું સુખ યહોવાહની ભક્તિમાંથી મળે છે. તેમનાં વચનો પૂરા થતાં જોઈને દિલને આનંદ થાય છે. યહોવાહ તો “જીવનનો ઝરો” છે. (ગીત. ૩૬:૯) એટલે ઈસુએ કહ્યું: “જેઓ ઈશ્વર સાથે નાતો બાંધવા તરસે છે, તેઓને ધન્ય છે.” (માથ. ૫:૩, NW) ઈસુમાં ‘ઈશ્વરનું જ્ઞાન’ છે. (૧ કોરીં. ૧:૨૪, ૩૦) તેમનામાં ‘સુબુદ્ધિ અને સમજ’ છે. (યશા. ૧૧:૨) ચાલો આપણે શુદ્ધ મનથી ઈસુનું શિક્ષણ દિલમાં ઉતારીએ.—નીતિ. ૨૨:૧૧; માથ. ૫:૮.

કીમતી રત્નો

g ૭/૧૪ ૧૬

‘જ્ઞાન હાંક મારે છે’ શું તમે સાંભળો છો?

▪ વિશ્વ જ્ઞાનકોશ (અંગ્રેજી) જણાવે છે કે, “ઇતિહાસમાં સૌથી વધારે વહેંચાયેલું પુસ્તક બાઇબલ છે. બીજા કોઈ પણ પુસ્તક કરતાં એનું સૌથી વધારે વાર અને સૌથી વધારે ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.” આખું કે અમુક ભાગમાં લગભગ ર,૬૦૦ ભાષાઓમાં બાઇબલ પ્રાપ્ય છે. દુનિયાની ૯૦ ટકા કરતા વધારે વસ્તી એને પોતાની ભાષામાં વાંચી શકે છે.

▪ ‘જ્ઞાન પોકારે છે.’ કઈ રીતે? માથ્થી ૨૪:૧૪ જણાવે છે: ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ ખુશખબર આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.’

એપ્રિલ ૧૪-૨૦

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૯

સમજુ વ્યક્તિ બનો, મશ્કરી કરનાર નહિ

w૨૨.૦૨ ૯ ¶૪

‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ’

૪ કોઈ આપણને સલાહ આપે ત્યારે એ સ્વીકારવી અઘરી લાગી શકે. આપણને સલાહ સાંભળીને ખોટું લાગી જાય. આપણે સ્વીકારીએ છીએ કે આપણાથી ભૂલો થાય છે. પણ બીજું કોઈ આપણી ભૂલ બતાવે ત્યારે, આપણને કદાચ ન ગમે. તેમની સલાહ સ્વીકારવી પણ મુશ્કેલ લાગી શકે. (સભાશિક્ષક ૭:૯ વાંચો.) બની શકે કે આપણે પોતાને સાચા સાબિત કરવા બેસી જઈએ. આપણે કદાચ સલાહ આપનારના ઇરાદા પર સવાલ ઉઠાવીએ અથવા તે જે રીતે સલાહ આપે છે એનાથી નારાજ થઈ જઈએ. આપણે તેમનામાં વાંધાવચકા શોધવા લાગીએ. આપણને થાય, ‘તે વળી કોણ કે મને સલાહ આપે. તે પણ કેટલી ભૂલો કરે છે.’ આપણને સલાહ ન ગમે તો કદાચ એને એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખીએ. પછી એવી વ્યક્તિ પાસે જઈએ જેની સલાહ આપણા કાનને ગમે.

w૨૨.૦૨ ૧૨ ¶૧૨-૧૪

‘બુદ્ધિમાનની વાતો ધ્યાનથી સાંભળીએ’

૧૨ સલાહ સ્વીકારવા આપણને શું મદદ કરી શકે? આપણે નમ્ર રહેવું જોઈએ. એ પણ યાદ રાખવું જોઈએ કે આપણે પાપી છીએ અને ડગલે ને પગલે ભૂલો કરીએ છીએ. કેટલીક વાર આપણે વગર વિચાર્યે કંઈ ને કંઈ કરી બેસીએ છીએ. આપણે અગાઉ જોઈ ગયા કે અયૂબના વિચારો ખોટા હતા. પણ પછી તેમણે પોતાના વિચારો બદલ્યા, એટલે યહોવાએ તેમને આશીર્વાદ આપ્યા. તે ફેરફાર કેમ કરી શક્યા? કેમ કે તે નમ્ર હતા. અલીહૂ ઉંમરમાં નાના હતા, તોપણ અયૂબે તેમની સલાહ સ્વીકારી. (અયૂ. ૩૨:૬, ૭) અમુક વાર લાગે કે આપણને સલાહની જરૂર નથી અથવા સલાહ આપનાર આપણાથી ઉંમરમાં નાના હોઈ શકે. જો આપણે નમ્ર હોઈશું તો સહેલાઈથી સલાહ સ્વીકારી શકીશું. કેનેડામાં રહેતા એક વડીલ કહે છે, “જો આપણને કોઈ સલાહ નહિ આપે, તો યહોવાની ભક્તિમાં આગળ વધવું ઘણું અઘરું થઈ જશે.” આપણે બધા યહોવાની ભક્તિમાં આગળ વધવા માંગીએ છીએ, ખરું ને? આપણે ચાહીએ છીએ કે પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણો વધારે ને વધારે કેળવીએ અને સારી રીતે ખુશખબર જણાવીએ. એટલે આપણને સલાહની જરૂર છે.—ગીતશાસ્ત્ર ૧૪૧:૫ વાંચો.

૧૩ સલાહને યહોવાનો પ્રેમ ગણીએ. યહોવા આપણા માટે સૌથી સારું ઇચ્છે છે. (નીતિ. ૪:૨૦-૨૨) તે આપણને ખૂબ પ્રેમ કરે છે. એટલે તે “આપણા ભલા માટે” બાઇબલ, સાહિત્ય અથવા અનુભવી ભાઈ કે બહેન દ્વારા સલાહ આપે છે.—હિબ્રૂ. ૧૨:૯, ૧૦.

૧૪ સલાહ પર ધ્યાન આપીએ, સલાહ આપવાની રીત પર નહિ. અમુક વાર લાગે કે વ્યક્તિની સલાહ આપવાની રીત બરાબર નથી. ખરું કે સલાહ આપનારે એ રીતે સલાહ આપવી જોઈએ, જેથી સામેવાળાને સલાહ સ્વીકારવી સહેલી લાગે. (ગલા. ૬:૧) પણ સલાહ મળે ત્યારે સલાહ પર ધ્યાન આપીએ, પછી ભલે લાગે કે એ વ્યક્તિ વધારે સારી રીતે સલાહ આપી શકી હોત. આપણે પોતાને પૂછીએ, ‘મને જે રીતે સલાહ મળી એ ન ગમે તોપણ એમાંથી શું હું મારામાં કંઈક સુધારો કરી શકું? સલાહ આપનારની ભૂલો શોધવાને બદલે શું હું સલાહ પર ધ્યાન આપી શકું?’ સારું રહેશે કે જે સલાહ મળે એમાંથી ફાયદો લેવા આપણે પૂરી કોશિશ કરીએ.—નીતિ. ૧૫:૩૧.

w૦૧ ૫/૧૫ ૩૦ ¶૧-૨

‘ડહાપણથી આપણું આયુષ્ય વધશે’

ઠપકા પ્રત્યે સમજુ વ્યક્તિનું વલણ તિરસ્કાર કરનાર વ્યક્તિથી અલગ હશે. સુલેમાન કહે છે: “જ્ઞાની પુરુષને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. જ્ઞાની પુરુષને શિક્ષણ આપ, એટલે તે વધારે જ્ઞાની થશે.” (નીતિવચન ૯:૮ખ, ૯ક) સમજુ વ્યક્તિ જાણે છે કે “કોઈ પણ શિક્ષા હાલ તરત આનંદકારક લાગતી નથી, પણ ખેદકારક લાગે છે; પણ પાછળથી તો તે કસાએલાઓને ન્યાયીપણાનાં શાંતિદાયક ફળ આપે છે.” (હેબ્રી ૧૨:૧૧) જોકે ઠપકો મળવાથી દુઃખ તો થાય છે, પરંતુ એ સ્વીકારવાથી લાભ થવાનો હોય તો શું આપણે એનો વિરોધ કરવો જોઈએ?

શાણા રાજા કહેવાનું ચાલુ રાખે છે, “ન્યાયી માણસને શીખવ, એટલે તેની વિદ્યામાં વૃદ્ધિ થશે.” (નીતિવચન ૯:૯ખ) કોઈ શીખી ન શકે એટલું વિદ્વાન કે વૃદ્ધ હોતું નથી. વૃદ્ધ લોકો પણ સત્ય શીખીને યહોવાહને પોતાનું સમર્પણ કરે છે ત્યારે એ જોઈને આપણને કેવી ખુશી થાય છે! ચાલો આપણે પણ શીખવા માટે તૈયાર રહીએ અને આપણા મગજને સક્રિય રાખીએ.

w૦૧ ૫/૧૫ ૩૦ ¶૫

‘ડહાપણથી આપણું આયુષ્ય વધશે’

ડહાપણ મેળવવા ખંતથી પ્રયત્ન કરવો એ આપણી પોતાની જવાબદારી છે. એ હકીકત પર ભાર મૂકતા, સુલેમાન જણાવે છે: “જો તું જ્ઞાની હોય, તો તારે પોતાને માટે તું જ્ઞાની છે; અને જો તું તિરસ્કાર કરતો હોય, તો તારે એકલાને જ તેનું ફળ ભોગવવું પડશે.” (નીતિવચન ૯:૧૨) સમજુ વ્યક્તિને પોતાને જ ફાયદો થશે અને તિરસ્કાર કરનારને જે દુઃખ પડે છે એ માટે તે પોતે જ દોષિત છે. ખરેખર, આપણે જે વાવીશું એ જ લણીશું. તેથી ચાલો આપણે, “જ્ઞાન” [“ડહાપણ,” NW] તરફ આપણો કાન ધરીએ.—નીતિવચન ૨:૨.

કીમતી રત્નો

w૦૬ ૧૦/૧ ૪ ¶૩

નીતિવચનોના મુખ્ય વિચારો

૯:૧૭—‘ચોરેલું પાણી’ શું છે? અને એ કેમ “મીઠું” લાગે છે? બાઇબલ, લગ્‍નસાથી સાથે જાતીય સંબંધનો આનંદ માણવાને કૂવામાંથી કાઢેલા તાજા પાણી પીવા સાથે સરખાવે છે. તેથી ચોરેલું પાણી, પોતાના પતિ કે પત્ની સિવાય છૂપી રીતે બીજા કોઈની સાથે અનૈતિક જાતીય સંબંધ બાંધવાને બતાવે છે. (નીતિવચનો ૫:૧૫-૧૭) એના વિષે બીજા કોઈને ખબર ન હોવાથી એને મીઠાં પાણી સાથે સરખાવવામાં આવે છે.

એપ્રિલ ૨૧-૨૭

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૧૦

ખરેખર ધનવાન થવા શાની જરૂર છે?

w૦૧ ૭/૧૫ ૨૫ ¶૧-૩

‘સદાચારીઓ માટે આશીર્વાદ’

સદાચારીઓને બીજી રીતે પણ લાભ રહેલા છે. “ગાફેલ હાથથી કામ કરનાર દરિદ્રી થાય છે; પણ ઉદ્યોગીનો હાથ તેને ધનવાન બનાવે છે. ડાહ્યો દીકરો ઉનાળામાં સંગ્રહ કરે છે; પણ કાપણીની મોસમમાં સૂઇ રહેનારો દીકરો ફજેતી કરાવે છે.”—નીતિવચન ૧૦:૪, ૫.

રાજાના આ શબ્દો ખાસ કરીને કાપણીના સમયે મજૂરો માટે વધારે મહત્ત્વના છે. કાપણીનો સમય ઊંઘી જવા માટે નથી. એ ખંતપૂર્વક અને ઘણા કલાક કામ કરવાનો સમય છે. ખરેખર, એ તાકીદનો સમય છે.

ધાન્યની કાપણીને નહિ પરંતુ લોકોને ભેગા કરવાનું કામ ધ્યાનમાં રાખીને ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના ધણીની પ્રાર્થના કરો, કે તે પોતાની ફસલને સારૂ મજૂરો મોકલે.” (માત્થી ૯:૩૫-૩૮) વર્ષ ૨૦૦૦માં લગભગ એક કરોડ ચાલીસ લાખ કરતાં પણ વધારે લોકો ઈસુના મરણની યાદગીરીમાં આવ્યા હતા. તેઓની સંખ્યા યહોવાહના સાક્ષીઓની સંખ્યાથી બમણા કરતાં વધારે હતી. તેથી, ‘ખેતરો કાપણીને સારૂ પાકી ચૂક્યાં છે’ એનો કોણ નકાર કરી શકે? (યોહાન ૪:૩૫) સાચા ઉપાસકો ફસલના ધણીને વધારે મજૂરો મોકલવા પ્રાર્થના કરે છે. તેમ જ, તેઓ પોતાની પ્રાર્થનાના સુમેળમાં શિષ્ય બનાવવાના કાર્યમાં મન લગાડીને સખત પ્રયત્ન કરે છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) યહોવાહે તેમના પ્રયત્નોનો કેવો સરસ આશીર્વાદ પણ આપ્યો છે! વર્ષ ૨૦૦૦માં ૨,૮૦,૦૦૦ નવી વ્યક્તિઓએ બાપ્તિસ્મા લીધું. તેઓ પણ પરમેશ્વરના શબ્દના શિક્ષકો બનવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે પણ આ કાપણીની મોસમમાં શિષ્યો બનાવવાના કાર્યમાં સહભાગી થઈને આનંદ અને સંતોષ અનુભવી શકીએ.

w૦૧ ૯/૧૫ ૨૪ ¶૩-૪

‘સદાચારીના માર્ગે’ ચાલો

સુલેમાન સદાચારી હોવાના મહત્ત્વ પર ભાર મૂકે છે. તે કહે છે: “દ્રવ્યવાન માણસનું ધન એ તેનું કિલ્લેબંધીવાળું નગર છે; પણ દરિદ્રતા દરિદ્રીનો નાશ કરે છે. સદાચારીની મહેનત જીવનસાધક છે; દુષ્ટની પેદાશ પાપકારક છે.”—નીતિવચનો ૧૦:૧૫, ૧૬.

મજબૂત કિલ્લેબંધીવાળા નગરમાં રહેનારાઓનું અમુક હદે રક્ષણ થાય છે તેમ, જીવનની અમુક અનિશ્ચિત બાબતો સામે દ્રવ્ય આપણું રક્ષણ કરી શકે છે. અચાનક અમુક કારણસર પરિસ્થિતિ બદલાય ત્યારે, ગરીબી વિનાશક સાબિત થઈ શકે. (સભાશિક્ષક ૭:૧૨) તેમ છતાં, શાણા રાજા કદાચ દ્રવ્ય અને ગરીબી બંનેમાં રહેલા ભયનો ઉલ્લેખ કરે છે. ધનવાન માણસ, તેની મૂલ્યવાન વસ્તુઓ “કિલ્લેબંધીવાળું શહેર છે” એમ વિચારીને પોતાનો બધો જ ભરોસો સંપત્તિમાં મૂકી શકે. (નીતિવચનો ૧૮:૧૧) ગરીબ માણસ પણ એવું વિચારી શકે કે પોતાની ગરીબાઈને કારણે તેનું ભવિષ્ય આશા વગરનું છે. આમ, બંને વ્યક્તિઓ પરમેશ્વરની નજરમાં સારું નામ બનાવવામાં નિષ્ફળ જાય છે.

it-૧-E ૩૪૦

આશીર્વાદ

યહોવા માણસોને જે આશીર્વાદ આપે છે. “યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન બનાવે છે અને એની સાથે તે કોઈ દુઃખ આપતા નથી.” (ની ૧૦:૨૨) યહોવાની કૃપા જેના પર હોય છે, તેને તે આશીર્વાદ આપે છે. કઈ રીતે? યહોવા તેનું રક્ષણ કરે છે, માર્ગ બતાવે છે, તેની જરૂરિયાત પૂરી કરે છે અને તેને સફળ થવા મદદ કરે છે. યહોવાના આશીર્વાદથી માણસોનું ભલું થાય છે.

કીમતી રત્નો

w૦૬ ૬/૧ ૧૮ ¶૧૮

પ્રામાણિક રહીને ચાલવાના આશીર્વાદો

૧૮ “યહોવાહના આશીર્વાદથી” આપણે અત્યારે ખરું સુખ અને બાઇબલની સમજણ મેળવીએ છીએ. ખોટા રસ્તે ચઢી જતા નથી. યહોવાહ અને ભાઈ-બહેનો સાથે સારો નાતો બાંધી શકીએ છીએ. એ આશીર્વાદ અનુભવીને આપણે જાણીએ છીએ કે એમાં “કંઈ ખેદ મિશ્રિત નથી.” (નીતિવચનો ૧૦:૨૨) પણ શા માટે યહોવાહ આપણા પર તકલીફો ચાલવા દે છે? એનાથી આપણે કેટલું દુઃખ સહેવું પડે છે. આપણા પર ત્રણ કારણોને લીધે મુશ્કેલીઓ આવે છે. (૧) આપણે બધા ભૂલો કરીએ છીએ. (ઉત્પત્તિ ૬:૫; ૮:૨૧; યાકૂબ ૧:૧૪, ૧૫) (૨) શેતાન અને તેના દુષ્ટ દૂતોને લીધે. (એફેસી ૬:૧૧, ૧૨) (૩) આ દુષ્ટ જગતને લીધે. (યોહાન ૧૫:૧૯) યહોવાહ આ બધું ચાલવા દે છે. એનો અર્થ એ નથી કે તે આપણા પર તકલીફો લાવે છે. તે તો આપણું ભલું જ ચાહે છે. ‘દરેક ઉત્તમ દાન તથા દરેક સંપૂર્ણ દાન ઉપરથી હોય છે, અને પ્રકાશોનો પિતા જેનામાં વિકાર થતો નથી તેની પાસેથી આવે છે.’ (યાકૂબ ૧:૧૭) ખરેખર, યહોવાહના આશીર્વાદમાં કોઈ જાતનો ખેદ ભળેલો નથી.

એપ્રિલ ૨૮–મે ૪

બાઇબલમાં રહેલો ખજાનો નીતિવચનો ૧૧

એવું ન કહો!

w૦૨ ૫/૧૫ ૨૬ ¶૪

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

જેઓ પ્રમાણિક રહે છે અને જેઓ ખરાબ કાર્યો કરે છે, તેઓ જે કંઈ કરે એની અસર બીજા લોકો પર પડે છે. રાજા સુલેમાને કહ્યું: “અધર્મી માણસ પોતાને મોઢેથી પોતાના પડોશીનો નાશ કરે છે; પણ વિદ્યાથી સદાચારીનો બચાવ થશે.” (નીતિવચનો ૧૧:૯) કોઈની ખોટી પંચાત કરવી અથવા કોઈનું ખરાબ બોલવાથી, તેઓના પોતાનું જ નામ ખરાબ થાય છે. એના બદલે સારા લોકો બીજાઓ વિષે સમજી વિચારીને બોલે છે. જ્યારે કોઈ તેમના પર ખોટો દોષ મુકે છે, ત્યારે તેની બુદ્ધી, તેને કોઈ પણ ખોટા આરોપમાંથી બચાવી લે છે.

w૦૨ ૫/૧૫ ૨૭ ¶૩-૪

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

નગર કે શહેરના લોકો જો સીધા ચાલે તો સમાજમાં ખરેખર શાંતિ ફેલાય છે, અને બીજાઓને સથવારો પણ અપાય છે. તેથી નગરની ઉન્‍નતિ અથવા આબાદી થાય છે. પરંતુ જેઓ બીજા લોકોનું ખરાબ બોલી તેમનું નામ બદનામ કરે છે, તેઓ દુઃખ લાવે છે, સંપ તોડે છે અને ઝગડા કરાવે છે. ખાસ કરીને એવા લોકો જેમની પાસે સત્તા હોય છે, તેઓની ચરબી બહુ જ હોય છે. જે શહેરમાં આવા લોકો હોય છે, એવા શહેરો છેવટે ભ્રષ્ટતા, ગરીબાઇ અને ધમાલના કબજે પહોંચે છે.

નીતિવચનો ૧૧:૧૧માં આપેલા સિદ્ધાંત, આજે યહોવાહના સેવકોને પણ લાગુ પડે છે, કારણ કે તેઓની મંડળીઓ નગર જેવી છે. મંડળોમાં બધા જ સાથે મળીને ભક્તી કરે છે અને પ્રમાણિક રહે છે, એટલે તેઓ ખુશ રહે છે, મહેનત કરે છે અને બીજાઓને મદદ કરે છે. એમ કરવાથી તેઓ પરમેશ્વરને ગૌરવ આપે છે. તેથી યહોવાહ એવા મંડળોને આશીર્વાદ દે છે. કોઈ સમયે અમુક જણા કચકચ કરશે, વાત વાતમાં વાંક કાઢશે, પણ એવા લોકો તો ખરેખર “કડવાશરૂપી જડ” જેવા છે. તેઓ બીજા લોકોને પણ તેઓની કડવાશથી, ચડાવે છે. (હેબ્રી ૧૨:૧૫) જોકે એવા લોકો તો પોતાની જ મોટાઈમાં ડુબેલા હોય છે અને વધુ માન માંગે છે. તેઓ ખોટી અફવા ફેલાવે છે કે મંડળોમાં અથવા વડીલો વચ્ચે ઇન્સાફના બદલે જાતભેદ છે. અને તેઓ મંડળનો સંપ તોડવા માંગે છે. આપણે તો તેઓની વાતો પર આંખ આડા કાન કરવા જોઈએ, અને ખરા દિલથી ભક્તિમાં કરવામાં ટાઈમ કાઢવો જોઈએ, જેથી મંડળમાં સંપ અને શાંતી ફેલાય!

w૦૨ ૫/૧૫ ૨૭ ¶૬

સાચા માણસના પગલે પગલે પ્રમાણિકતા હોય છે

જેઓ “મૂર્ખ” છે તેઓ ઘણું દુઃખ પ્હોંચાડે છે! તે જેમ તેમ બોલી, બીજા લોકોની ખોટી પંચાત કરીને તેઓનું નામ બગાડે છે. પરંતુ “વિશ્વાસુ” વડીલોઓએ તરત જ કાંઇક પગલાં ભરવાં જોઈએ. “મુર્ખ” બનવાને બદલે, તેઓને ખબર છે કે ક્યારે ચુપ રહેવું જોઈએ, અને ક્યારે બોલવું જોઈએ. અફવા ફેલાવવાને બદલે તેઓ એને ઢાંકી દે છે. હોંશિયાર માણસ જાણે છે કે વગર વિચાર્યે બોલવાથી કેટલું નુકસાન થઇ શકે, તેથી ધ્યાન રાખી બોલવાથી માણસ “વિશ્વાસુ” બને છે. તેવા હોંશીયાર વ્યક્તિઓ, ભાઈ-બહેનોને વફાદાર રહે છે, અને કોઈની ખાનગી વાતો, જે તેઓના જીવને જોખમમાં મુકે, એને ઉઘાડી પાડતાં નથી. આવા પ્રમાણિક લોકો ખરેખર મંડળ માટે કેટલાં આશીર્વાદરૂપ છે.

કીમતી રત્નો

g૨૦.૧ ૧૧, બૉક્સ

ચિંતામાંથી રાહત આપતાં પગલાં

દયાભાવ બતાવો, સ્ટ્રેસ ભગાવો

‘દયાળુ માણસ પોતાની જાતનું હિત કરે છે; પણ ક્રૂર માણસ પોતાના શરીરને દુઃખમાં નાખે છે.’—નીતિવચનો ૧૧:૧૭.

તણાવ દૂર કરવાને લગતા એક પુસ્તક ઓવરકમિંગ સ્ટ્રેસમાં એક પ્રકરણનું શીર્ષક આમ છે, ‘દયાભાવથી તમારા સ્ટ્રેસને ખતમ કરો.’ ટીમ કેન્ટોફર નામના ડૉક્ટરનું માનવું છે કે, બીજાઓને દયા બતાવવાથી પોતાની તંદુરસ્તી અને ખુશી વધી શકે છે. બીજી બાજુ, ક્રૂર કે દયા વગરની વ્યક્તિ બીજાઓ સાથે ન ભળવાથી એકલી પડે છે અને દુઃખી થાય છે.

આપણા પોતાના કિસ્સામાં પણ એ સાચું છે. આપણે પહોંચી ન વળીએ એવા આકરા અથવા અશક્ય બાબતોનો ભાર પોતાના પર લાદી ન દઈએ. આપણે પોતાને સાવ નકામા પણ ન ગણીએ. ઈસુ ખ્રિસ્તે કહ્યું, “તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.”—માર્ક ૧૨:૩૧.

[ફૂટનોટ]

a શબ્દોની સમજ: યહોવાએ આપણને એક આવડત આપી છે જેને બાઇબલ અંતઃકરણ કહે છે. (રોમ. ૨:૧૫; ૯:૧) એની મદદથી આપણે પોતાનાં વિચારો, લાગણીઓ અને કાર્યો તપાસીને ખરું-ખોટું પારખી શકીએ છીએ. બાઇબલમાં આપેલાં યહોવાનાં ધોરણોને આધારે આપણાં વાણી-વર્તન અને વિચારો ખરાં છે કે ખોટાં એ નક્કી કરવું જોઈએ. એમ કરવામાં આવે તો જ એને બાઇબલ પ્રમાણે કેળવાયેલું અંતઃકરણ કહેવાય.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો