૫૦
ઈશ્વરનો મધુર પ્રેમ
૧. સાચો પ્રેમ વહે, યહોવાને ચરણે
મીઠો છે
મધુર છે
મોટી ભૂલ થઈ જાય, ભલે આપણાથી તો
માફ કરે છે
પ્રેમ રેડે છે
પ્યાલો એ પ્રેમનો, એકબીજાને ધરીએ
છલકતો રાખ્યે, એ ઢોળી ન દઈએ
હોલવી શકે છે, નફરતના અંગારા
આ તો છે પ્રેમ
યહોવાનો પ્રેમ
૨. દિલમાં ભરીશું તારા પ્રેમનો પ્યાલો
રેડીશું
ભીંજવીશું
એકબીજા પર પ્રેમ, હંમેશાં રેડીશું
ન હારીશું
ન થાકીશું
ભૂંસી નાખીશું, તેઓની ભૂલોને
મદદ કરીશું, સથવારો આપીશું
દયા બતાવʼશું તો આપણે રહીશું
સાચા પ્રેમમાં
ઈશ્વરના પ્રેમમાં
૩. સુગંધી, રંગીન ફૂલોની જેમ ખીલું
હું તારા
પ્રકાશમાં
તારા પ્રકાશની, કવિતા રમે છે
મારે હોઠે
મારે હૈયે
દરેક ભક્તોનાં, સોનેરી હૃદયમાં
હે મારા ઈશ્વર, તારું નામ રહે છે
ગમે ત્યાં જાઉં હું, મુજ હોઠે ઝરે છે
એ તારો પ્રેમ
ને આ મારો પ્રેમ
(રોમ. ૧૨:૧૦; એફે. ૪:૩; ૨ પીત. ૧:૭ પણ જુઓ.)