૪૭
ખુશખબર જણાવીએ
૧. ઈશ્વરના રાજ્યના સંદેશાનો પડદો
ધીમે ધીમે પરમેશ્વરે ખોલી દીધો
માંડ માંડ પાપનાં બોજાં ઊંચકી ચાલતો માનવી
એ જોઈને યહોવાને દયા ખૂબ આવી
બધાને બચવા માટે ખોલ્યો એક રસ્તો
પહેરાવ્યો ઈસુને માથે મુગટ રાજાનો
તે ધરતી પર ફરી સુખ-શાંતિ લાવવાનો
આ છે યહોવાના રાજ્યનો સંદેશો
૨. માનવી પર યહોવાને દયા ખૂબ આવી
મોતનો ડંખ કાઢી નાખ્યો આપણાં માથેથી
બધાને ખબર પડશે કે એક ઈશ્વર છે
જે સૌનાં જીવનમાં ફરી રોનક લાવશે
એના નામની બધા આ ખુશખબર જાણે
આપણી સાથે છે દૂતો કદી એ ન ભૂલ્યે
આકાશ-ધરતીનાં પરમેશ્વર યહોવા છે
આ ખુશખબર હર ખૂણે જઈને જણાવ્યે
(માર્ક ૪:૧૧; પ્રે.કૃ. ૫:૩૧; ૧ કોરીં. ૨:૧, ૭ પણ જુઓ.)