૨૬
યહોવા સાથે ચાલ
૧. યહોવાની સાથે તું ચાલ
હાથ તેનો પકડી રાખ
કઠિન ભલે લાગે આ માર્ગ
તે આપશે તને બળ
ન ઠેસ તને પહોંચાડે કોઈ
પગ તારો લપસે નઈ
યહોવા છે તારી પાસે
દયાભાવ તું રાખજે
૨. યહોવાની સાથે તું ચાલ
બૂરાઈથી તું દૂર ભાગ
યહોવાની વાતો સાંભળ
ધ્યાન દઈને તું સાંભળ
સુંદર વાતો પર ચિત્ત લગાડ
મન તું પરોવી રાખ
થાક્યા વગર તું ચાલ્યા કર
રસ્તાની છે ખબર
૩. યહોવાની સાથે તું ચાલ
હવે શાંતિથી ચાલ
ઊંચક નહિ બોજો માથે
તું રાખ સંતોષ સાથે
ચાલતાં ચાલતાં ગીત ગાતા જાવ
ભક્તિ ગીત ગાતા જાવ
આ રસ્તે બીજાને ચલાવ
ઈશ્વર પાસે બોલાવ
(ઉત. ૫:૨૪; ૬:૯; ફિલિ. ૪:૮; ૧ તીમો. ૬:૬-૮ પણ જુઓ.)