૫૨
દિલની સંભાળ રાખીએ
૧. દિલની સંભાળ જો ન રાખ્યે
એ દગો દઈ દેશે
વિના લંગર નાવની જેમ એ
ભટકતું થઈ જશે
યહોવા પારખી શકે છે
સૌ લોકોનાં દિલને
દિલ પર તું કાબૂ રાખીને
રેʼજે ઈશ્વર પાસે
૨. પગે પડીને તું આજે
ધૂપ દુઆની કરજે
યહોવાની પાસે જઈને
દિલ તારું ઠાલવજે
તારા જીવનમાં ઉતારજે
તું ઈશ્વરના બોલને
કસોટી હવે દૂર તને
ઈશ્વરથી ન કરે
૩. ઈશ્વર બધું જોઈ શકે છે
આંખ એણે ઘડી છે
દિલમાં પાપ છુપાવી ન દે
તો ઈશ્વર સાથ દેશે
દિલ પર ડાઘ ન આવવા દેજે
સંભાળ એની રાખજે
ઈશ્વર બોલનાં ટીપે-ટીપે
દિલને ભીંજવી રાખજે
(ગીત. ૩૪:૧; ફિલિ. ૪:૮; ૧ પીત. ૩:૪ પણ જુઓ.)