૨૦
સભાને આશિષ દો
૧. મારી ઝોળી ફેલાવીને
બેસું હું તારે દ્વારે
પામીને આશિષ હું તારા
દુઆ કરું હું તને
૨. હું તારે ચરણે બેસીને
સાંભળું તારા બોલ આજે
તારા નિયમ, તારા ફરમાન
લખી દઉં સૌના દિલમાં
૩. હે પ્રભુ રાખ તું મારી લાજ
ન તૂટે ન છૂટે સાથ
મારી રગેરગ કહે છે
એક તું છો સૌથી મહાન
(ગીત. ૨૨:૨૨; ૩૪:૩; યશા. ૫૦:૪ પણ જુઓ.)