વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • sn ગીત ૧૩
  • મારી આરાધના સાંભળી લે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • મારી આરાધના સાંભળી લે
  • યહોવા માટે ગાઓ
  • સરખી માહિતી
  • યહોવાનું સોનેરી રાજ
    યહોવા માટે ગાઓ
  • ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • રાજ્યનું ગીત ગાઈએ
    યહોવા માટે ‘ખુશીથી ગાઓ’
  • એક નવું ગીત
    યહોવા માટે ગાઓ
વધુ જુઓ
યહોવા માટે ગાઓ
sn ગીત ૧૩

૧૩

મારી આરાધના સાંભળી લે

(ગીતશાસ્ત્ર ૯૫:૨)

૧. હે દરિયા દિલ હે દયાળુ સાગર

ખોલીને દિલ તને કરું પોકાર

આવું યહોવા હું તારે દ્વારે

માથું નમાવીને તારે ચરણે

કાચી માટીનું હું છું એક ઠીકરું

મારી આરાધનાને સાંભળી લે તું

ઘોર અપરાધોને ક્ષમા કરી દે

મારી ભૂલચૂકને તું માફ કરી દે

૨. મારાં વ્હેતાં આંસુઓની નદી

રેડું છું હું આજે તારે ચરણે

તારા સિંહાસનમાંથી નીતરે છે

અમૃત પી લઉં તારી વાણીનું એ

દુનિયામાં તારા સિવાય કોણ મારું

તારે દ્વારે દિનરાત બેસી રહું

હર પલ મુજને અહીં મળી રહે

તારો મીઠો પ્રેમ જે નહિ ખૂટે

૩. મૂક તારો પ્રેમાળ હાથ મારે માથે

આશિષ આપ, પ્રીતિ આપ, આપ તું શક્તિ

દોરી શકું જેથી તારે ચરણે

દુઃખી ગરીબ લાચાર સૌ જનોને

કોઈ નિરાશ દિલ આવે તારે દ્વારે

તો તું મીઠો આપીશ આવકાર એને

ઓ મારા પ્રભુ ઓ મારા ખુદા

આ છે મારી પ્રાર્થના આ છે દુઆ

(ગીત. ૬૫:૨, ૪, ૧૧; ફિલિ. ૪:૬ પણ જુઓ.)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો