૩૧
અમે યહોવાના સાક્ષી
૧. મૂર્તિ સોના-ચાંદીની
માણસે પોતે ઘડી
એના તો છે હોઠો
પણ બોલતી નથી
આંખ છે પણ દેખતી નથી
કાન છે પણ સુણતી નથી
પગ છે પણ ચાલી શકતી નથી
નાકે સૂંઘી શકતી નથી
(ટેક)
તું યહોવા ઈશ્વર છે
તને ભજીશું અમે
સૌ લોકોને ખબર પડશે કે
તું સાચો પરમેશ્વર છે
૨. કાને કાને સંભળાવ્યે
હર લોકોને જણાવ્યે
યહોવા મહાન છે
એ તેનું નામ છે
જેઓ કાને સાંભળે છે
અંધકારમાંથી છૂટે છે
તેઓ પણ બીજાને છોડાવશે
આપણી સાથો-સાથ જોડાશે
(ટેક)
તું યહોવા ઈશ્વર છે
તને ભજીશું અમે
સૌ લોકોને ખબર પડશે કે
તું સાચો પરમેશ્વર છે
૩. હૈયામાં હિંમત ભરો
ઈશ્વર નામ પ્રગટ કરો
ઈશ્વર પ્રીત જગાડો
હરેકના દિલમાં
ભટકતા સૌ લોકોને
ઈશ્વરને માર્ગે દોરો
એ માર્ગે છે જીવનનો ઝરો
એ માર્ગે છે સુખનો દીવો
(ટેક)
તું યહોવા ઈશ્વર છે
તને ભજીશું અમે
સૌ લોકોને ખબર પડશે કે
તું સાચો પરમેશ્વર છે
(યશા. ૩૭:૧૯; ૫૫:૧૧; હઝકી. ૩:૧૯ પણ જુઓ.)