વિશ્વ પર નજર
મેક્સિકોનો અખાત
એપ્રિલ ૨૦૧૦માં તેલ કાઢવાની રિગ પર મોટો અકસ્માત થયો. એના લીધે ત્રણેક મહિના સુધી તેલ અને ગેસ મોટી માત્રામાં દરિયાના પાણીમાં ફેલાતાં રહ્યાં. સંશોધકોની એક ટીમને જોવા મળ્યું કે એના અઢી મહિના પછી દરિયાના પાણીમાંથી પ્રદુષણ ફેલાવનારાં અમુક રસાયણો ગાયબ થઈ ગયાં. અમુક પ્રકારનાં બૅક્ટેરિયા પ્રદુષણ ફેલાવતાં મિથેનને જાણે ગળી ગયાં. જોકે, અમુક નિષ્ણાતો એ બાબત પર શંકા ઉઠાવે છે. તેઓનું માનવું છે કે મોટા ભાગનું તેલ સમુદ્રના તળીયે બેસી ગયું છે.
રશિયા
ન્યૂઝપેપર રસીકાયા ગઝેટાના અહેવાલ પ્રમાણે રશિયામાં ૧૮થી ૩૫ વર્ષના લોકોનો એક સર્વે થયો હતો. એમાંના ૫૯ ટકા લોકોનું માનવું છે કે, ‘જીવનમાં સફળ થવા કેટલીક વાર સારાં ધોરણો અને સંસ્કારોને માળીયે મૂકવાં પડે.’
પેરુ
મકાઈના ખૂબ જ જૂના ડોડા મળી આવ્યા છે. (ઉપરનું ચિત્ર જુઓ) એ ડૂંડા પરથી જાણવા મળ્યું છે કે ઓછામાં ઓછા ૩૦૦૦ વર્ષ પહેલાં ઉત્તરીય પેરુના રહેવાસીઓ મકાઈમાંથી ધાણી અને લોટ બનાવતાં હતાં.
ઇટાલી
એદ્રિયા રોવીગોના કૅથલિક બિશપ લુચિયો સારાવીટો દે ફ્રેન્ચેસ્કી માને છે કે, ધાર્મિક સંદેશો લોકોના ઘરે જઈને આપવો જોઈએ. તે કહે છે કે, ‘લોકોએ ચર્ચમાં આવવાને બદલે પાસ્ટરે તેઓના ઘરે જવું જોઈએ.’
દક્ષિણ આફ્રિકા
ગેંડાના શિંગડાં દવામાં ઉપયોગી છે. એ કારણે કાળા બજારમાં એની કિંમત કિલોગ્રામે ૬૫,૦૦૦ ડૉલર સુધી પહોંચી ગઈ છે. ૨૦૧૧માં ફક્ત દક્ષિણ આફ્રિકામાં ૪૪૮ ગેંડાઓને ગેર કાયદેસર રીતે મારી નાખવામાં આવ્યા. શિંગડાં ચોરી કરવા ટોળીઓએ યુરોપના મ્યુઝિયમોનાં અને કિંમતી વસ્તુઓની લિલામી કરતી જગ્યાઓનાં તાળાં તોડ્યાં. યુરોપના પ્રાણી સંગ્રહાલયોના ગેંડાઓ પણ સુરક્ષિત નથી. (g13-E 01)
[પાન ૩ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
Photo by John Kepsimelis, U.S Coast Guard
[પાન ૩ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
Courtesy STRI
[પાન ૩ પર ચિત્ર]
[ક્રેડીટ લાઈન]
© llukee/Alamy