વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g ૧/૧૩ પાન ૧૪-૧૫
  • ફિરદોસ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ફિરદોસ
  • સજાગ બનો!—૨૦૧૩
  • મથાળાં
  • સરખી માહિતી
  • ફિરદોસ શું છે?
  • ફિરદોસ ક્યાં છે?
  • ફિરદોસમાં કોણ રહેશે?
  • જીવનના બાગની આતુરતાથી રાહ જોઈએ!
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી?
    ઈશ્વર પાસેથી ખુશખબર!
  • બાગ જેવી સુંદર પૃથ્વી—સપનું કે હકીકત?
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (જનતા માટે)—૨૦૧૭
  • ઈશ્વર આ પૃથ્વીને સુંદર બનાવશે
    સાચા ઈશ્વરને ઓળખો
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૩
g ૧/૧૩ પાન ૧૪-૧૫

બાઇબલ શું કહે છે?

ફિરદોસ

ફિરદોસ શું છે?

લોકો શું કહે છે? અમુક લોકો વિચારે છે કે ફિરદોસ કે પેરેડાઈઝ (પારાદૈસ) ફક્ત વાર્તાઓમાં છે, હકીકત નથી. બીજા કેટલાક માને છે કે એ તો બગીચા જેવી કાલ્પનિક જગ્યા છે, જેમાં ભલા માનવીઓ હંમેશ માટે જીવે છે, આનંદ કરે છે અને સારાં કામ કરે છે.

બાઇબલ શું કહે છે? માણસનું પહેલું ઘર એદન બાગ હતું. એ બાગને દર્શાવવા ઘણી વાર ફિરદોસ કે પેરેડાઈઝ શબ્દ વપરાય છે. (ઉત્પત્તિ ૨:૭-૧૫) બાઇબલ જણાવે છે કે એ બાગ પૃથ્વી પર હતો. પ્રથમ સ્ત્રી-પુરુષને એમાં રાખવામાં આવ્યાં હતાં, જ્યાં તેઓ કદીએ બીમાર થવાનાં ન હતાં અને મરવાનાં ન હતાં. (ઉત્પત્તિ ૧:૨૭, ૨૮) પણ, ઈશ્વરનું કહેવું માન્યું ન હોવાથી તેઓએ એ સુંદર બગીચામાંથી નીકળવું પડ્યું. જોકે, બાઇબલમાં ભાખવામાં આવ્યું છે કે આવનાર સમયમાં મનુષ્યો બગીચા જેવી સુંદર ધરતીનો ફરી આનંદ માણશે.

તમારા માટે એ જાણવું કેમ મહત્ત્વનું છે? ઈશ્વર પ્રેમાળ છે. તેથી, એ માનવું અઘરું નથી કે તે પોતાના ભક્તોને ફિરદોસ કે બાગ જેવી દુનિયામાં સારું જીવન આપશે. તેમ જ, જણાવશે કે આશીર્વાદ મેળવવા લોકોએ શું કરવું જોઈએ. બાઇબલ જણાવે છે કે ઈશ્વરના આશીર્વાદ મેળવવા તેમને સારી રીતે ઓળખીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ.—યોહાન ૧૭:૩; ૧ યોહાન ૫:૩.

‘યહોવા ઈશ્વરે એદનમાં એક વાડી બનાવી; અને એમાં પોતાના બનાવેલા માણસને રાખ્યો.’—ઉત્પત્તિ ૨:૮.

ફિરદોસ ક્યાં છે?

લોકો શું કહે છે? અમુક માને છે કે ફિરદોસ સ્વર્ગમાં છે. બીજાઓ દાવો કરે છે કે આવનાર દિવસોમાં પૃથ્વી પર એને સ્થાપવામાં આવશે.

બાઇબલ શું કહે છે? મનુષ્યોને રહેવા માટે પૃથ્વી પર ફિરદોસ બનાવ્યો હતો. ઈશ્વરે પૃથ્વીને મનુષ્યોનું હંમેશ માટેનું ઘર બનાવી છે. બાઇબલ કહે છે કે આપણી ધરતીનો ક્યારેય નાશ નહિ થાય. (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) વધુમાં, એ જણાવે છે: “આકાશો તે યહોવાનાં આકાશો છે; પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.”—ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬.

એટલે, બાઇબલમાં વાંચીએ કે ઈશ્વર આ ધરતીને સુંદર બનાવી દેશે ત્યારે નવાઈ લાગતી નથી. એમાં વસનારા માણસોને ઈશ્વર સદાનું જીવન આપશે. એકતા અને સુખ-શાંતિ ચારેય બાજુ હશે. દુઃખ-દર્દનું નામોનિશાન નહિ રહે. લોકો આ પૃથ્વીની અદ્‍ભૂત બાબતો અને ઊપજનો ભરપૂર આનંદ માણી શકશે.—યશાયા ૬૫:૨૧-૨૩.

‘ઈશ્વરનો મંડપ માણસોની સાથે છે. મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

ફિરદોસમાં કોણ રહેશે?

લોકો શું કહે છે? ઘણા ધર્મો શીખવે છે કે ફક્ત સારાં લોકો જ એમાં રહેશે. જોકે, સારી વ્યક્તિ બનવા શું કરવું જોઈએ એ વિશે ઘણી અલગ અલગ માન્યતાઓ છે. કેટલાક વિચારે છે કે ધાર્મિક વિધિઓ અથવા મંત્રોનું રટણ કરવું પૂરતું છે.

બાઇબલ શું કહે છે? બાઇબલ શીખવે છે કે “ન્યાયીઓ” સુંદર ધરતી પર હંમેશ માટે જીવશે. પણ ઈશ્વરની નજરે ન્યાયી કોણ છે? ધાર્મિક વિધિઓ કર્યા કરે પણ ઈશ્વરના કહ્યાં પ્રમાણે કરતા નથી, તેઓને તે ન્યાયી ગણતા નથી. બાઇબલ કહે છે: “યહોવાને અર્પણો વધારે ગમે છે કે તેમની આજ્ઞાનું પાલન ગમે છે? અર્પણો કરતાં તેમની આજ્ઞાનું પાલન બહેતર છે.” (૧ શમૂએલ ૧૫:૨૨, ઈઝી-ટુ-રીડ વર્ઝન) આમ, સાદા શબ્દોમાં કહીએ તો બાઇબલમાં આપેલી ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલતા “ન્યાયીઓ” બગીચા જેવી સુંદર ધરતી પર જીવશે.

તમે શું કરી શકો? ઈશ્વરની આજ્ઞા પાળવા, ફક્ત ધાર્મિક વિધિઓ કરવી જ પૂરતી નથી. તમારા રોજબરોજના કામોથી, તમે ઈશ્વરને ખુશ કરશો અથવા દુઃખ પહોંચાડશો. બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને ઈશ્વરને ખુશ કરવાનું તમે શીખી શકો છો. ઈશ્વરને ખુશ કરવા મુશ્કેલ નથી. બાઇબલ કહે છે કે, “તેની આજ્ઞાઓ ભારે નથી.” (૧ યોહાન ૫:૩) તમે ઈશ્વરની આજ્ઞાઓ પાળશો તો, તે ચોક્કસ તમને સુંદર ધરતી પર જીવનની ભેટ આપશે. (g13-E 01)

‘ન્યાયીઓ પૃથ્વીનો વારસો પામશે, અને એમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

[પાન ૧૪ પર ચિત્ર]

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો