વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g16 નં. ૨ પાન ૧૬
  • સંબંધો પર એક નજર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સંબંધો પર એક નજર
  • સજાગ બનો!—૨૦૧૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • ભારત
  • ડેનમાર્ક
  • અમેરિકા
  • લગ્‍ન વગર સાથે રહેવા વિશે પવિત્ર શાસ્ત્રમાં શું જણાવ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • શું લગ્‍ન પહેલાં સાથે રહેવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૦
  • લગ્‍ન, પ્રેમાળ ઈશ્વર તરફથી એક ભેટ
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • સુખી લગ્‍નજીવનની ચાવી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
સજાગ બનો!—૨૦૧૬
g16 નં. ૨ પાન ૧૬
એક પુરુષ એક સ્ત્રી સાથે બોલાચાલી કરી રહ્યો છે

વિશ્વ પર નજર

સંબંધો પર એક નજર

સંબંધોની વાત આવે ત્યારે, શું તમે બાઇબલની સલાહ લેવાનું પસંદ કરો છો? જાણો કે કઈ રીતે એની પ્રાચીન સલાહ, આજે નિષ્ણાતો દ્વારા થતી શોધની સુમેળમાં છે.

ભારત

વર્ષ ૨૦૧૪માં કરાયેલો સર્વે જણાવે છે: ૧૮થી ૨૫ વર્ષના ૬૧ ટકા યુવાનો માને છે કે લગ્‍ન પહેલાં જાતીય સંબંધ બાંધવો ‘હવે આ દેશમાં સામાન્ય બની ગયું છે.’ મુંબઈના એક ડૉક્ટરે હિન્દુસ્તાન ટાઈમ્સને પોતાનો આવો વિચાર જણાવ્યો: ‘લગ્‍ન પહેલાં જો યુવાનો જાતીય સંબંધ બાંધે, તો જરૂરી નથી કે તેઓ લગ્‍ન વિશે વિચારે છે. ભલેને, ફક્ત એક રાતની મજા માટે, લગ્‍ન વિના સાથે રહેતી વખતે, કે પછી વિચાર્યા વગર એ સંબંધ બાંધ્યા હોય. એવા સંબંધો માટે એકબીજાને વચનબદ્ધ હોવું તેઓ પ્રમાણે જરૂરી નથી.’

આના વિશે વિચાર કરો: જાતીય સંબંધોથી લાગનાર ચેપી રોગો અને લાગણીઓને પહોંચતી ઠેસ માટે આપણે કોને જવાબદાર ગણીશું: લગ્‍ન પહેલાંના જાતીય સંબંધને કે, લગ્‍ન પછીના સંબંધોને?—૧ કોરીંથી ૬:૧૮.

ડેનમાર્ક

કુટુંબમાં વાતે વાતે બોલાચાલી કરતી વ્યક્તિઓને ૩૫-૫૦ની ઉંમરે મરણ થવાનું જોખમ બમણું હોય છે. કૉપનહેગનની એક યુનિવર્સિટીના સંશોધકોએ ૧૧થી વધુ વર્ષ સુધી, મધ્યમ વયની આશરે ૧૦,૦૦૦ વ્યક્તિઓ પર અભ્યાસ કર્યો હતો. તેઓને જાણવા મળ્યું કે શાંતિ જાળવતી વ્યક્તિઓની સરખામણીમાં બોલાચાલી કરતી વ્યક્તિઓને નાની ઉંમરે મરણ થવાનું જોખમ વધુ હોય છે. એ સર્વેના લેખક કહે છે કે ચિંતાઓ, માંગણીઓ અને મતભેદોને સારી રીતે હાથ ધરવાને તો, ‘નાની ઉંમરે આવતા મરણને ટાળવાનો સારો ઉપાય કહી શકાય.’

પવિત્ર શાસ્ત્ર કહે છે: “થોડાબોલો માણસ શાણો છે; અને ઠંડા મિજાજનો માણસ બુદ્ધિમાન હોય છે.”—નીતિવચનો ૧૭:૨૭.

અમેરિકા

“સાઇક્લિકલ કપલ”—એવું યુગલ જે લગ્‍ન પહેલાં મિલન વાયદા દરમિયાન છૂટું થયું હોય અને પાછું ભેગું પણ થયું હોય. લુઇઝિઍનામાં ૫૬૪ નવપરિણીત યુગલો પર એક સર્વે કરવામાં આવ્યો હતો. એ સર્વે પરથી જાણવા મળ્યું કે, સાઇક્લિકલ યુગલ લગ્‍નનાં પ્રથમ ૫ વર્ષ દરમિયાન અમુક મુદ્દત માટે છૂટું થાય એવી શક્યતા વધારે હોય છે. ઉપરાંત, એવાં યુગલોમાં મતભેદો અને લગ્‍નજીવનથી અસંતોષની લાગણી વધુ જોવા મળે છે.

પવિત્ર શાસ્ત્ર કહે છે: “ઈશ્વરે જેને જોડ્યું છે [લગ્‍નથી] તેને માણસે જુદું પાડવું નહિ.”—માથ્થી ૧૯:૬. (g16-E No. 2)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો