વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g17 નં. ૨ પાન ૮-૯
  • બાળકોને નમ્ર બનવાનું શીખવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બાળકોને નમ્ર બનવાનું શીખવો
  • સજાગ બનો!—૨૦૧૭
  • મથાળાં
  • સરખી માહિતી
  • મુશ્કેલી
  • તમારે શું જાણવું જોઈએ?
  • તમે શું કરી શકો?
  • નમ્ર બનવા શું કરવું જોઈએ?
    સજાગ બનો!—૨૦૧૯
  • નમ્ર બનતા શીખો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
  • કઈ રીતે મુશ્કેલીઓમાં હિંમત રાખી શકાય?
    સજાગ બનો!—૨૦૧૯
  • ઈસુએ નમ્રતાનો દાખલો બેસાડ્યો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
સજાગ બનો!—૨૦૧૭
g17 નં. ૨ પાન ૮-૯
એક છોકરો ચાહે છે કે મમ્મી તેની સેવાચાકરી કરેએક છોકરો ચાહે છે કે મમ્મી તેની સેવાચાકરી કરે

કુટુંબ માટે મદદ | બાળકોનો ઉછેર

બાળકોને નમ્ર બનવાનું શીખવો

મુશ્કેલી

  • તમારો ૧૦ વર્ષનો દીકરો ખૂબ ઘમંડી છે!

  • તે ચાહે છે કે લોકો તેને ખાસ ગણે, સ્પેશિયલ ગણે!

તમને કદાચ થાય: “આને શું થયું છે? હું ચાહું છું કે તે પોતાને નકામો ન ગણે. પરંતુ, તેણે પોતાને બીજાઓ કરતાં ચઢિયાતો પણ ન ગણવો જોઈએ!”

શું બાળકનું સ્વમાન ઘવાયા વગર તેને નમ્ર બનવાનું શીખવી શકાય?

એક છોકરી રાજકુમારીની જેમ બેઠી છે અને તેનાં મમ્મી-પપ્પા તેને નમન કરે છે

તમારે શું જાણવું જોઈએ?

તાજેતરના દાયકાઓમાં, માતા-પિતાને ઉત્તેજન આપવામાં આવે છે કે તેઓ બાળકની જિદ્દ આગળ નમે, વાતે વાતે તેની વાહવાહ કરે અને શિસ્ત ન આપે. એવું માનવામાં આવતું કે જો બાળકોને અહેસાસ કરાવવામાં આવે કે તેઓ ખાસ છે, બધા કરતાં સ્પેશિયલ છે, તો તેઓ મોટા થઈને પોતાનું માન જાળવી શકશે. પરંતુ, એ બધાનું કેવું પરિણામ આવ્યું છે? જનરેશન મી નામનું પુસ્તક જણાવે છે: “આવી રીત અપનાવવાને લીધે સભ્ય અને ખુશહાલ બાળકોને બદલે, સ્વાર્થી બાળકોની સેના ઉત્પન્‍ન થઈ ગઈ છે.”

ઘણાં બાળકોની વગર વાતે ખુશામત કરવામાં આવે છે. એના લીધે તેઓ નિરાશા, ટીકા અને નિષ્ફળતાનો સામનો નથી કરી શકતાં. તેઓને નાનપણથી પોતાના વિશે જ વિચારવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એવા સ્વાર્થી વલણને લીધે મોટા થઈને તેઓ દોસ્તી કે સંબંધો સાચવી નથી શકતા. પરિણામે, તેઓમાંનાં ઘણાં આજે ચિંતા અને નિરાશાથી પીડાઈ રહ્યા છે.

નકામી વાહવાહ કરવાથી બાળકોમાં સ્વમાન કેળવાતું નથી. બીજાઓ પાસેથી માન મેળવવા તેઓએ મહેનત કરીને કંઈક હાંસલ કરવું પડે. પોતાની આવડત પર ભરોસો રાખવો ખોટું નથી, પરંતુ ફક્ત એટલું પૂરતું પણ નથી. બાળકે નાનપણથી જ સારી આવડતો શીખવી પડશે, એની પ્રેક્ટિસ કરવી પડશે અને એમાં સુધારો કરતા રહેવું પડશે. (નીતિવચનો ૨૨:૨૯) તેઓએ બીજાઓની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. (૧ કોરીંથીઓ ૧૦:૨૪) જોકે, એ બધું કરવું નમ્રતા માંગી લે છે.

તમે શું કરી શકો?

પ્રશંસાને પાત્ર ખરેખર કંઈક કર્યું હોય, ત્યારે જ પ્રશંસા કરો. જો તમારી દીકરી પરીક્ષામાં સારા માર્ક્સ લાવે, તો તેને શાબાશી આપો. જો તેના માર્ક્સ સારા ન આવે, તો તરત શિક્ષકોનો વાંક ન કાઢશો. એનાથી તમારી દીકરી માટે નમ્રતા કેળવવી અઘરું બનશે. એના બદલે, તેને એ જોવા મદદ કરો કે બીજી પરીક્ષામાં તે કઈ રીતે સારા માર્ક્સ લાવી શકે. પછી, જ્યારે સારા માર્ક્સ લઈ આવે ત્યારે દિલથી તેના વખાણ કરો.

જરૂર હોય ત્યારે શિસ્ત આપો. શિસ્ત આપવાનો એવો અર્થ નથી કે બાળકની નાની નાની ભૂલો માટે તેને ટોક્યા કરીએ. (કોલોસીઓ ૩:૨૧) પરંતુ, કોઈ મોટી ભૂલ કરી બેસે ત્યારે શિસ્ત આપવામાં પાછી પાની ન કરો. બાળક ખરાબ વલણ બતાવે ત્યારે પણ શિસ્ત આપવાની જરૂર છે. કારણ કે, શિસ્ત નહિ આપો તો, એ ખરાબ વલણ બાળકના સ્વભાવમાં વણાઈ જશે.

ધારો કે, તમારા દીકરાને બીજાઓ આગળ બડાઈ મારવાની ટેવ પડી ગઈ છે. સુધારો કરવામાં નહિ આવે, તો તે સ્વાર્થી બની જશે, બીજાઓને નીચા ગણશે. તેથી, બાળકને સમજાવો કે બડાઈ મારવાથી તેનું નામ ખરાબ થશે અને કદાચ તેણે પોતે નીચું જોવાનો વારો આવશે. (નીતિવચનો ૨૭:૨) તેને એ પણ સમજાવો કે એક સમજુ બાળક પોતાની આવડત વિશે ઢંઢેરો નહિ પીટે. આવી પ્રેમાળ શિસ્તને લીધે બાળક પોતાનું સ્વમાન ઘવાયા વગર નમ્રતા શીખી શકે છે.—બાઇબલ સિદ્ધાંત: માથ્થી ૨૩:૧૨.

જીવનની હકીકતોનો સામનો કરવા બાળકને તૈયાર કરો. બાળકની દરેક જિદ્દ પૂરી કરવામાં આવે તો, તેને લાગશે કે એ મેળવવું તેનો હક્ક છે. દાખલા તરીકે, જો બાળકની કોઈ ઇચ્છા પૂરી કરવી તમારા ગજા બહાર હોય, તો તેને સમજાવો કે નક્કી કરેલા પૈસામાં ગુજરાન ચલાવવું શા માટે જરૂરી છે. જો ફરવા જવાનો કે રજા માણવાનો પ્લાન પડતો મૂકવો પડે, તો તેને સમજાવો કે જીવનમાં આવા ઉતાર-ચઢાવ આવતા રહેશે. કદાચ તમે જણાવી શકો કે એવી નિરાશાનો તમે કઈ રીતે સામનો કરો છો. બાળકના જીવનમાં આવતી એકેએક તકલીફો આગળ તમે ઢાલ બનશો તો, બાળક પડકારો ઝીલવાનું શીખી નહિ શકે. સારું થશે કે તેને ભાવિમાં આવનાર પડકારોનો સામનો કરવાનું શીખવો.—બાઇબલ સિદ્ધાંત: નીતિવચનો ૨૯:૨૧.

ઉદારતાથી આપવાનું શીખવો. બાળકને અહેસાસ કરાવો કે, “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.” (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૩૫) તમે કઈ રીતે એમ કરી શકો? ભેગા મળીને તમે એવા લોકોની યાદી બનાવી શકો, જેઓને મદદની જરૂર છે. જેમ કે, કદાચ ખરીદી કરવા, ક્યાંક આવવા-જવા અથવા કશાની મરામત કરવા. એવા લોકોને મદદ કરવા જાઓ ત્યારે બાળકને સાથે લઈ જાઓ. બાળક જોઈ શકશે કે બીજાઓની દિલથી કાળજી લઈને તમે કેટલા ખુશ છો અને સંતોષ અનુભવો છો. આમ, તમારા દાખલા પરથી બાળક નમ્રતાનો બોધપાઠ શીખી શકશે! શીખવવાની કેટલી અસરકારક રીત!—બાઇબલ સિદ્ધાંત: લુક ૬:૩૮.

વધુ માહિતી માટે અહીં આપેલો કોડ સ્કેન કરો અથવા અમારી વેબસાઇટ jw.org પર જાઓ અને આ વિષય સર્ચ કરો: “સ્વાર્થી દુનિયામાં બાળકોને સારી રીતે ઉછેરવાં.”

મહત્ત્વની કલમો

  • “જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”—માથ્થી ૨૩:૧૨.

  • “જો નોકરને બાળપણથી જ લાડમાં ઉછેરવામાં આવે તો આખરે તેને અંકુશમાં રાખવો મુશ્કેલ બનશે.”—સભાષિતસંગ્રહ (નીતિવચનો) ૨૯:૨૧, કોમન લેંગ્વેજ.

  • “આપતા રહો.”—લુક ૬:૩૮.

બીજાઓને પોતાનાથી ચઢિયાતા ગણો

બાઇબલ જણાવે છે: “અદેખાઈ કે અભિમાનને લીધે કંઈ ન કરો, પણ નમ્રતાથી બીજાઓને તમારા કરતાં ચઢિયાતા ગણો. તમે ફક્ત પોતાનું જ નહિ, બીજાઓનું પણ ભલું જુઓ.”—ફિલિપીઓ ૨:૩, ૪.

જો બાળકને આ સિદ્ધાંતો પર પ્રેમ કરવાનું શીખવવામાં આવ્યું હશે, તો તેને સમજાશે કે દરેક વ્યક્તિ એક કે બીજી રીતે તેનાથી ચઢિયાતી છે. આમ, તે નમ્રતા કેળવી શકશે અને સ્વાર્થી વલણનો ખરાબ રંગ તેના પર નહિ લાગે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો