મિલ્ફોર્ડ સાઉન્ડ
દેશો અને લોકો
ન્યૂઝીલૅન્ડની મુલાકાત
આશરે ૮૦૦ વર્ષ અગાઉ માઉરી જાતિના લોકો પોતાનું વતન પૉલિનીશિયા છોડીને ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી થયા હતા. એ માટે તેઓએ હજારો કિલોમીટરની દરિયાઈ મુસાફરી કરી હતી. તેઓના વતનમાં ઘણી ગરમી હતી, પણ આ નવા પ્રદેશનું તાપમાન ઘણું ઓછું હતું. ઉપરાંત, આ પ્રદેશ પર્વતો, હિમનદીઓ, ગરમ પાણીના ઝરણાં અને બરફથી ભરપૂર હતો. માઉરી જાતિ ત્યાં આવી એના લગભગ ૫૦૦ વર્ષ પછી યુરોપની બીજી એક પ્રજાતિ ત્યાં વસવા આવી, એંગ્લો-સેક્સન. આજે, ન્યૂઝીલૅન્ડના મોટાભાગના લોકો એ બંને પ્રજાતિઓનાં રીતરિવાજો પાળે છે. લગભગ ૯૦ ટકા લોકો શહેરોમાં વસે છે. દુનિયાની રાજધાનીઓમાંથી ન્યૂઝીલૅન્ડની વેલિંગ્ટન રાજધાની દક્ષિણ ધ્રુવની સૌથી નજીક છે.
ઉત્તર ટાપુ પર ઉકળતા કાદવના કુંડ
ન્યૂઝીલૅન્ડમાં વિવિધ પ્રકારનું કુદરતી સૌંદર્ય જોવા મળે છે. એટલે કોઈ નવાઈ નથી કે, એ ટાપુ ઘણો દૂર હોવા છતાં દર વર્ષે લગભગ ૩૦ લાખ પર્યટકો ત્યાંની મુલાકાત લે છે.
સીલ્વર ફર્ન નામનું ઝાડ ૩૦ ફૂટ કરતાં ઊંચું ઊગી શકે છે
૧૯૪૮ સુધી એવું માનવામાં આવતું હતું કે તકાહે નામનું પક્ષી લુપ્ત થઈ ગયું છે
ત્યાંનું વન્યજીવન એકદમ અનોખું અને આશ્ચર્ય પમાડે એવું છે. ઊડી ન શકે એવા પક્ષીઓની સૌથી વધુ પ્રજાતિઓ ન્યૂઝીલૅન્ડમાં છે. ત્યાં ટૌટરા નામનું ગરોળી જેવું એક પ્રાણી છે, જે ૧૦૦ વર્ષ જીવી શકે છે! ત્યાંનાં અમુક સ્થાનિક પ્રાણીઓ ખૂબ પ્રચલિત છે. જેમ કે, સસ્તનપ્રાણીઓમાં ચામાચીડિયાની અમુક પ્રજાતિઓ અને દરિયાઈ જીવોમાં વ્હેલ અને ડૉલ્ફિન.
૧૨૦થી વધુ વર્ષોથી યહોવાના સાક્ષીઓનું કામ ન્યૂઝીલૅન્ડમાં ચાલી રહ્યું છે. તેઓ ઓછામાં ઓછી ૧૯ ભાષાઓમાં બાઇબલ સત્ય શીખવે છે, જેમાં ન્યૂઅન, રારોટોંગન, સમોઅન અને ટોંગન જેવી પૉલિનીશિયાની સ્થાનિક ભાષાઓનો પણ સમાવેશ થાય છે.
માઉરી પ્રજાના લોકો સ્થાનિક પહેરવેશમાં ગીત પર નૃત્ય કરે છે