વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • rr પાન ૧૦
  • ભક્તિ એટલે શું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ભક્તિ એટલે શું?
  • આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • સરખી માહિતી
  • સાચા ખ્રિસ્તીઓ સેવામાં આનંદ માણે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • સાચી ભક્તિ લાવે અનેરી ખુશી
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • “તું ફક્ત તારા ઈશ્વર યહોવાની ભક્તિ કર”
    આખી ધરતી પર યહોવાની ભક્તિ!
  • આપણી મિટિંગોની કદર કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
વધુ જુઓ
આખી ધરતી પર યહોવાની ભક્તિ!
rr પાન ૧૦
એક પરિવાર કુટુંબ તરીકેની ભક્તિ કરે છે.

બૉક્સ ૧-ક

ભક્તિ એટલે શું?

ભક્તિ એટલે “ઈશ્વરને માન આપવું અને તેમને પ્રેમ કરવો.” બાઇબલ જે ભાષાઓમાં લખાયું, એમાં “ભક્તિ” માટે જે શબ્દો વપરાયા છે, એના ઘણા અર્થ થાય છે. એનો એક અર્થ એ થાય કે મનુષ્યોને ઘણું માન આપવું અને તેઓનો આદર કરવો. (માથ. ૨૮:૯) એ શબ્દો ઈશ્વર અથવા બીજા દેવ-દેવીઓની ભક્તિ કરવાને પણ બતાવે છે. (યોહા. ૪:૨૩, ૨૪) એ શબ્દોનો મતલબ એની આસપાસની કલમો પરથી સમજી શકાય છે.

યહોવા આપણા સર્જનહાર છે અને તે આખા વિશ્વના માલિક છે. તે જ આપણી ભક્તિના હકદાર છે. (પ્રકટી. ૪:૧૦, ૧૧) આપણે માનીએ છીએ કે યહોવાને જ રાજ કરવાનો હક છે અને આપણે તેમના નામનો જયજયકાર કરીએ છીએ. આ રીતે આપણે તેમની ભક્તિ કરીએ છીએ. (ગીત. ૮૬:૯; માથ. ૬:૯, ૧૦) યહોવાનો રાજ કરવાનો અધિકાર અને તેમનું નામ, આ બે વિષયો હઝકિયેલના પુસ્તકમાં ચમકાવવામાં આવ્યા છે. ફક્ત હઝકિયેલના પુસ્તકમાં જ “વિશ્વના માલિક યહોવા” એ શબ્દો આશરે ૨૧૭ વાર અને તેઓએ “સ્વીકારવું પડશે કે હું યહોવા છું” એ શબ્દો આશરે ૫૫ વાર આવે છે.—હઝકિ. ૨:૪; ૬:૭.

યહોવાની ભક્તિ કરવા આપણને તેમનામાં શ્રદ્ધા હોય એટલું જ પૂરતું નથી. આપણે એવાં કામ પણ કરવાં જોઈએ, જે સાબિત કરે કે આપણે તેમની દિલથી ભક્તિ કરીએ છીએ. (યાકૂ. ૨:૨૬) જ્યારે આપણું જીવન યહોવાના હાથમાં સોંપ્યું, ત્યારે આપણે તેમને વચન આપ્યું કે તેમને આપણા માલિક માનીશું. દરેક સંજોગમાં તેમની આજ્ઞાઓ પાળીશું અને તેમના નામને ખૂબ માન આપીશું. ઈસુએ ત્રીજી લાલચ વખતે જે કહ્યું, એના પરથી ખબર પડે છે કે તેમણે ભક્તિને “પવિત્ર સેવા” સાથે જોડી. (માથ. ૪:૧૦) યહોવાના ભક્તો તરીકે આપણે તેમની દિલથી સેવા કરવા માંગીએ છીએ.a (પુન. ૧૦:૧૨) યહોવાની ભક્તિ કરવા માટે આપણે જે કોઈ કામ કરીએ અને આપણે જે કંઈ ત્યાગ કરીએ, એ આપણી પવિત્ર સેવા છે. કેવાં કામોને પવિત્ર સેવા કહેવાય?

ચિત્રો: યહોવાની ભક્તિ. ૧. બહેન સભામાં જવાબ આપે છે. ૨. ભાઈ-બહેનો મહાસંમેલનની જગ્યા સાફ કરે છે.

પવિત્ર સેવામાં યહોવાની ભક્તિને લગતાં ઘણાં કામો હોય છે. એ બધાં કામો યહોવાને મન બહુ કીમતી છે. જેમ કે પ્રચાર કરવો, સભાઓમાં ભાગ લેવો, યહોવાની ભક્તિમાં વપરાતી ઇમારતો બાંધવી અને એની સંભાળ રાખવી, કુટુંબ તરીકે ભક્તિ કરવી, આપણાં ભાઈ-બહેનોને જરૂર છે ત્યાં રાહત કામ કરવું, આપણાં મહાસંમેલનોમાં કોઈ સેવા આપવી અથવા બેથેલમાં કોઈ કામ કરવું. આ બધાં કામ પવિત્ર સેવા છે. (હિબ્રૂ. ૧૩:૧૬; યાકૂ. ૧:૨૭) જ્યારે શુદ્ધ ભક્તિને આપણાં જીવનમાં પહેલી રાખીએ, ત્યારે આપણે “રાત-દિવસ પવિત્ર સેવા” કરીએ છીએ. આપણા ઈશ્વર યહોવાની ભક્તિ કરવામાં આપણને ઘણી ખુશી થાય છે.—પ્રકટી. ૭:૧૫.

પ્રકરણ ૧, ફકરા ૯ પર પાછા જાઓ

a ભક્તિ માટે જે હિબ્રૂ શબ્દ વપરાયો છે, એમાં ‘સેવા કરવાનો’ અર્થ પણ રહેલો છે. એટલે ભક્તિ કરવાનો અર્થ સેવા કરવી પણ થાય.—સફા. ૩:૯, ફૂટનોટ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો