વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lff પાઠ ૩૬
  • બધામાં પ્રમાણિક રહો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • બધામાં પ્રમાણિક રહો
  • દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • મથાળાં
  • સરખી માહિતી
  • વધારે જાણો
  • આપણે શીખી ગયા
  • વધારે માહિતી
  • સર્વ બાબતોમાં પ્રમાણિક રહો
    ઈશ્વરના પ્રેમની છાયામાં રહો
  • ઈશ્વર જેવા ગુણો કેળવો હીરાની જેમ ચમકો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
lff પાઠ ૩૬
પાઠ ૩૬. એક માણસ કોઈ કાગળ પર સહી કરી રહ્યો છે.

પાઠ ૩૬

બધામાં પ્રમાણિક રહો

ચિત્ર
ચિત્ર
ચિત્ર

દરેક વ્યક્તિ ચાહે છે કે તેના મિત્રો સાચું બોલે અને પ્રમાણિક હોય. યહોવા ચાહે છે કે તેમના મિત્રો પણ એવા જ હોય. ખરું કે, આ બેઇમાન દુનિયામાં પ્રમાણિક રહેવું સહેલું નથી. તોપણ બધી બાબતોમાં પ્રમાણિક રહેવાથી કેવા ફાયદા થાય છે? ચાલો જોઈએ.

૧. પ્રમાણિક રહેવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે?

આપણે સાચું બોલીએ છીએ અને પ્રમાણિક રહીએ છીએ, એનું સૌથી મહત્ત્વનું કારણ આ છે: આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમનો આદર કરીએ છીએ. જરા વિચારો, યહોવા આપણા વિશે બધું જ જાણે છે. તે જાણે છે કે આપણે શું વિચારીએ છીએ અને શું કરીએ છીએ. (હિબ્રૂઓ ૪:૧૩) જ્યારે તે જુએ છે કે આપણે દરેક સંજોગમાં પ્રમાણિક રહીએ છીએ, ત્યારે તે બહુ જ ખુશ થાય છે. બાઇબલમાં લખ્યું છે, “યહોવા આડા માણસને ધિક્કારે છે, પણ સીધા [અથવા, પ્રમાણિક] માણસને પોતાનો જિગરી દોસ્ત બનાવે છે.”​—નીતિવચનો ૩:૩૨.

૨. રોજબરોજના જીવનમાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે પ્રમાણિક છીએ?

યહોવા ચાહે છે કે આપણે ‘એકબીજા સાથે સાચું બોલીએ.’ (ઝખાર્યા ૮:૧૬, ૧૭) એટલે આપણે કુટુંબીજનો, મંડળનાં ભાઈ-બહેનો, સાથે કામ કરનારાઓ કે સરકારી અધિકારીઓ સાથે વાત કરતી વખતે જૂઠું બોલતા નથી અથવા આપણી વાતોથી તેઓને ગેરમાર્ગે દોરતા નથી. આપણે ચોરી કરતા નથી કે કોઈને છેતરતા નથી. (નીતિવચનો ૨૪:૨૮ અને એફેસીઓ ૪:૨૮ વાંચો.) સરકાર જે કરવેરા કે ટૅક્સ માંગે છે, એ આપણે ભરીએ છીએ. (રોમનો ૧૩:૫-૭) આવું કરીને આપણે ‘બધી રીતે પ્રમાણિક રહીએ છીએ.’​—હિબ્રૂઓ ૧૩:૧૮.

૩. પ્રમાણિક રહેવાથી કેવા ફાયદા થાય છે?

જ્યારે લોકો આપણને પ્રમાણિક વ્યક્તિ તરીકે જુએ છે, ત્યારે તેઓ આપણા પર ભરોસો કરે છે. મંડળનાં ભાઈ-બહેનો પણ આપણા પર ભરોસો કરે છે. એટલે મંડળમાં બધા જ લોકો કુટુંબની જેમ પ્રેમ અને સલામતી અનુભવે છે. પ્રમાણિક રહેવાથી આપણું અંતઃકરણ સાફ રહે છે. આપણી પ્રમાણિકતાને લીધે ‘આપણા તારણહાર ઈશ્વરના શિક્ષણની સુંદરતા વધે છે’ અને બીજાઓને યહોવા વિશે શીખવાનું મન થાય છે.​—તિતસ ૨:૧૦.

વધારે જાણો

જ્યારે આપણે પ્રમાણિક રહીએ છીએ, ત્યારે યહોવાને કેવું લાગે છે? એનાથી આપણને કેવા ફાયદા થાય છે? આપણે કઈ રીતે અલગ અલગ સંજોગોમાં પ્રમાણિક રહી શકીએ? ચાલો જોઈએ.

૪. આપણી પ્રમાણિકતા જોઈને યહોવા ખુશ થાય છે

ગીતશાસ્ત્ર ૪૪:૨૧ અને માલાખી ૩:૧૬ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આપણે યહોવાથી કોઈ વાત છુપાવી શકીએ છીએ, એવું માનવું કેમ મૂર્ખામી કહેવાશે?

  • અઘરા સંજોગોમાં પણ આપણે સાચું બોલીએ છીએ ત્યારે યહોવાને કેવું લાગે છે?

એક પિતા ઘૂંટણિયે બેઠા છે અને પોતાની દીકરીની વાત સાંભળી રહ્યા છે. ટેબલ પર ગ્લાસ પડી ગયો છે અને બધો જ્યૂસ ઢળી ગયો છે.

જ્યારે બાળકો સાચું બોલે છે, ત્યારે મમ્મી-પપ્પા ખુશ થાય છે. જ્યારે આપણે સાચું બોલીએ છીએ, ત્યારે યહોવા ખુશ થાય છે

૫. હંમેશાં પ્રમાણિક રહો

ઘણા લોકોને લાગે છે કે હંમેશાં પ્રમાણિક રહેવું શક્ય નથી. પણ ચાલો જોઈએ કે આપણે કેમ હંમેશાં પ્રમાણિક રહેવું જોઈએ. વીડિયો જુઓ.

વીડિયો: આપણને શાનાથી આનંદ મળી શકે?​—શુદ્ધ અંતઃકરણથી (૨:૩૨)

‘આપણને શાનાથી આનંદ મળી શકે?​—શુદ્ધ અંતઃકરણથી’ વીડિયોનું દૃશ્ય. બેનભાઈ માલિકને સાચેસાચું જણાવે છે કે તેની ભૂલના લીધે કંપનીનું મોંઘું મશીન બગડી ગયું. પછી તેઓ બંને હાથ મિલાવે છે.

હિબ્રૂઓ ૧૩:૧૮ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • આપણે કુટુંબીજનો સાથે કઈ રીતે પ્રમાણિક રહી શકીએ?

  • આપણે કામ પર કે સ્કૂલમાં કઈ રીતે પ્રમાણિક રહી શકીએ?

  • આપણે બીજા સંજોગોમાં કઈ રીતે પ્રમાણિક રહી શકીએ?

૬. પ્રમાણિક રહેવાથી આપણને ફાયદો થાય છે

પ્રમાણિક રહેવાથી આપણે કદાચ અમુક વાર મુશ્કેલીઓ સહેવી પડે, પણ લાંબા ગાળે આપણને ફાયદો જ થશે. ગીતશાસ્ત્ર ૩૪:૧૨-૧૬ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • પ્રમાણિક રહેવાથી તમને કેવા ફાયદા થશે?

ક. એક પતિ-પત્ની કૉફી પીતાં પીતાં વાત કરી રહ્યાં છે. ખ. ગૅરેજમાં માલિક મિકૅનિકને શાબાશી આપી રહ્યો છે. ગ. ગાડીમાં બેઠેલો માણસ પોલીસને ઓળખપત્ર બતાવી રહ્યો છે.
  1. ક. પતિ-પત્ની એકબીજા સાથે સાચું બોલે છે ત્યારે, તેઓનો સંબંધ મજબૂત થાય છે

  2. ખ. પ્રમાણિક વ્યક્તિ પોતાના માલિકનો ભરોસો જીતે છે

  3. ગ. જ્યારે એક નાગરિક પૂરી પ્રમાણિકતાથી કાયદા પાળે છે, ત્યારે સરકારી અધિકારીઓ તેની પ્રશંસા કરે છે

અમુક લોકો કહે છે: “જો જૂઠું બોલવાથી કોઈનું ભલું થતું હોય, તો એ જૂઠું ન કહેવાય.”

  • તમે કેમ માનો છો કે યહોવા દરેક પ્રકારના જૂઠાણાને ધિક્કારે છે?

આપણે શીખી ગયા

યહોવા ચાહે છે કે તેમના મિત્રો હંમેશાં સાચું બોલે અને દરેક કામમાં પ્રમાણિક રહે.

તમે શું કહેશો?

  • આપણે પ્રમાણિક છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?

  • આપણે યહોવાથી કોઈ વાત છુપાવી શકીએ છીએ, એવું માનવું કેમ મૂર્ખામી કહેવાશે?

  • તમે કેમ હંમેશાં પ્રમાણિક રહેવા માંગો છો?

આટલું કરો

વધારે માહિતી

માતા-પિતા કઈ રીતે પોતાનાં બાળકોને સાચું બોલવાનું શીખવી શકે?

હંમેશાં સાચું બોલો (૧:૪૪)

આપણાં વચનો પાળવાથી કેવા આશીર્વાદો મળે છે?

વચન પાળો, આશીર્વાદ મેળવો (૯:૦૯)

આપણે જે કરવેરો કે ટૅક્સ ભરીએ છીએ, એનો ખોટો ઉપયોગ થઈ શકે છે. તોપણ આપણે કેમ કરવેરો ભરવો જોઈએ? ચાલો જોઈએ.

“શું કરવેરો ભરવો જોઈએ?” (ચોકીબુરજનો લેખ)

એક માણસ લોકોને છેતરતો હતો. જુઓ કે પ્રમાણિક બનવા તેને શાનાથી મદદ મળી.

“હું શીખ્યો કે યહોવા દયાળુ અને માફી આપનાર છે” (ચોકીબુરજ, જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૧૫)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો