વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • lff પાઠ ૩૮
  • જીવન કીમતી છે​—એની કદર કરો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જીવન કીમતી છે​—એની કદર કરો
  • દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • મથાળાં
  • સરખી માહિતી
  • વધારે જાણો
  • આપણે શીખી ગયા
  • વધારે માહિતી
  • પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • ઈસુએ પોતાનો જીવ આપીને આપણને કઈ રીતે બચાવ્યા?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
  • યહોવા આપણને શરૂઆતથી જ કેવું જીવન આપવા ચાહે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
lff પાઠ ૩૮
પાઠ ૩૮. એક પતિ-પત્નીએ પોતાના બાળકને પ્રેમથી ગોદમાં લીધું છે.

પાઠ ૩૮

જીવન કીમતી છે​—એની કદર કરો

ચિત્ર
ચિત્ર
ચિત્ર

જીવન ખૂબ જ સુંદર છે. ભલે જીવનમાં ઘણી તકલીફો હોય, પણ આપણી પાસે ખુશ રહેવાનું કોઈ ને કોઈ કારણ તો જરૂર હશે. આપણે કઈ રીતે બતાવી શકીએ કે આપણને આ સુંદર જીવનની કદર છે? જીવનની કદર બતાવવાનું સૌથી મહત્ત્વનું કારણ કયું છે? ચાલો જોઈએ.

૧. આપણે કેમ જીવનની કદર કરવી જોઈએ?

આપણે જીવનની કદર કરવી જોઈએ, કારણ કે એ આપણા પ્રેમાળ પિતા યહોવા તરફથી એક કીમતી અને અનમોલ ભેટ છે. બાઇબલમાં લખ્યું છે કે યહોવા ‘જીવનનો ઝરો છે.’ (ગીતશાસ્ત્ર ૩૬:૯) “તે પોતે બધા મનુષ્યોને જીવન, શ્વાસ અને બધી ચીજવસ્તુઓ આપે છે.” (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૨૫, ૨૮) યહોવાએ આપણને બનાવ્યા છે. એટલું જ નહિ, જીવવા માટે જરૂરી હોય એ બધું જ પૂરું પાડ્યું છે. તેમણે એ બધું એટલું સુંદર બનાવ્યું છે કે આપણું જીવન ખુશીઓથી છલકાઈ જાય છે.​—પ્રેરિતોનાં કાર્યો ૧૪:૧૭ વાંચો.

૨. આપણને જીવનની કદર છે એમ કઈ રીતે બતાવી શકીએ?

જે ઘડીએ માના પેટમાં તમારો ગર્ભ રહ્યો, એ જ ઘડીથી યહોવા તમને ઓળખે છે અને તમારી સંભાળ રાખે છે. દાઉદે યહોવા વિશે લખ્યું હતું, “તમારી આંખોએ મને ગર્ભમાં પણ જોયો હતો.” (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬) યહોવા માટે તમારું જીવન ખૂબ જ કીમતી છે. (માથ્થી ૧૦:​૨૯-૩૧ વાંચો.) જ્યારે કોઈ વ્યક્તિ જાણીજોઈને બીજાનો જીવ લે છે અથવા પોતે આપઘાત કરી લે છે,a ત્યારે યહોવાને ઘણું દુઃખ થાય છે. (નિર્ગમન ૨૦:૧૩) જો કોઈ વ્યક્તિ કારણ વગર પોતાનો જીવ જોખમમાં મૂકે અથવા તેની બેદરકારીને લીધે બીજા કોઈનું જીવન જોખમમાં મુકાય, તો શું? એવા સમયે પણ યહોવાને ખૂબ દુઃખ થાય છે. એટલે આપણે પોતાની અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. એમ કરીને ઈશ્વરે આપેલા આ અનમોલ જીવન માટે આપણે કદર બતાવીએ છીએ.

વધારે જાણો

આપણે કઈ રીતોથી બતાવી શકીએ કે આપણે જીવનની કદર કરીએ છીએ? ચાલો જોઈએ.

૩. તમારી તબિયતની સંભાળ રાખો

દરેક સંજોગમાં આપણે યહોવાની ઇચ્છા પૂરી કરવા માંગીએ છીએ. એટલે આપણે પોતાનું જીવન યહોવાને સમર્પણ કર્યું છે. આપણે પોતાનું શરીર એક અર્પણની જેમ યહોવાને આપી દીધું છે. એટલે હંમેશાં એની સંભાળ રાખવી જોઈએ. રોમનો ૧૨:૧, ૨ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • તમારે કેમ તબિયતની સંભાળ રાખવી જોઈએ?

  • તમે કઈ રીતોએ એમ કરી શકો?

એક ગર્ભવતી સ્ત્રી પોતાના ડૉક્ટર સાથે વાત કરી રહી છે.

૪. પોતાની અને બીજાઓની સલામતીનું હંમેશાં ધ્યાન રાખીએ

બાઇબલમાં લખ્યું છે કે આપણે એવું કંઈ ન કરીએ, જેનાથી આપણને કે બીજાઓને ઈજા થાય અથવા કોઈનો જીવ જાય. તમે કઈ રીતે સલામતીનું ધ્યાન રાખી શકો, એ જાણવા આ વીડિયો જુઓ.

વીડિયો: સલામતીનું ધ્યાન રાખો (૮:૩૪)

નીતિવચનો ૨૨:૩ વાંચો. પછી ચર્ચા કરો કે તમે કઈ રીતે પોતાની અને બીજાઓની સલામતીનું ધ્યાન રાખી શકો . . .

  • ઘરમાં.

  • કામની જગ્યાએ.

  • રમતી વખતે.

  • ગાડી ચલાવતી વખતે કે એમાં મુસાફરી કરતી વખતે.

એક માણસ ગાડીમાં સીટ બેલ્ટ પહેરી રહ્યો છે.

૫. ગર્ભમાં રહેલા બાળકના જીવનને અનમોલ ગણો

એક ગર્ભવતી સ્ત્રી પોતાના પેટ પર હાથ ફેરવી રહી છે.

દાઉદે જણાવ્યું હતું કે યહોવા ગર્ભમાં રહેલા બાળકની ઝીણામાં ઝીણી વિગત જાણે છે. ગીતશાસ્ત્ર ૧૩૯:​૧૩-૧૭ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:

  • યહોવાની નજરે જીવન ક્યારે શરૂ થાય છે, માતાને ગર્ભ રહે ત્યારે કે પછી બાળકનો જન્મ થાય ત્યારે?

જૂના જમાનામાં યહોવાએ ઇઝરાયેલીઓને અમુક નિયમો આપ્યા હતા, જેનાથી મા અને તેના ગર્ભમાં રહેલા બાળકનું રક્ષણ થતું. નિર્ગમન ૨૧:૨૨, ૨૩ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • જ્યારે કોઈ વ્યક્તિ ગર્ભમાં રહેલા બાળકનો જીવ અજાણતાં લે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે?

  • જ્યારે કોઈ જાણીજોઈને એમ કરે છે, ત્યારે યહોવાને કેવું લાગતું હશે?b

  • યહોવાના વિચારો જાણીને તમને કેવું લાગે છે?

વીડિયો જુઓ.

વીડિયો: ઈશ્વરની જેમ આપણે જીવનને કીમતી ગણીએ (૫:૦૦)

જીવન બહુ કીમતી છે, એ જાણવા છતાં જો કોઈ સ્ત્રીને લાગે કે મારા સંજોગો અલગ છે, ગર્ભપાત સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી, તો શું? યશાયા ૪૧:૧૦ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:

  • જો કોઈ સ્ત્રીને ગર્ભપાત માટે દબાણ કરવામાં આવે, તો તેણે કોની મદદ લેવી જોઈએ? શા માટે?

અમુક લોકો કહે છે: “ગર્ભપાત કરાવવો કે નહિ એ સ્ત્રીનો અધિકાર છે.”

  • તમને શાનાથી ખાતરી થઈ કે યહોવા માટે માતાનું અને તેના ગર્ભમાં રહેલા બાળકનું જીવન અનમોલ છે?

આપણે શીખી ગયા

બાઇબલમાં લખ્યું છે કે જીવન યહોવાએ આપેલી અનમોલ ભેટ છે. એટલે આપણે એને વહાલું ગણવું જોઈએ, એની કદર કરવી જોઈએ અને એનું રક્ષણ કરવું જોઈએ. આપણે પોતાના અને બીજાઓના જીવનની કાળજી રાખવી જોઈએ.

તમે શું કહેશો?

  • યહોવા કેમ માણસોના જીવનને અનમોલ ગણે છે?

  • જ્યારે કોઈ વ્યક્તિ જાણીજોઈને બીજાનો જીવ લે છે અથવા પોતે આપઘાત કરી લે છે, ત્યારે યહોવાને કેવું લાગે છે?

  • શું તમે જીવનને યહોવા તરફથી મળેલી ભેટ ગણો છો? શા માટે?

આટલું કરો

વધારે માહિતી

જીવન યહોવાએ આપેલી એક સુંદર ભેટ છે. એ માટે આપણે કઈ રીતે તેમનો આભાર માની શકીએ?

ગીત ૧૪૧—જીવન એક મોતી (૨:૪૧)

શું યહોવા એવી સ્ત્રીને માફ કરશે જેણે ગર્ભપાત કરાવ્યો હોય? એ સવાલનો જવાબ જાણવા આ લેખ વાંચો.

“પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?”(jw.org/gu પર આપેલો લેખ)

જીવન વિશે યહોવાના વિચારો જાણીશું તો એવી રમતો નહિ રમીએ જેમાં જીવનું જોખમ હોય.

“શું તમારે એવી રમતો રમવી જોઈએ જેમાં જીવનું જોખમ હોય?” (સજાગ બનો!નો લેખ)

જો કોઈ વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવતા હોય, તો તેને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી શકે? એ વિશે જાણો.

“મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?”(jw.org/gu પર આપેલો લેખ)

a યહોવા એવા લોકોની ખૂબ જ કાળજી રાખે છે, જેઓ જીવનથી હારી ગયા છે, એકદમ નિરાશ થઈ ગયા છે. (ગીતશાસ્ત્ર ૩૪:૧૮) તે જાણે છે કે જ્યારે દુઃખ સહેવું અઘરું થઈ જાય, ત્યારે ઘણા લોકોને આત્મહત્યાના વિચારો આવે છે. એટલે તે એવા દુઃખી લોકોની મદદ કરવા માંગે છે. કઈ રીતે? એ જાણવા આ લેખ વાંચો: “મારે નથી જીવવું​—આત્મહત્યાના વિચારો આવે તો શું કરું? શું બાઇબલમાં કોઈ સલાહ આપી છે?” એ લેખ આ પાઠના વધારે માહિતી ભાગમાં આપ્યો છે.

b જેઓએ પહેલાં ગર્ભપાત કરાવ્યો હોય, કદાચ તેઓનું દિલ ડંખે. પણ યહોવા તેઓને માફ કરવા તૈયાર છે. એ વિશે વધારે જાણવા “પવિત્ર શાસ્ત્રમાં ગર્ભપાત વિશે શું જણાવ્યું છે?” નામનો લેખ વાંચો. એ લેખ આ પાઠના વધારે માહિતી ભાગમાં આપ્યો છે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો