વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w12 ૫/૧ પાન ૮
  • જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
  • સરખી માહિતી
  • ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • ઈસુનો સંદેશો તમને કઈ રીતે અસર કરે છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૦
  • બાઇબલનાં શિક્ષણ પ્રમાણે ચાલતા રહીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • સત્યના પરમેશ્વરને પગલે ચાલો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૩
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
w12 ૫/૧ પાન ૮

જવાબ જાણવાથી શું કોઈ ફરક પડે છે?

“તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.”—યોહાન ૮:૩૨.

બાઇબલમાં ઈસુ વિષેનું સત્ય જોવા મળે છે. એ આપણને ઈસુ વિષેના ગૂંચવણભર્યાં અને ખોટા વિચારોમાંથી મુક્ત કરે છે. આપણે ઈસુ વિષે જે કંઈ માનતા હોઈએ, શું એનાથી કોઈ ફરક પડે છે? ચોક્કસ પડે છે. યહોવાને ફરક પડે છે. ઈસુને ફરક પડે છે. એટલે, આપણને પણ ફરક પડવો જોઈએ.

● યહોવાને કેમ ફરક પડે છે? કેમ કે “ઈશ્વર પ્રેમ છે.” (૧ યોહાન ૪:૮) યહોવા ચાહે છે કે આપણે સદા માટે સુખેથી જીવીએ. ઈસુએ કહ્યું: ‘ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો સૌથી વહાલો દીકરો આપ્યો. એ માટે કે જે કોઈ એ દીકરા પર વિશ્વાસ કરે, તે હંમેશ માટેનું જીવન મેળવે.’ (યોહાન ૩:૧૬) મનુષ્યના તારણ માટે ઈશ્વરે પોતાના દીકરા ઈસુને ધરતી પર મોકલ્યા. ઈશ્વરનો મૂળ મકસદ હતો કે આપણે સદા માટે જીવીએ. (ઉત્પત્તિ ૧:૨૮) એ હેતુ ઈસુ દ્વારા સફળ થશે. જેઓ ઈસુ વિષે સત્ય શીખશે અને તેમના કહેવા પ્રમાણે જીવશે, તેઓને યહોવા કાયમ માટેનું જીવન આપશે.—રોમનો ૬:૨૩.

● ઈસુને કેમ ફરક પડે છે? ઈસુને પણ મનુષ્યો માટે અપાર પ્રેમ છે. તેમણે સ્વાર્થ વગર રાજીખુશીથી આપણા માટે પોતાનું જીવન આપ્યું. (યોહાન ૧૫:૧૩) તે જાણતા હતા કે મનુષ્યોનો ઉદ્ધાર થાય એ માટે પોતે માર્ગ ખોલી રહ્યાં છે. (યોહાન ૧૪:૬) ઈસુ ચાહે છે કે પોતાની કુરબાનીમાંથી વધુ ને વધુ લોકો લાભ મેળવે. એટલે જ તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા કરી કે આખી દુનિયામાં ઈશ્વરની ઇચ્છા અને મકસદ વિષે જણાવે.—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.

● આપણને કેમ ફરક પડવો જોઈએ? તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું શું છે? મોટા ભાગના લોકો કહેશે કે ‘મારી તંદુરસ્તી અને મારું કુટુંબ.’ શું તમે ચાહો છો કે તમે અને તમારું કુટુંબ હંમેશા તંદુરસ્ત અને સુખી રહે? યહોવા ઈશ્વર આપણને ઈસુ દ્વારા નવી દુનિયામાં બીમારી, ઘડપણ અને મરણ વગરનું કાયમી જીવન આપવા ચાહે છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ચોક્કસ તમે પણ એ જીવન મેળવવા ચાહશો! પણ, એ માટે તમારે કંઈ કરવું જોઈએ.

આ લેખની શરૂઆતમાં કલમ જણાવે છે કે “તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.” યહોવાનો મકસદ પૂરો કરવામાં ઈસુએ મોટો ભાગ ભજવ્યો છે. એ વિષેનું સત્ય આપણને પાપ અને મરણની ગુલામીમાંથી આઝાદ કરશે. એ આઝાદી મેળવવા તમારે “સત્ય” જાણવાની જરૂર છે. કેમ નહિ કે તમે પણ એ સત્ય વિષે વધારે શીખો. એમ કરવાથી તમને અને તમારા કુટુંબને લાભ થશે. યહોવાના સાક્ષીઓ તમને એ સત્ય વિષે શીખવા ખુશીથી મદદ કરશે. (w12-E 04/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો