વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w22 ડિસેમ્બર પાન ૨૮-૩૦
  • શું આપણે “પૃથ્વીનો વારસો” મેળવવા તૈયાર છીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું આપણે “પૃથ્વીનો વારસો” મેળવવા તૈયાર છીએ?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • મથાળાં
  • સરખી માહિતી
  • પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવા હમણાંથી તૈયારી કરીએ
  • મરણમાંથી જીવતા થયેલા લોકોની સંભાળ રાખવા હમણાંથી તૈયારી કરીએ
  • મરણમાંથી જીવતા થયેલા લોકોને શીખવવા હમણાંથી તૈયારી કરીએ
  • ભાગ ૧૦
    ભગવાનનું સાંભળો
  • ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?
    સવાલોના શાસ્ત્રમાંથી જવાબ
  • સજીવન થવાની આશામાં ઈશ્વરનાં પ્રેમ, બુદ્ધિ અને ધીરજ દેખાય આવે છે
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૦
  • ભાગ ૮
    ભગવાનનું સાંભળો
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
w22 ડિસેમ્બર પાન ૨૮-૩૦
લોકો પૃથ્વીને સુંદર બાગ જેવી બનાવી રહ્યા છે. અમુક લોકો કાટમાળ હટાવી રહ્યા છે, અમુક લોકો ઘર બાંધી રહ્યા છે, તો અમુક બગીચામાં કામ કરી રહ્યા છે.

શું આપણે “પૃથ્વીનો વારસો” મેળવવા તૈયાર છીએ?

ઈસુએ કીધું: “જેઓ કોમળ સ્વભાવના છે તેઓ સુખી છે, કેમ કે તેઓને પૃથ્વીનો વારસો મળશે.” (માથ. ૫:૫) એ વચન પૂરું થવાની આપણે ઝંખના રાખીએ છીએ. જ્યારે અભિષિક્તો સ્વર્ગમાં ઈસુ સાથે રાજાઓ તરીકે રાજ કરશે, ત્યારે તેઓ પૃથ્વીનો વારસો મેળવશે. (પ્રકટી. ૫:૧૦; ૨૦:૬) મોટા ભાગના યહોવાના ભક્તો આ પૃથ્વી પર રહીને એનો વારસો મેળવવાની આશા રાખે છે. એ વખતે તેઓમાં પાપની અસર બિલકુલ નહિ હોય. તેઓ હંમેશ માટે સુખ-શાંતિમાં જીવશે. પણ એ પહેલા તેઓએ મહત્ત્વનાં કામ કરવાનાં હશે. જેમ કે, તેઓ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં મદદ કરશે, મરણમાંથી જેઓ ઊઠશે તેઓની સંભાળ રાખશે અને તેઓને શીખવશે. પણ હમણાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે એ બધાં કામો માટે તૈયાર છીએ?

પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવા હમણાંથી તૈયારી કરીએ

યહોવાએ શરૂઆતમાં આજ્ઞા આપી હતી: “પૃથ્વીને ભરી દો અને એના પર અધિકાર ચલાવો.” (ઉત. ૧:૨૮) યહોવા ચાહતા હતા કે એદન બાગથી શરૂઆત કરીને ધીરે ધીરે આખી પૃથ્વી એ બાગ જેવી સુંદર બની જાય. જે લોકો ભાવિમાં હંમેશ માટે પૃથ્વીનો વારસો મેળવવાના છે, તેઓએ પણ એ આજ્ઞા પાળવી પડશે. હવે એદન બાગ તો રહ્યો નથી, એટલે આર્માગેદનના યુદ્ધ પછી એક નવી શરૂઆત કરવી પડશે. પૃથ્વીને બાગ જેવી બનાવવા ઘણી સાફ-સફાઈ કરવી પડશે. એમાં અથાક મહેનત લાગશે.

ઇઝરાયેલીઓએ પણ ગુલામીમાંથી આઝાદ થયા પછી એવું મોટું કામ ઉપાડ્યું હતું. તેઓ ૭૦ વર્ષથી બાબેલોનની ગુલામીમાં હતા. એટલે તેઓનો દેશ ઉજ્જડ હતો. પણ યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી હતી કે યહોવાના આશીર્વાદથી તેઓ એ દેશને સુંદર બનાવી શકશે. તેમણે કીધું કે યહોવા “વેરાન પ્રદેશને એદન બાગ જેવો અને ઉજ્જડ પ્રદેશને યહોવાની વાડી જેવો બનાવશે.” (યશા. ૫૧:૩) યહોવાની મદદથી ઇઝરાયેલીઓ એ કામ પાર પાડી શક્યા. ભાવિમાં પણ જે લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓને યહોવા મદદ કરશે. યહોવાના આશીર્વાદથી તેઓ પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવી શકશે. પણ હમણાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે એ કામમાં પૂરો સાથ-સહકાર આપવા માંગીએ છીએ?

એક રીત છે કે આપણે ઘર અને આજુબાજુની જગ્યા સાફ રાખવા બનતું બધું કરીએ. ભલે પડોશીઓ કરે કે ન કરે, આપણે પૂરા દિલથી એવું કરીએ. આપણે પ્રાર્થનાઘર અને સંમેલનગૃહની સાફ-સફાઈ તેમજ સમારકામમાં મદદ આપી શકીએ. જો શક્ય હોય તો રાહતકામમાં મદદ આપવા ફોર્મ ભરી શકીએ. એનાથી બતાવી આપીશું કે જરૂર પડ્યે આપણે ભાઈ-બહેનોને મદદ કરવા તૈયાર છીએ. આપણે વિચારીએ, ‘નવી દુનિયામાં કામ લાગે એવું કયું હુન્‍નર હું હમણાં કેળવી શકું?’

અમુક ભાઈ-બહેનો પ્રાર્થનાઘરની સાર-સંભાળ રાખી રહ્યા છે.

મરણમાંથી જીવતા થયેલા લોકોની સંભાળ રાખવા હમણાંથી તૈયારી કરીએ

ઈસુએ યાઐરસની દીકરીને જીવતી કરી. પછી તરત ઈસુએ કીધું કે તેને કંઈક ખાવાનું આપો. (માર્ક ૫:૪૨, ૪૩) એ ૧૨ વર્ષની છોકરીને ખોરાક-પાણી પૂરાં પાડવાં કંઈ અઘરું ન હતું. પણ જરા વિચારો, ઈસુ ઘણા લોકોને મરણમાંથી જીવતા કરશે ત્યારે તેઓની જરૂરિયાતો પૂરી કરવામાં કેટલી મહેનત લાગશે. ઈસુએ વચન આપ્યું હતું, ‘જેઓ કબરમાં છે તેઓ બધા તેમનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.’ (યોહા. ૫:૨૮, ૨૯) બાઇબલમાં એ વિશે વધારે કંઈ જણાવ્યું નથી, પણ ફરી જીવતા થયેલા લોકોને રોટી, કપડાં અને મકાનની જરૂર પડશે. આપણે એ બધી વસ્તુઓની ગોઠવણ કરવી પડશે. પણ હમણાં કઈ રીતે બતાવી શકીએ કે આપણે એ કામમાં પૂરો સાથ-સહકાર આપવા માંગીએ છીએ?

આપણે પૃથ્વીનો વારસો મેળવવા તૈયાર છીએ એ બતાવવા શું કરી શકીએ?

અમુક ભાઈ-બહેનો પૅરિસમાં આંતરરાષ્ટ્રીય મહાસંમેલન માટે આવેલાં ભાઈ-બહેનોનું ખુશી ખુશી સ્વાગત કરે છે.

સરકીટ નિરીક્ષક આપણા મંડળની મુલાકાત લે ત્યારે, આપણે તેમને જમવા બોલાવી શકીએ. જો આપણા મંડળમાં એવા ભાઈ કે બહેન આવે જે પહેલાં બેથેલમાં હતા અથવા સરકીટ નિરીક્ષક હતા, તો આપણે તેમને ઘર શોધવા મદદ કરી શકીએ. જો આપણા વિસ્તારમાં મહાસંમેલન કે ખાસ મહાસંમેલન રાખવામાં આવે, તો આપણે સ્વયંસેવક તરીકે કામ કરી શકીએ. મહાસંમેલન પહેલાં અને પછી પણ એમાં મદદ આપી શકીએ. જો બીજા દેશોથી કે દૂર દૂરના વિસ્તારોથી ભાઈ-બહેનો આવવાનાં હોય, તો તેઓનાં સ્વાગત માટે પણ તૈયાર રહી શકીએ.

મરણમાંથી જીવતા થયેલા લોકોને શીખવવા હમણાંથી તૈયારી કરીએ

પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫ પ્રમાણે આપણે આશા રાખીએ છીએ કે લાખો ને લાખો લોકોને મરણમાંથી જીવતા કરવામાં આવશે. એમાંથી મોટા ભાગના લોકોને યહોવાને ઓળખવાની તક મળી નથી. પણ તેઓ પાછા ઊઠશે ત્યારે તેઓને એ તક મળશે.a તેઓને યહોવા વિશે કોણ શીખવશે? લાંબા સમયથી યહોવાની ભક્તિ કરે છે એવા વફાદાર ભક્તો. (યશા. ૧૧:૯) શાર્લટબહેને યુરોપ, દક્ષિણ અમેરિકા અને આફ્રિકામાં પ્રચાર કર્યો છે. તે કહે છે: “હું એ સમયની આતુરતાથી રાહ જોઉં છું જ્યારે જીવતા થયેલા લોકોને શીખવવાનો મને મોકો મળશે. હું જૂના જમાનાની કોઈ વ્યક્તિ વિશે વાંચું ત્યારે મને ઘણી વાર થાય છે, ‘જો તે યહોવાને ઓળખતી હોત તો તેનું જીવન કેટલું અલગ હોત.’ મરણમાંથી જીવતા થયેલા લોકોને યહોવા વિશે શીખવવાની મને બહુ જ ઇચ્છા છે.”

ઈસુ પૃથ્વી પર આવ્યા એ પહેલાં જે વફાદાર ભક્તો થઈ ગયા તેઓએ પણ ઘણું શીખવું પડશે. ચાલો દાનિયેલનો વિચાર કરીએ. તેમણે એવી ઘણી ભવિષ્યવાણીઓ લખી જેનો અર્થ તે સમજતા ન હતા. નવી દુનિયામાં આપણે તેમને એ ભવિષ્યવાણીઓ સમજાવીશું અને જણાવીશું કે એ કઈ રીતે પૂરી થઈ. તેમને શીખવીને આપણને ઘણી ખુશી મળશે. એ એક મોટો લહાવો હશે! (દાનિ. ૧૨:૮) આપણે રૂથ અને નાઓમીને પણ જણાવીશું કે કઈ રીતે તેઓના વંશમાંથી મસીહ આવ્યા. આખી દુનિયામાં લોકોને શીખવવાનું કામ થશે. એ વખતે આ દુષ્ટ દુનિયાના દબાણ કે અસર નહિ હોય. જરા વિચારો, એ કામમાં ભાગ લઈને આપણને કેટલી મજા આવશે!

એક બહેન કપડાં ધોવાની જગ્યાએ એક સ્ત્રીને પત્રિકા આપે છે.

હમણાંથી કઈ રીતે બતાવી શકીએ કે આપણે નવી દુનિયામાં લોકોને શીખવવા આતુર છીએ? એક રીત છે, શીખવવાની કળા નિખારતા રહીએ. દુનિયા ફરતે ચાલી રહેલા પ્રચારકામમાં નિયમિત ભાગ લઈએ. (માથ. ૨૪:૧૪) કદાચ ઉંમર કે સંજોગોને લીધે પ્રચારકામમાં વધારે ન કરી શકીએ. પણ આપણે એ કામમાં દિલ રેડી દઈએ, બનતું બધું કરીએ. એમ કરીને બતાવીએ છીએ કે આપણે જીવતા થયેલા લોકોને શીખવવા આતુર છીએ.

એ ખૂબ જરૂરી છે કે આપણે આ સવાલો પર વિચાર કરીએ: ‘પૃથ્વીનો વારસો મેળવવા શું હું કાગડોળે રાહ જોઉં છું? પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવા, મરણમાંથી જીવતા થયેલા લોકોની સંભાળ રાખવા અને તેઓને શીખવવા શું હું આતુર છું?’ ચાલો હમણાંથી એવાં કામોમાં ભાગ લઈએ, જે આપણે નવી દુનિયામાં પણ કરીશું. એમ કરીને બતાવી આપીશું કે આપણે પૃથ્વીનો વારસો મેળવવા તૈયાર છીએ!

a સપ્ટેમ્બર ૨૦૨૨ ચોકીબુરજમાં આપેલો આ લેખ જુઓ: “ઘણા લોકોને સત્યના માર્ગે દોરી લાવવામાં આવશે.”

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો