૨૫ યાજક તે સ્ત્રીના હાથમાંથી ઈર્ષાને લીધે ચઢાવવામાં આવતું અનાજ-અર્પણ લે+ અને એને યહોવા સામે આગળ-પાછળ હલાવે અને વેદી પાસે લાવે. ૨૬ યાજક એ અનાજ-અર્પણમાંથી મુઠ્ઠીભર લઈને એને વેદી પર યાદગીરી તરીકે આગમાં ચઢાવે.+ ત્યાર બાદ, યાજક તે સ્ત્રીને એ પાણી પિવડાવે.