-
લેવીય ૧૪:૪૯-૫૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪૯ એ ઘરને અશુદ્ધ હાલતમાંથી* શુદ્ધ કરવા તે બે પક્ષી, દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે.+ ૫૦ એક પક્ષીને ઝરાનું તાજું પાણી ભરેલા માટીના વાસણમાં કાપવામાં આવે. ૫૧ યાજક જીવતું પક્ષી લે અને એની સાથે દેવદારનું લાકડું, લાલ કપડું અને મરવો છોડની ડાળી લે. પછી એ બધું એ પક્ષીના લોહીમાં બોળે, જેને ઝરાના તાજા પાણી ઉપર કાપવામાં આવ્યું હતું. ત્યાર બાદ, એ લોહી ઘર પર સાત વાર છાંટે.+ ૫૨ આમ, તે પક્ષીનું લોહી, ઝરાનું તાજું પાણી, જીવતું પક્ષી, દેવદારનું લાકડું, મરવો છોડની ડાળી અને લાલ કપડાથી ઘરને અશુદ્ધ હાલતમાંથી* શુદ્ધ કરે. ૫૩ પછી, તે જીવતા પક્ષીને શહેર બહાર ખુલ્લા મેદાનમાં છોડી દે. યાજક ઘર માટે પ્રાયશ્ચિત્ત કરે અને એ શુદ્ધ થશે.
-