૧૦ પછી હારુનના દીકરાઓ નાદાબ અને અબીહૂએ+ પોતાનાં અગ્નિપાત્રો લીધાં અને એમાં અગ્નિ મૂકીને એના પર ધૂપ નાખ્યો.+ ત્યાર બાદ, તેઓએ યહોવા આગળ નિયમ વિરુદ્ધ અગ્નિ ચઢાવ્યો,+ જેના વિશે ઈશ્વરે તેઓને આજ્ઞા આપી ન હતી. ૨ એટલામાં યહોવા પાસેથી અગ્નિ ઊતરી આવ્યો અને તેઓને ભરખી ગયો.+ આમ તેઓ યહોવા આગળ માર્યા ગયા.+