વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગણના ૨૭:૧-૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૭ સલોફહાદ+ હેફેરનો દીકરો હતો, જે ગિલયાદનો, જે માખીરનો, જે મનાશ્શાનો દીકરો હતો. સલોફહાદ યૂસફના દીકરા મનાશ્શાનાં કુટુંબોમાંથી હતો. સલોફહાદની દીકરીઓ માહલાહ, નોઆહ, હોગ્લાહ, મિલ્કાહ અને તિર્સાહ હતી. તેઓ આવી અને ૨ મૂસા, એલઆઝાર યાજક, મુખીઓ+ અને બધા ઇઝરાયેલીઓ સામે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ઊભી રહી. તેઓએ કહ્યું: ૩ “અમારા પિતા વેરાન પ્રદેશમાં મરણ પામ્યા હતા. પણ કોરાહ સાથે મળીને+ યહોવા વિરુદ્ધ બળવો કરનાર ટોળામાં તે ન હતા. તે તો પોતાના પાપને લીધે મરણ પામ્યા હતા અને તેમને કોઈ દીકરો ન હતો. ૪ તો શું દીકરો ન હોવાને લીધે અમારા પિતાનું નામ તેમના કુળમાંથી ભૂંસાઈ જવું જોઈએ? અમારા પિતાના ભાઈઓ સાથે અમને પણ વારસો આપો.” ૫ તેથી મૂસાએ એ કિસ્સો યહોવા આગળ રજૂ કર્યો.+

      ૬ યહોવાએ મૂસાને કહ્યું: ૭ “સલોફહાદની દીકરીઓની વાત સાચી છે. તું તેઓના પિતાના ભાઈઓ સાથે તેઓને પણ વારસો આપ. હા, તેઓના પિતાનો વારસો તું તેઓને આપ.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો