૫૨ “દરેક ઇઝરાયેલી પોતપોતાની છાવણી પ્રમાણે પોતાનો તંબુ નાખે. ત્રણ ત્રણ કુળના બનેલા સમૂહ માટે ઠરાવેલી જગ્યા પ્રમાણે,*+ પોતપોતાની ટુકડી પ્રમાણે પોતાનો તંબુ નાખે.
૨ “ત્રણ કુળના બનેલા સમૂહ માટે+ જે જગ્યા ઠરાવવામાં આવી છે, એ પ્રમાણે ઇઝરાયેલીઓ છાવણી નાખે. તેઓ મુલાકાતમંડપની ચારે બાજુ પોતપોતાના પિતાના કુટુંબની નિશાની* નજીક તંબુ નાખે.