૧૩ હામાને પોતાની સાથે જે બન્યું હતું, એ બધું જ પોતાની પત્ની ઝેરેશ+ અને મિત્રોને કહી સંભળાવ્યું. તેના સલાહકારોએ અને તેની પત્ની ઝેરેશે કહ્યું: “જે મોર્દખાય આગળ તમારી પડતી થવા લાગી છે, તે જો યહૂદી વંશનો હોય, તો તમે તેની સામે જીતી નહિ શકો. તમારી હાર નક્કી છે.”