૩ પછી મેં પ્રબોધિકા સાથે જાતીય સંબંધ બાંધ્યો. તે ગર્ભવતી થઈ અને સમય જતાં તેણે દીકરાને જન્મ આપ્યો.+ યહોવાએ મને કહ્યું, “તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખ. ૪ એ છોકરો ‘પિતા’ અને ‘માતા’ બોલતા શીખે એ પહેલાં, દમસ્કની ધનદોલત અને સમરૂનની લૂંટ આશ્શૂરના રાજા પાસે લઈ જવાશે.”+