-
યર્મિયા ૪૮:૨૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ “અમે મોઆબના ઘમંડ વિશે સાંભળ્યું છે, તે બહુ માથાભારે છે.
અમે તેના અહંકાર, ગર્વ, અભિમાન અને તેના હૃદયની ઉદ્ધતાઈ વિશે સાંભળ્યું છે.”+
-
-
સફાન્યા ૨:૯, ૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ એટલે સૈન્યોના ઈશ્વર યહોવા,* ઇઝરાયેલના ઈશ્વર જાહેર કરે છે,
“હું મારા સમ* ખાઈને કહું છું,
મોઆબ સદોમ જેવું બનશે+
અને આમ્મોન ગમોરાહ જેવું બનશે,+
તેઓનો વિસ્તાર કુવેચ* અને મીઠાનો પ્રદેશ બનશે, એ કાયમ માટે ઉજ્જડ થઈ જશે.+
મારા બાકી રહેલા લોકો તેઓને લૂંટી લેશે,
મારી પ્રજાના બચી ગયેલા લોકો તેઓને હાંકી કાઢશે.
૧૦ તેઓના ઘમંડનો બદલો તેઓને મળશે.+
કારણ, તેઓએ સૈન્યોના ઈશ્વર યહોવાના લોકોને મહેણાં માર્યાં છે અને તેઓ આગળ બડાઈ હાંકી છે.
-