૧૫ “‘વિશ્વના માલિક યહોવા કહે છે: “હું પોતે મારાં ઘેટાંની સંભાળ રાખીશ+ અને તેઓને આરામ આપીશ.+ ૧૬ હું ખોવાયેલાંને શોધી કાઢીશ,+ ભટકી ગયેલાંને પાછાં લાવીશ, ઘવાયેલાંને પાટાપિંડી કરીશ અને કમજોરને બળવાન કરીશ. પણ તાજાં-માજાં અને તાકતવરોનો હું વિનાશ કરીશ. હું તેઓનો ન્યાય કરીશ અને યોગ્ય સજા આપીશ.”