-
યર્મિયા ૪૪:૧૨-૧૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓએ ઇજિપ્ત જઈને વસવાનો પાકો નિર્ણય કર્યો છે, તેઓનો હું ઇજિપ્ત દેશમાં નાશ કરીશ.+ તેઓ તલવાર અને દુકાળથી માર્યા જશે. નાનાથી લઈને મોટા સુધી બધા લોકોનો તલવાર અને દુકાળથી સંહાર થશે. લોકો તેઓના હાલ જોઈને ધ્રૂજી ઊઠશે, તેઓને શ્રાપ આપશે, તેઓનું અપમાન કરશે અને તેઓની નિંદા કરશે.+ ૧૩ જેમ મેં યરૂશાલેમને સજા કરી હતી, તેમ હું ઇજિપ્તમાં રહેતા લોકોને તલવાર, દુકાળ અને ભયંકર રોગચાળાથી* સજા કરીશ.+ ૧૪ યહૂદાના બાકી રહેલા લોકો, જેઓ ઇજિપ્ત રહેવા ગયા છે, તેઓમાંથી કોઈ બચશે નહિ, યહૂદા પાછા આવવા કોઈ જીવતો રહેશે નહિ. તેઓ યહૂદા પાછા આવવા અને ત્યાં રહેવા તરસશે, પણ પાછા આવી નહિ શકે. બસ ગણ્યા-ગાંઠ્યા લોકો જ પાછા આવશે.’”
-
-
યર્મિયા ૪૪:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ હું તેઓનું ભલું કરવા નહિ, પણ તેઓ પર આફત લાવવા નજર રાખું છું.+ ઇજિપ્તમાં રહેતા યહૂદાના બધા માણસો તલવાર અને દુકાળથી માર્યા જશે, તેઓનું નામનિશાન ભૂંસાઈ જશે.+ ૨૮ બહુ થોડા લોકો તલવારથી બચશે અને ઇજિપ્તથી યહૂદા પાછા આવશે.+ ત્યારે ઇજિપ્તમાં રહેતા યહૂદાના બાકી રહેલા લોકો જાણશે કે કોના શબ્દો સાચા પડે છે, તેઓના કે મારા!”’”
-