૪૮ હે યાકૂબના વંશજો, સાંભળો.
તમે પોતાને ઇઝરાયેલના નામે ઓળખાવો છો.+
તમે યહૂદાના ઝરામાંથી આવ્યા છો.
તમે યહોવાના નામે સમ ખાઓ છો,+
ઇઝરાયેલના ઈશ્વરને પોકારો છો,
પણ ખરાં દિલથી અને સચ્ચાઈથી નહિ.+
૨ તમે પોતાને પવિત્ર શહેરના રહેવાસી ગણો છો.+
તમે ઇઝરાયેલના ઈશ્વરનો સાથ શોધો છો,+
જેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવા છે.