૨ “હે માણસના દીકરા, ઇજિપ્તના રાજા ફારુન વિશે વિલાપગીત ગા:
‘તું પ્રજાઓમાં શક્તિશાળી સિંહ જેવો હતો.
પણ તને ચૂપ કરી દેવામાં આવ્યો છે.
તું દરિયાના મોટા પ્રાણી જેવો હતો+ અને તારી નદીઓમાં કૂદાકૂદ કરતો હતો.
તું તારા પગથી પાણી ડહોળી નાખતો અને નદીઓ ગંદી કરતો હતો.’