-
૨ કાળવૃત્તાંત ૪:૧૧-૧૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ હીરામે ડોલ, પાવડા અને વાટકા પણ બનાવ્યા.+
સુલેમાન રાજાએ સાચા ઈશ્વરના મંદિરનું જે કામ હીરામને સોંપેલું હતું, એ તેણે પૂરું કર્યું:+ ૧૨ બે સ્તંભો+ અને એ સ્તંભોની ટોચ પર વાટકા આકારના કળશો; સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા બે જાળી;+ ૧૩ બે જાળી માટે ૪૦૦ દાડમો,+ એટલે કે બે સ્તંભો પર મૂકેલા વાટકા આકારના કળશોને શણગારવા મૂકેલી દરેક જાળી માટે દાડમોની બે બે હાર;+ ૧૪ દસ લારીઓ* અને એના પરના દસ કુંડ;+ ૧૫ હોજ અને એની નીચેના ૧૨ આખલા;+
-