વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)

ગીતોનું ગીત ૪:૧

એને લગતી કલમો

  • +ગણ ૩૨:૧; પુન ૩:૧૨; ગીગી ૬:૫-૭

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૦૬, પાન ૫

ગીતોનું ગીત ૪:૩

ફૂટનોટ

  • *

    અથવા, “લમણાં.”

ગીતોનું ગીત ૪:૪

એને લગતી કલમો

  • +ગીગી ૧:૧૦
  • +નહે ૩:૨૫; ગીગી ૭:૪
  • +૨શ ૮:૭; ૨રા ૧૧:૧૦

ગીતોનું ગીત ૪:૫

એને લગતી કલમો

  • +ગીગી ૭:૩

ગીતોનું ગીત ૪:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +સભા ૨:૫

ગીતોનું ગીત ૪:૭

એને લગતી કલમો

  • +ગીગી ૪:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૨/૧/૨૦૦૬, પાન ૬

ગીતોનું ગીત ૪:૮

ફૂટનોટ

  • *

    અથવા, “પૂર્વીય લબાનોનની.”

એને લગતી કલમો

  • +પુન ૩:૨૫
  • +પુન ૩:૮, ૯; ગી ૧૩૩:૩

ગીતોનું ગીત ૪:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “મારી બહેન.”

એને લગતી કલમો

  • +ની ૫:૧૮, ૧૯

ગીતોનું ગીત ૪:૧૦

ફૂટનોટ

  • *

    મૂળ, “મારી બહેન.”

એને લગતી કલમો

  • +ગીગી ૭:૧૨
  • +ગીગી ૧:૨, ૪
  • +એસ્તે ૨:૧૨; ગીગી ૧:૧૨

ગીતોનું ગીત ૪:૧૧

એને લગતી કલમો

  • +ની ૧૬:૨૪
  • +ગીગી ૫:૧

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૦

    ૧૨/૧/૨૦૦૬, પાન ૫

ગીતોનું ગીત ૪:૧૨

ફૂટનોટ

  • *

    મૂળ, “મારી બહેન.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૨

    ૧૨/૧/૨૦૦૬, પાન ૬

    ૧૧/૧/૨૦૦૦, પાન ૧૧-૧૨

ગીતોનું ગીત ૪:૧૩

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “ત્વચા.”

  • *

    શબ્દસૂચિ જુઓ.

ગીતોનું ગીત ૪:૧૪

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    સુગંધીદાર બરુ. શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યોહ ૧૨:૩
  • +યશા ૪૩:૨૪
  • +ની ૭:૧૭
  • +ગી ૪૫:૮
  • +નિર્ગ ૩૦:૨૩, ૨૪, ૩૪; હઝ ૨૭:૨, ૨૨

ગીતોનું ગીત ૪:૧૫

એને લગતી કલમો

  • +યર્મિ ૧૮:૧૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૪:૧ગણ ૩૨:૧; પુન ૩:૧૨; ગીગી ૬:૫-૭
ગી.ગી. ૪:૪ગીગી ૧:૧૦
ગી.ગી. ૪:૪નહે ૩:૨૫; ગીગી ૭:૪
ગી.ગી. ૪:૪૨શ ૮:૭; ૨રા ૧૧:૧૦
ગી.ગી. ૪:૫ગીગી ૭:૩
ગી.ગી. ૪:૬સભા ૨:૫
ગી.ગી. ૪:૭ગીગી ૪:૧
ગી.ગી. ૪:૮પુન ૩:૨૫
ગી.ગી. ૪:૮પુન ૩:૮, ૯; ગી ૧૩૩:૩
ગી.ગી. ૪:૯ની ૫:૧૮, ૧૯
ગી.ગી. ૪:૧૦ગીગી ૭:૧૨
ગી.ગી. ૪:૧૦ગીગી ૧:૨, ૪
ગી.ગી. ૪:૧૦એસ્તે ૨:૧૨; ગીગી ૧:૧૨
ગી.ગી. ૪:૧૧ની ૧૬:૨૪
ગી.ગી. ૪:૧૧ગીગી ૫:૧
ગી.ગી. ૪:૧૪યોહ ૧૨:૩
ગી.ગી. ૪:૧૪યશા ૪૩:૨૪
ગી.ગી. ૪:૧૪ની ૭:૧૭
ગી.ગી. ૪:૧૪ગી ૪૫:૮
ગી.ગી. ૪:૧૪નિર્ગ ૩૦:૨૩, ૨૪, ૩૪; હઝ ૨૭:૨, ૨૨
ગી.ગી. ૪:૧૫યર્મિ ૧૮:૧૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૪:૧-૧૬

ગીતોનું ગીત

૪ “ઓ મારી પ્રેમિકા, તું અતિ સુંદર છે.

તું રૂપ રૂપનો અંબાર છે.

ઘૂંઘટ પાછળ રહેલી તારી આંખો કબૂતરની આંખો જેવી છે.

તારા કેશ ગિલયાદના પહાડો પરથી ઊતરતાં+

બકરીઓનાં ટોળાં જેવા છે.

 ૨ તારા દાંત એ ઘેટાઓ જેવા ઊજળા છે, જેઓનું ઊન હમણાં જ કાતરવામાં આવ્યું છે,

અને જેઓને હમણાં જ નવડાવીને બહાર લાવવામાં આવ્યાં છે.

એ બધા હારબંધ છે અને દરેકનો જોડીદાર છે,

એમાંથી એકેય ઓછો થયો નથી.

 ૩ તારા હોઠ લાલ દોરા જેવા છે,

તારી દરેક વાત મનને મીઠી લાગે છે.

ઘૂંઘટમાંથી તારા ગાલ*

દાડમની ફાડની જેમ ચમકે છે.

 ૪ તારી ગરદન+ દાઉદના મિનારા જેવી છે,+

જે હારબંધ પથ્થરોથી ઘડાયેલો છે.

એના પર હજાર ઢાલો લટકેલી છે,

હા, પરાક્રમી યોદ્ધાઓની ગોળ ઢાલો લટકેલી છે.+

 ૫ તારાં બે સ્તન

હરણીનાં જોડિયાં બચ્ચાં જેવાં છે,+

જે ફૂલો વચ્ચે ચરે છે.”

 ૬ “ઠંડી ઠંડી લહેર શરૂ થાય અને પડછાયો ધીરે ધીરે વિદાય લે,

એ પહેલાં હું બોળના પહાડ પર

અને લોબાનની* ટેકરી પર ચઢી જઈશ.”+

 ૭ “હે મારી પ્રિયતમા, તું માથાથી પગના તળિયા સુધી સુંદર છે,+

તારામાં કોઈ ડાઘ નથી.

 ૮ મારી દુલહન, લબાનોનથી મારી સાથે આવ,

હા, લબાનોનથી મારી સાથે ચાલ.+

ચાલ, આપણે આમાનાહની* ટોચથી નીચે ઊતરીએ,

સનીરના શિખરથી, હા, હેર્મોનના શિખરથી નીચે જઈએ,+

ચાલ, સિંહોનાં બીડ અને દીપડાના પહાડો પાર કરી દઈએ.

 ૯ મારી પ્રેમિકા,* મારી દુલહન, તેં મારું દિલ ચોરી લીધું છે,+

તારી એક જ નજરે મારું ચિત્ત હરી લીધું છે,

તારી માળાના એક મોતીએ મારી ધડકનો તેજ કરી દીધી છે.

૧૦ મારી પ્રેમિકા,* મારી દુલહન, તારી પ્રીતિ કેટલી મધુર છે!+

તારો પ્રેમ દ્રાક્ષદારૂ કરતાં ઉત્તમ છે.+

તારા અત્તરની મહેક બીજા કોઈ પણ સુગંધી દ્રવ્ય કરતાં શ્રેષ્ઠ છે.+

૧૧ મારી દુલહન, તારા હોઠમાંથી મધપૂડાની જેમ મધ ટપકે છે.+

મધ અને દૂધ તારી જીભ નીચે છે,+

તારાં કપડાંની સોડમ લબાનોનની સોડમ જેવી છે.

૧૨ મારી પ્રેમિકા* બંધ કરેલી વાડી જેવી છે,

મારી દુલહન બંધ કરેલી વાડી જેવી અને ઢાંકેલા ઝરા જેવી છે.

૧૩ તારી ડાળીઓ* દાડમનો બગીચો છે,

એમાં મીઠાં-મધુરાં ફળ લાગ્યાં છે. એમાં મેંદી અને જટામાંસીના* છોડ છે.

૧૪ હા, એમાં જટામાંસી,*+ કેસર, બરુ*+ અને તજ+ છે,

દરેક પ્રકારના લોબાનનાં ઝાડ, બોળ અને અગર+ છે,

ઉત્તમ સુગંધીઓના+ હરેક જાતના છોડ છે.

૧૫ તું બાગનો ઝરો છે, તાજા પાણીનો કૂવો છે,

લબાનોનથી વહેતું ઝરણું છે.+

૧૬ હે ઉત્તરના પવન, જાગ;

હે દક્ષિણના વાયરા, અહીં આવ.

મારા બાગ પર ધીરે ધીરે વા

અને એની ફોરમ ચારે કોર ફેલાવ.”

“મારા પ્રિયતમ, તારા બાગમાં આવ

અને એનાં મીઠાં-મધુરાં ફળ ખા.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો