ગીતશાસ્ત્ર
૯૩ યહોવા રાજા બન્યા છે!+
તેમણે ભવ્યતા પહેરી લીધી છે.
યહોવાએ શક્તિ ધારણ કરી છે,
તેમણે કમરપટ્ટાની જેમ એને પહેરી છે.
પૃથ્વીને અડગ રીતે સ્થાપન કરવામાં આવી છે,
એને ખસેડી શકાતી નથી.
૨ યુગોના યુગોથી તમારી રાજગાદી સ્થાપન કરવામાં આવી.+
તમે સનાતન ઈશ્વર છો.+
૩ હે યહોવા, નદીઓ ધસમસી રહી છે.
ધસમસતી નદીઓ ગર્જના કરી રહી છે.
નદીઓ ઊછળતી ઊછળતી ખળખળ વહી રહી છે.
૫ તમારાં સૂચનો એકદમ ભરોસાપાત્ર છે.+
હે યહોવા, પવિત્રતા તમારા મંદિરને સદા શણગારે છે.+