વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતોનું ગીત ૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતોનું ગીત મુખ્ય વિચારો

    • રાજા સુલેમાનની છાવણીમાં શૂલ્લામી છોકરી (૧:૧–૩:૫)

    • શૂલ્લામી છોકરી યરૂશાલેમમાં (૩:૬–૮:૪)

        • સિયોનની દીકરીઓ (૬-૧૧)

          • સુલેમાનની પાલખીનું વર્ણન

ગીતોનું ગીત ૩:૧

એને લગતી કલમો

  • +ગીગી ૧:૭
  • +ગીગી ૫:૬

ગીતોનું ગીત ૩:૩

એને લગતી કલમો

  • +ગીગી ૫:૭

ગીતોનું ગીત ૩:૪

એને લગતી કલમો

  • +ગીગી ૮:૨

ગીતોનું ગીત ૩:૫

એને લગતી કલમો

  • +ગીગી ૨:૭; ૮:૪

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૧૫, પાન ૩૧

    ૧૨/૧/૨૦૦૬, પાન ૪-૫

ગીતોનું ગીત ૩:૬

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૦:૨૩, ૨૪, ૩૪

ગીતોનું ગીત ૩:૭

એને લગતી કલમો

  • +૧રા ૯:૨૨

ગીતોનું ગીત ૩:૯

એને લગતી કલમો

  • +૧રા ૫:૮, ૯

ગીતોનું ગીત ૩:૧૧

ફૂટનોટ

  • *

    અથવા, “ફૂલોનો તાજ; ફૂલમાળા.”

એને લગતી કલમો

  • +૨શ ૧૨:૨૪; ની ૪:૩

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગી.ગી. ૩:૧ગીગી ૧:૭
ગી.ગી. ૩:૧ગીગી ૫:૬
ગી.ગી. ૩:૩ગીગી ૫:૭
ગી.ગી. ૩:૪ગીગી ૮:૨
ગી.ગી. ૩:૫ગીગી ૨:૭; ૮:૪
ગી.ગી. ૩:૬નિર્ગ ૩૦:૨૩, ૨૪, ૩૪
ગી.ગી. ૩:૭૧રા ૯:૨૨
ગી.ગી. ૩:૯૧રા ૫:૮, ૯
ગી.ગી. ૩:૧૧૨શ ૧૨:૨૪; ની ૪:૩
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતોનું ગીત ૩:૧-૧૧

ગીતોનું ગીત

૩ “રાતે મારી પથારીમાં સૂતાં સૂતાં,

હું મારા પ્રીતમના વિચારોમાં ખોવાયેલી હતી.+

મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.+

 ૨ હું ઊઠીને તેને શહેરમાં શોધવા જઈશ;

ગલીઓમાં અને ચોકમાં તેને શોધીશ,

હું મારા પ્રિયતમને શોધીને જ રહીશ.

મેં તેને શોધ્યો, પણ તે મને જડ્યો નહિ.

 ૩ શહેરની રખેવાળી કરતા ચોકીદારો મને મળ્યા.+

મેં તેઓને પૂછ્યું: ‘શું તમે મારા પ્રેમીને જોયો છે?’

 ૪ હજી હું તેઓથી થોડે જ દૂર ગઈ હતી

અને મને મારો પ્રેમી મળ્યો.

મેં તેને પકડી લીધો. હું જ્યાં સુધી તેને મારી માના ઘરમાં,+

હા, મારી જનેતાના અંદરના ઓરડામાં લાવી નહિ,

ત્યાં સુધી મેં તેને છોડ્યો નહિ,

 ૫ હે યરૂશાલેમની દીકરીઓ,

તમને હરણીઓના અને જંગલમાં ફરતી સાબરીઓના સમ:

મારા દિલમાં પ્રેમ ન જાગે ત્યાં સુધી, મારામાં પ્રેમ જગાડવાની કોશિશ કરશો નહિ.”+

 ૬ “વેરાન પ્રદેશમાંથી આ ધુમાડાના સ્તંભ જેવું શું આવી રહ્યું છે?

એ શું છે, જેમાંથી બોળ અને લોબાનની,*

વેપારીનાં સુગંધી દ્રવ્યની* મહેક આવી રહી છે?”+

 ૭ “જુઓ! એ તો સુલેમાનની પાલખી છે.

ઇઝરાયેલના પરાક્રમી યોદ્ધાઓમાંથી,+

૬૦ યોદ્ધાઓ એની આસપાસ છે,

 ૮ દરેકે તલવાર સજી છે

અને તેઓ યુદ્ધકળામાં કુશળ છે,

રાતે જોખમો સામે લડવા

દરેકે પોતાની તલવાર કમરે લટકાવી છે.”

 ૯ “એ તો રાજા સુલેમાનની શાહી પાલખી છે,

જે તેમણે લબાનોનના લાકડામાંથી બનાવી છે.+

૧૦ એના પાયા ચાંદીના બનેલા છે,

એના ટેકા સોનાથી ઘડેલા છે.

એની ગાદી જાંબુડિયા રંગના ઊનની બનેલી છે.

યરૂશાલેમની દીકરીઓએ

પોતાનો પ્રેમ રેડીને એને અંદરથી સજાવી છે.”

૧૧ “હે સિયોનની દીકરીઓ, બહાર આવો,

રાજા સુલેમાનને જુઓ.

તેમણે એ મુગટ* પહેર્યો છે,

જે તેમની માએ+ તેમના લગ્‍નના દિવસ માટે બનાવડાવ્યો હતો,

હા, એ દિવસે જ્યારે રાજાનું દિલ ખુશીથી ઝૂમી ઊઠ્યું હતું.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો