વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ન્યાયાધીશો ૧૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ન્યાયાધીશો મુખ્ય વિચારો

      • ગિબયાહમાં બિન્યામીનના લોકોએ કરેલો બળાત્કાર (૧-૩૦)

ન્યાયાધીશો ૧૯:૧

એને લગતી કલમો

  • +૧શ ૮:૪, ૫
  • +યહો ૧૭:૧૪, ૧૫
  • +ઉત ૩૫:૧૯; મીખ ૫:૨

ન્યાયાધીશો ૧૯:૬

ફૂટનોટ

  • *

    અથવા, “દિલને ખુશ કરો.”

ન્યાયાધીશો ૧૯:૯

ફૂટનોટ

  • *

    મૂળ, “તંબુએ.”

ન્યાયાધીશો ૧૯:૧૦

એને લગતી કલમો

  • +યહો ૧૫:૮, ૬૩; ૧૮:૨૮; ન્યા ૧:૮

ન્યાયાધીશો ૧૯:૧૨

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૮

ન્યાયાધીશો ૧૯:૧૩

એને લગતી કલમો

  • +યહો ૧૮:૨૧, ૨૫

ન્યાયાધીશો ૧૯:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૨

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧/૧૫/૨૦૦૫, પાન ૨૭

ન્યાયાધીશો ૧૯:૧૬

એને લગતી કલમો

  • +ન્યા ૧૯:૧
  • +યહો ૧૮:૨૧, ૨૮

ન્યાયાધીશો ૧૯:૧૮

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “હું યહોવાના ઘરમાં સેવા આપું છું.”

એને લગતી કલમો

  • +ન્યા ૧૯:૧, ૨

ન્યાયાધીશો ૧૯:૧૯

એને લગતી કલમો

  • +ઉત ૨૪:૩૨
  • +ઉત ૧૮:૫; ૧૯:૩

ન્યાયાધીશો ૧૯:૨૦

ફૂટનોટ

  • *

    મૂળ, “તમને શાંતિ થાઓ.”

ન્યાયાધીશો ૧૯:૨૨

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૪, ૫; લેવી ૨૦:૧૩; રોમ ૧:૨૭; ૧કો ૬:૯, ૧૦; યહૂ ૭

ન્યાયાધીશો ૧૯:૨૪

એને લગતી કલમો

  • +ઉત ૧૯:૬-૮

ન્યાયાધીશો ૧૯:૨૫

એને લગતી કલમો

  • +ન્યા ૧૯:૨

ન્યાયાધીશો ૧૯:૩૦

એને લગતી કલમો

  • +ન્યા ૨૦:૭

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ન્યા. ૧૯:૧૧શ ૮:૪, ૫
ન્યા. ૧૯:૧યહો ૧૭:૧૪, ૧૫
ન્યા. ૧૯:૧ઉત ૩૫:૧૯; મીખ ૫:૨
ન્યા. ૧૯:૧૦યહો ૧૫:૮, ૬૩; ૧૮:૨૮; ન્યા ૧:૮
ન્યા. ૧૯:૧૨યહો ૧૮:૨૮
ન્યા. ૧૯:૧૩યહો ૧૮:૨૧, ૨૫
ન્યા. ૧૯:૧૫ઉત ૧૯:૨
ન્યા. ૧૯:૧૬ન્યા ૧૯:૧
ન્યા. ૧૯:૧૬યહો ૧૮:૨૧, ૨૮
ન્યા. ૧૯:૧૮ન્યા ૧૯:૧, ૨
ન્યા. ૧૯:૧૯ઉત ૨૪:૩૨
ન્યા. ૧૯:૧૯ઉત ૧૮:૫; ૧૯:૩
ન્યા. ૧૯:૨૨ઉત ૧૯:૪, ૫; લેવી ૨૦:૧૩; રોમ ૧:૨૭; ૧કો ૬:૯, ૧૦; યહૂ ૭
ન્યા. ૧૯:૨૪ઉત ૧૯:૬-૮
ન્યા. ૧૯:૨૫ન્યા ૧૯:૨
ન્યા. ૧૯:૩૦ન્યા ૨૦:૭
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ન્યાયાધીશો ૧૯:૧-૩૦

ન્યાયાધીશો

૧૯ એ દિવસોમાં ઇઝરાયેલમાં કોઈ રાજા ન હતો.+ એક લેવી એફ્રાઈમના પહાડી વિસ્તારના+ છેવાડે રહેતો હતો. તેણે યહૂદાના બેથલેહેમની+ એક સ્ત્રીને ઉપપત્ની તરીકે રાખી. ૨ પણ તે પોતાના પતિને બેવફા બની અને તેને છોડીને યહૂદાના બેથલેહેમમાં પોતાના પિતાના ઘરે જતી રહી. તે ચાર મહિના સુધી ત્યાં રહી. ૩ તેનો પતિ તેને મનાવીને ઘરે પાછી લાવવા નીકળ્યો. તેણે પોતાની સાથે એક સેવક અને બે ગધેડાં લીધાં. તે ત્યાં પહોંચ્યો ત્યારે ઉપપત્ની તેને પિતાના ઘરમાં લઈ ગઈ. પિતા પોતાના જમાઈને જોઈને ખુશ થઈ ગયો. ૪ તેણે જમાઈને ત્રણ દિવસ પોતાની સાથે રહેવા મનાવી લીધો અને તેઓએ ખાધું-પીધું. એ લેવી ત્યાં ત્રણ રાત રોકાયો.

૫ ચોથા દિવસે તેઓ વહેલી સવારે ઊઠીને પાછા જવાની તૈયારી કરવા લાગ્યા. પણ સસરાએ જમાઈને કહ્યું: “તમે કંઈક જમી લો, જેથી શરીરમાં તાકાત આવે અને પછી જજો.” ૬ એટલે તેઓ બંને બેઠા અને સાથે મળીને ખાધું-પીધું. સસરાએ જમાઈને વિનંતી કરી: “રાત રોકાઈ જાઓ અને આનંદ કરો.”* ૭ લેવી વિદાય લેવા ઊભો થયો ત્યારે, સસરાએ તેને રોકાઈ જવા બહુ આગ્રહ કર્યો. એટલે તે ફરીથી રાત રોકાઈ ગયો.

૮ પાંચમા દિવસે તે વહેલી સવારે ઊઠીને પાછા જવાની તૈયારી કરતો હતો ત્યારે, સ્ત્રીના પિતાએ તેને કહ્યું: “તમે કંઈક જમી લો, જેથી શરીરમાં તાકાત આવે.” તે બંનેએ ખાધું અને મોડે સુધી ત્યાં રહ્યા. ૯ જ્યારે લેવી પોતાની ઉપપત્ની અને સેવકને લઈને જવા નીકળ્યો, ત્યારે તેના સસરાએ કહ્યું: “હવે સાંજ થવા આવી છે. જલદી જ અંધારું થશે. આજની રાત રોકાઈ જાઓ અને આનંદ કરો. કાલે વહેલી સવારે ઘરે* જવા નીકળી જજો.” ૧૦ લેવીને હવે રાત રોકાવું ન હતું. તે પોતાની ઉપપત્ની, સેવક અને બે ગધેડાં લઈને નીકળી પડ્યો. તે યબૂસ, એટલે કે યરૂશાલેમ+ પાસે આવી પહોંચ્યો.

૧૧ તેઓ યબૂસ નજીક આવ્યા ત્યારે સાંજ થઈ ગઈ હતી. સેવકે તેના માલિકને પૂછ્યું: “શું આપણે આ યબૂસીઓના શહેરમાં જઈને રાત વિતાવીએ?” ૧૨ માલિકે તેને કહ્યું: “આપણે પરદેશીઓના શહેરમાં નહિ રોકાઈએ, ત્યાં કોઈ ઇઝરાયેલી નથી. આપણે ગિબયાહ+ સુધી જઈશું.” ૧૩ માલિકે સેવકને આમ પણ કહ્યું: “ચાલો આપણે ગિબયાહ અથવા રામા+ પહોંચી જઈએ અને ત્યાં જ રાતવાસો કરીએ.” ૧૪ તેઓ આગળ વધ્યા અને બિન્યામીન કુળના ગિબયાહ શહેર નજીક આવી પહોંચ્યા ત્યારે સૂર્ય આથમવા લાગ્યો હતો.

૧૫ તેઓ રાત રોકાવા ગિબયાહમાં ગયા અને ચોકમાં જઈને બેઠા. તેઓને રાત રોકાવા કોઈ પોતાના ઘરે લઈ ગયું નહિ.+ ૧૬ એવામાં એક વૃદ્ધ માણસ ખેતરમાંથી કામ કરીને મોડી સાંજે ઘરે પાછો આવતો હતો. તે એફ્રાઈમના પહાડી વિસ્તારનો+ હતો, પણ થોડા સમયથી ગિબયાહમાં રહેતો હતો. એ શહેરના રહેવાસીઓ બિન્યામીન કુળના હતા.+ ૧૭ વૃદ્ધ માણસે શહેરના ચોકમાં લેવીને જોઈને તેને પૂછ્યું: “તું ક્યાંથી આવ્યો છે? ક્યાં જાય છે?” ૧૮ લેવીએ કહ્યું: “અમે યહૂદાના બેથલેહેમથી આવ્યા છીએ અને એફ્રાઈમના પહાડી વિસ્તારના છેવાડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું યહૂદાના બેથલેહેમ ગયો હતો+ અને હવે યહોવાના ઘરે જઈ રહ્યો છું.* પણ મને રાત રોકાવા કોઈ પોતાના ઘરે લઈ ગયું નથી. ૧૯ અમને કશાની ખોટ નથી. અમારી પાસે ગધેડાં માટે પૂરતો ઘાસચારો છે.+ મારી ઉપપત્ની, મારા સેવક અને મારા માટે પૂરતું ખાવાનું+ અને દ્રાક્ષદારૂ પણ છે.” ૨૦ વૃદ્ધ માણસે કહ્યું: “મારા ઘરે ચાલો.* હું તમારી બધી સંભાળ રાખીશ. શહેરના ચોકમાં રાત વિતાવશો નહિ.” ૨૧ તે તેઓને પોતાના ઘરે લઈ ગયો. તેણે ગધેડાઓને ચારો નાખ્યો. તેઓ બધાએ પગ ધોઈને ખાધું-પીધું.

૨૨ તેઓ મોજથી ખાતાં-પીતાં હતા, એવામાં શહેરના અમુક નકામા માણસોએ ઘરને ઘેરી લીધું. તેઓ બારણું ખખડાવવા લાગ્યા અને ઘરના માલિકને, એટલે કે વૃદ્ધ માણસને કહેવા લાગ્યા: “તારા ઘરે આવેલા માણસને બહાર લાવ, જેથી અમે તેની સાથે જાતીય સંબંધ બાંધીએ.”+ ૨૩ ઘરના માલિકે બહાર આવીને એ માણસોને વિનંતી કરી: “મારા ભાઈઓ, એવું દુષ્ટ કામ ન કરશો. એ માણસ મારો મહેમાન છે, એવું શરમજનક કામ ન કરશો. ૨૪ મારી એક કુંવારી દીકરી છે અને મારા મહેમાનની ઉપપત્ની છે. હું તેઓને બહાર લાવું છું, તમારે જે અત્યાચાર કરવો હોય, એ તેઓ સાથે કરજો.+ પણ એ માણસ સાથે એવું શરમજનક કામ ન કરશો.”

૨૫ એ માણસો તેનું સાંભળવા તૈયાર ન હતા. એટલે લેવી પોતાની ઉપપત્નીને બહાર લાવ્યો+ અને તેઓને સોંપી દીધી. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેને ચૂંથી. વહેલી સવારે તેઓએ તેને છોડી મૂકી. ૨૬ એ સ્ત્રી વહેલી સવારે વૃદ્ધ માણસના ઘર પાસે આવીને ઢળી પડી, જ્યાં તેનો પતિ રોકાયો હતો. અજવાળું થતા સુધી તે બારણા આગળ પડી રહી. ૨૭ તેના પતિએ સવારે ઊઠીને મુસાફરી શરૂ કરવા ઘરનાં બારણાં ખોલ્યાં. તેણે પોતાની ઉપપત્નીને ઘરના બારણે પડેલી જોઈ અને તેના હાથ બારણાના ઉંબરા પર હતા. ૨૮ પતિએ તેને કહ્યું: “ઊઠ, આપણે જઈએ.” પણ કોઈ જવાબ ન મળ્યો, કેમ કે તે મરી ગઈ હતી. તેણે તેને ઉઠાવીને ગધેડા પર મૂકી અને તે ઘરે જવા નીકળ્યો.

૨૯ ઘરે પહોંચીને તેણે એક છરાથી પોતાની ઉપપત્નીના ૧૨ ટુકડા કર્યા અને ઇઝરાયેલના દરેક કુળને એક એક ટુકડો મોકલી આપ્યો. ૩૦ જેઓએ એ જોયું તે સર્વએ કહ્યું: “ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા ત્યારથી લઈને આજ સુધી આવું ક્યારેય જોયું નથી. અરે, આવું બન્યું પણ નથી! એના પર વિચાર કરો, સલાહ લો+ અને અમને જણાવો કે શું કરવું.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો