વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • પુનર્નિયમ ૨૧
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

પુનર્નિયમના મુખ્ય વિચારો

      • ખૂની કોણ એની જાણ ન થાય ત્યારે શું કરવું (૧-૯)

      • બંદી બનાવેલી સ્ત્રીને પરણવું (૧૦-૧૪)

      • પ્રથમ જન્મેલાનો હક (૧૫-૧૭)

      • હઠીલો દીકરો (૧૮-૨૧)

      • થાંભલા પર લટકાવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે (૨૨, ૨૩)

પુનર્નિયમ ૨૧:૨

એને લગતી કલમો

  • +પુન ૧૬:૧૮

પુનર્નિયમ ૨૧:૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

પુનર્નિયમ ૨૧:૪

એને લગતી કલમો

  • +ગણ ૩૫:૩૩

પુનર્નિયમ ૨૧:૫

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૮:૧
  • +ગણ ૬:૨૩-૨૭; ૧કા ૨૩:૧૩
  • +પુન ૧૭:૮, ૯

પુનર્નિયમ ૨૧:૬

એને લગતી કલમો

  • +ગી ૨૬:૬; માથ ૨૭:૨૪

પુનર્નિયમ ૨૧:૭

ફૂટનોટ

  • *

    મૂળ, “લોહી વહેવડાવ્યું.”

પુનર્નિયમ ૨૧:૮

એને લગતી કલમો

  • +૨શ ૭:૨૩
  • +યશા ૨૬:૨૧; યર્મિ ૨૬:૧૫

પુનર્નિયમ ૨૧:૧૦

એને લગતી કલમો

  • +ગણ ૩૧:૯; પુન ૨૦:૧૩, ૧૪

પુનર્નિયમ ૨૧:૧૩

એને લગતી કલમો

  • +ગણ ૨૦:૨૯; પુન ૩૪:૮

પુનર્નિયમ ૨૧:૧૪

એને લગતી કલમો

  • +પુન ૨૪:૧

પુનર્નિયમ ૨૧:૧૫

એને લગતી કલમો

  • +ઉત ૨૯:૩૦, ૩૩

પુનર્નિયમ ૨૧:૧૭

ફૂટનોટ

  • *

    અથવા, “બાળક પેદા કરવાની શક્તિની.”

એને લગતી કલમો

  • +ઉત ૨૫:૩૧; ૨કા ૨૧:૩

પુનર્નિયમ ૨૧:૧૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૨૦:૧૨; પુન ૨૭:૧૬; ની ૧:૮; એફે ૬:૧
  • +પુન ૮:૫; ની ૧૩:૨૪; ૧૯:૧૮; ૨૩:૧૩; હિબ્રૂ ૧૨:૯

પુનર્નિયમ ૨૧:૨૦

એને લગતી કલમો

  • +ની ૨૮:૭
  • +રોમ ૧૩:૧૩; ૧કો ૬:૧૦; એફે ૫:૧૮

પુનર્નિયમ ૨૧:૨૧

એને લગતી કલમો

  • +પુન ૧૩:૧૦, ૧૧

પુનર્નિયમ ૨૧:૨૨

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +ગણ ૨૫:૫
  • +યહો ૧૦:૨૬; પ્રેકા ૧૦:૩૯

પુનર્નિયમ ૨૧:૨૩

એને લગતી કલમો

  • +યહો ૮:૨૯; યોહ ૧૯:૩૧
  • +ગલા ૩:૧૩
  • +ગણ ૩૫:૩૪

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

પુન. ૨૧:૨પુન ૧૬:૧૮
પુન. ૨૧:૪ગણ ૩૫:૩૩
પુન. ૨૧:૫નિર્ગ ૨૮:૧
પુન. ૨૧:૫ગણ ૬:૨૩-૨૭; ૧કા ૨૩:૧૩
પુન. ૨૧:૫પુન ૧૭:૮, ૯
પુન. ૨૧:૬ગી ૨૬:૬; માથ ૨૭:૨૪
પુન. ૨૧:૮૨શ ૭:૨૩
પુન. ૨૧:૮યશા ૨૬:૨૧; યર્મિ ૨૬:૧૫
પુન. ૨૧:૧૦ગણ ૩૧:૯; પુન ૨૦:૧૩, ૧૪
પુન. ૨૧:૧૩ગણ ૨૦:૨૯; પુન ૩૪:૮
પુન. ૨૧:૧૪પુન ૨૪:૧
પુન. ૨૧:૧૫ઉત ૨૯:૩૦, ૩૩
પુન. ૨૧:૧૭ઉત ૨૫:૩૧; ૨કા ૨૧:૩
પુન. ૨૧:૧૮નિર્ગ ૨૦:૧૨; પુન ૨૭:૧૬; ની ૧:૮; એફે ૬:૧
પુન. ૨૧:૧૮પુન ૮:૫; ની ૧૩:૨૪; ૧૯:૧૮; ૨૩:૧૩; હિબ્રૂ ૧૨:૯
પુન. ૨૧:૨૦ની ૨૮:૭
પુન. ૨૧:૨૦રોમ ૧૩:૧૩; ૧કો ૬:૧૦; એફે ૫:૧૮
પુન. ૨૧:૨૧પુન ૧૩:૧૦, ૧૧
પુન. ૨૧:૨૨ગણ ૨૫:૫
પુન. ૨૧:૨૨યહો ૧૦:૨૬; પ્રેકા ૧૦:૩૯
પુન. ૨૧:૨૩યહો ૮:૨૯; યોહ ૧૯:૩૧
પુન. ૨૧:૨૩ગલા ૩:૧૩
પુન. ૨૧:૨૩ગણ ૩૫:૩૪
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પુનર્નિયમ ૨૧:૧-૨૩

પુનર્નિયમ

૨૧ “તમારા ઈશ્વર યહોવા તમને જે દેશનો કબજો સોંપી રહ્યા છે, ત્યાં જો કોઈ માણસની લાશ મળે અને એ ખૂન કોણે કર્યું છે એ કોઈ જાણતું ન હોય, ૨ તો તમારા વડીલો અને ન્યાયાધીશો+ ત્યાં જાય અને લાશની આસપાસનાં શહેરોનું અંતર માપે. ૩ પછી લાશની સૌથી નજીકના શહેરના વડીલો એક એવી વાછરડી લે, જેની પાસેથી હજી કામ લેવામાં આવ્યું નથી અને જે ઝૂંસરીએ* જોડાઈ નથી. ૪ શહેરના વડીલો એ વાછરડીને વહેતા પાણીની ખીણ પાસે લઈ જાય, જ્યાં ખેડાણ કે વાવેતર થયું નથી. ખીણમાં તેઓ વાછરડીનું ગળું કાપીને એને મારી નાખે.+

૫ “લેવી યાજકો ત્યાં આવશે, કેમ કે તમારા ઈશ્વર યહોવાએ પોતાની સેવા કરવા+ અને યહોવાના નામે આશીર્વાદ આપવા તેઓને પસંદ કર્યા છે.+ તેઓ જણાવશે કે લડાઈ-ઝઘડા કઈ રીતે હલ કરવાં.+ ૬ પછી લાશની સૌથી નજીકના શહેરના બધા વડીલો પોતાના હાથ એ વાછરડી પર ધૂએ,+ જેને ખીણમાં ગળું કાપીને મારી નાખવામાં આવી હતી. ૭ પછી વડીલો જાહેર કરે, ‘અમારા હાથોએ એ ખૂન કર્યું* નથી કે અમારી આંખોએ એ ખૂન થતા જોયું નથી. ૮ હે યહોવા, એ ખૂન માટે તમે ઇઝરાયેલીઓને દોષિત ન ઠરાવો, જેઓને તમે પોતે છોડાવ્યા છે.+ તમારા લોકો પર એ નિર્દોષ માણસના લોહીનો દોષ આવવા ન દો.’+ પછી એ માણસના લોહીનો દોષ તેઓ પર નહિ આવે. ૯ આ રીતે, યહોવાની નજરમાં જે ખરું છે એ કરીને તમે તમારી વચ્ચેથી નિર્દોષ માણસના લોહીનો દોષ દૂર કરો.

૧૦ “ધારો કે, તમે દુશ્મનો સામે યુદ્ધ કરવા જાઓ છો. તમારા ઈશ્વર યહોવા તમારા વતી લડીને તેઓને હરાવી દે છે અને તમે તેઓને બંદી બનાવો છો.+ ૧૧ તેઓમાંથી કોઈ સુંદર સ્ત્રી તમને ગમી જાય છે. જો તમે તેને પોતાની પત્ની બનાવવા ચાહતા હો, ૧૨ તો તેને પોતાના ઘરે લાવી શકો. પણ તે સ્ત્રી પોતાનું માથું મૂંડાવે, નખ કાપે ૧૩ અને બંદીવાન થઈ ત્યારે તેણે જે કપડાં પહેર્યાં હતાં, એ બદલી નાખે અને તમારા ઘરમાં રહે. તે પોતાનાં માતા-પિતા માટે એક મહિનો શોક પાળે.+ પછી તમે તેના પતિ થશો ને તે તમારી પત્ની થશે અને તમે તેની સાથે જાતીય સંબંધ બાંધી શકો. ૧૪ પણ જો તમે તેનાથી ખુશ ન હો, તો તે ચાહે ત્યાં તેને જવા દો.+ તમે તેને પૈસા માટે ન વેચો અથવા તેની સાથે જોરજુલમથી ન વર્તો, કેમ કે તમે બળજબરીથી તેને તમારી પત્ની બનાવી હતી.

૧૫ “ધારો કે, એક માણસને બે પત્નીઓ છે અને તે એકને બીજી કરતાં વધારે પ્રેમ કરે છે. બંને પત્નીઓથી તેને દીકરાઓ થાય છે. જે પત્નીને તે ઓછો પ્રેમ કરે છે+ તેનાથી તેને પ્રથમ દીકરો જન્મે છે. ૧૬ જ્યારે તે પોતાના દીકરાઓને વારસો વહેંચી આપે, ત્યારે અણગમતી પત્નીથી થયેલા પ્રથમ જન્મેલા દીકરાનો હક વહાલી પત્નીથી થયેલા દીકરાને ન આપે. ૧૭ અણગમતી પત્નીથી થયેલા દીકરાને તે પ્રથમ જન્મેલો દીકરો ગણે. તેને સર્વ સંપત્તિનો બમણો ભાગ આપે, કેમ કે એ દીકરો તેની શક્તિની* પહેલી નિશાની છે. પ્રથમ જન્મેલા દીકરા તરીકેનો હક તેનો છે.+

૧૮ “જો કોઈ માણસનો દીકરો હઠીલો કે બંડખોર હોય અને તેના માતા કે પિતાનું માનતો ન હોય+ અને તેઓએ તેને સુધારવાની કોશિશ કરી હોય છતાં તે તેઓને ગણકારતો ન હોય,+ ૧૯ તો તેનાં માતા-પિતા તેને પકડીને શહેરના દરવાજે વડીલો પાસે લાવે. ૨૦ તેઓ વડીલોને કહે, ‘અમારો આ દીકરો હઠીલો અને બંડખોર છે. તે અમારું માનતો નથી. તે ખાઉધરો+ અને દારૂડિયો છે.’+ ૨૧ પછી તેના શહેરના બધા લોકો તેને પથ્થરે મારી નાખે. આમ તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો. આખું ઇઝરાયેલ એ વિશે સાંભળશે અને ગભરાશે.+

૨૨ “જો કોઈ માણસે મરણને લાયક પાપ કર્યું હોય અને તમે તેને મારી નાખીને+ તેનું શબ થાંભલા* પર લટકાવ્યું હોય,+ ૨૩ તો તેનું શબ આખી રાત થાંભલા પર રહેવા દેવું નહિ.+ એ જ દિવસે એને દફનાવી દો, કેમ કે થાંભલા પર લટકાવેલા માણસ પર ઈશ્વરનો શ્રાપ છે.+ યહોવા તમારા ઈશ્વર તમને વારસા તરીકે જે દેશ આપે છે એને તમે ભ્રષ્ટ ન કરો.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો