ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. ગીત.
૬૭ ઈશ્વર અમારા પર કૃપા અને આશીર્વાદ વરસાવશે.
તે પોતાના મુખનું તેજ અમારા પર ઝળહળવા દેશે,+ (સેલાહ)
૩ હે ભગવાન, લોકો તમારી સ્તુતિ કરે,
હા, બધા લોકો તમારો જયજયકાર કરે.
તમે પૃથ્વીની પ્રજાઓને દોરવણી આપશો. (સેલાહ)
૫ હે ભગવાન, લોકો તમારી સ્તુતિ કરે,
હા, બધા લોકો તમારો જયજયકાર કરે.
૬ ઈશ્વર, હા, આપણા ઈશ્વર આશીર્વાદ વરસાવશે.+
ધરતી પોતાની ઊપજ આપશે.+