અયૂબ
૨૧ અયૂબે જવાબ આપ્યો:
૨ “મારી વાત ધ્યાન દઈને સાંભળો,
એનાથી જ મને દિલાસો મળશે.
૩ થોડી ધીરજ ધરો, મને બોલવા દો;
પછી મારી મજાક ઉડાવવી હોય તો ઉડાવજો.+
૪ શું મારી ફરિયાદ કોઈ માણસ સામે છે?
જો એમ હોત, તો હું ક્યારનો ધીરજ ખોઈ બેઠો હોત.
૫ મને જુઓ તો ખરા! તમને નવાઈ લાગશે,
તમે તમારા મોં પર હાથ મૂકીને ચૂપ રહેશો.
૬ મારા પર જે વીત્યું છે, એ યાદ કરતા જ હું હેરાન-પરેશાન થઈ જાઉં છું,
મારું આખું શરીર થરથર કાંપી ઊઠે છે.
૭ દુષ્ટો કેમ લાંબું જીવે છે+ અને ઘડપણ જુએ છે?
૮ તેઓનાં બાળકો કાયમ તેઓની નજર સામે રહે છે,
તેઓ પોતાનાં વંશજો પણ જુએ છે.
૯ તેઓનાં ઘરો સુરક્ષિત છે, તેઓને કશાનો ડર નથી,+
ઈશ્વર પણ પોતાની સોટીથી તેઓને શિક્ષા કરતા નથી.
૧૦ તેઓના આખલા સંવનનમાં સફળ થાય છે,
તેઓની ગાયો વાછરડાંને જન્મ આપે છે, એકેય બચ્ચું ગર્ભમાં મરી જતું નથી.
૧૧ એ દુષ્ટોનાં બાળકો મસ્તીમાં નાચે છે,
ઘેટાં-બકરાંની જેમ તેઓ રમતાં-કૂદતાં ઘરમાંથી બહાર નીકળે છે.
૧૨ તેઓ ખંજરી અને વીણાના તાલે ગીતો ગાય છે,
અને વાંસળીના સૂરે હરખાય છે.+
૧૪ જોકે તેઓ સાચા ઈશ્વરને કહે છે, ‘અમને એકલા છોડી દો!
અમારે તમારા માર્ગો વિશે નથી જાણવું.+
૧૫ સર્વશક્તિમાન કોણ કે અમે તેમની ભક્તિ કરીએ?+
તેમને ઓળખીને અમને શો ફાયદો થવાનો?’+
૧૬ પણ હું જાણું છું કે તેઓની જાહોજલાલી તેઓની મુઠ્ઠીમાં નથી.+
દુષ્ટોના વિચારો* સાથે મારે કંઈ લેવાદેવા નથી.+
૧૭ શું ક્યારેય દુષ્ટોનો દીવો હોલવાયો છે?+
શું ક્યારેય તેઓ પર આફત ત્રાટકી છે?
શું ક્યારેય ઈશ્વરે ગુસ્સે ભરાઈને તેઓનો સંહાર કર્યો છે?
૧૮ શું તેઓ ક્યારેય પવનમાં ઊડતા તણખલા જેવા,
હા, તોફાનમાં ઊડતા ફોતરા જેવા થયા છે?
૧૯ ઈશ્વર તો દુષ્ટના પાપની સજા તેના દીકરાઓ માટે સંઘરી રાખે છે,
પણ તેમણે તો દુષ્ટને સજા કરવી જોઈએ, જેથી તેને ખબર પડે.+
૨૦ દુષ્ટ પોતાની આંખે જ પોતાની બરબાદી જુએ
અને સર્વશક્તિમાનના કોપનો પ્યાલો પોતે જ પીએ તો કેવું સારું!+
૨૧ જો તેના દિવસો ટૂંકાવવામાં આવે,
તો શું તેને ચિંતા હોય છે કે, તેના મરણ પછી તેના દીકરાઓનું શું થશે?+
૨૩ એક માણસ મરે ત્યાં સુધી જોમથી ભરપૂર હોય છે,+
તે સુખચેન અને આરામથી જીવતો હોય છે,+
૨૪ તેની જાંઘો ચરબીથી ભરેલી હોય છે,
અને તેનાં હાડકાં મજબૂત હોય છે.*
૨૫ પણ બીજો માણસ તો દુઃખ સહેતાં સહેતાં મરે છે,
અને તેણે ક્યારેય સુખ ચાખ્યું પણ નથી હોતું.
૨૮ કેમ કે તમે કહો છો, ‘અધિકારીનું ઘર ક્યાં છે?
અને દુષ્ટ રહેતો હતો એ તંબુ ક્યાં છે?’+
૨૯ શું તમે મુસાફરોને પૂછ્યું નથી?
શું તમે તેઓના પુરાવાઓ તપાસ્યા નથી કે,
૩૦ દુષ્ટ માણસ આપત્તિના દિવસે બચી જાય છે,
અને કોપના દિવસે છૂટી જાય છે?
૩૧ દુષ્ટને તેના માર્ગો વિશે મોઢામોઢ કોણ કહેશે?
તેણે જે કર્યું છે એનો બદલો કોણ વાળી આપશે?
૩૨ તેને દફનાવવા લઈ જવામાં આવે છે ત્યારે,
તેની કબર પર ચોકી મૂકવામાં આવશે.
૩૩ કબરના ખાડાનાં* ઢેફાં તેને મીઠાં લાગશે;+
૩૪ તો પછી તમે કેમ મને નકામો દિલાસો આપો છો?+
તમારો એકેએક શબ્દ કપટથી ભરેલો છે!”