ગીતશાસ્ત્ર
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૦૯ હે ઈશ્વર, હું તમારી સ્તુતિ કરું છું.+ તમે ચૂપ ન રહો.
૨ દુષ્ટ અને કપટી માણસો મારી વિરુદ્ધ બોલે છે.
તેઓ મારા વિશે અફવાઓ ફેલાવે છે.+
૩ તેઓ મને ઘેરી વળે છે
અને નફરત ભરેલા શબ્દોનો મારો ચલાવે છે.+
૪ મારા પ્રેમના બદલામાં તેઓ મારો વિરોધ કરે છે,+
તોપણ હું પ્રાર્થના કર્યા કરું છું.
૬ તમે તેના પર દુષ્ટ માણસ ઠરાવો.
તેના જમણા હાથે વિરોધી* ઊભો થાય.
૯ તેનાં બાળકો અનાથ થઈ જાય,
તેની પત્ની વિધવા થઈ જાય.
૧૦ તેનાં બાળકો ભિખારી બનીને રખડતા ફરે,
ખાવાનું શોધવા પોતાનાં ઉજ્જડ ઘરોમાંથી નીકળીને આમતેમ ભટકતા ફરે.
૧૧ તેનો લેણદાર તેનું બધું કબજે કરી લે.
પારકાઓ તેની બધી મિલકત લૂંટી લે.
૧૨ કોઈ તેને દયા* ન બતાવે.
કોઈ તેનાં અનાથ બાળકોને કૃપા ન બતાવે.
૧૩ તેના વંશજોનો નાશ થાઓ.+
એક જ પેઢીમાં તેઓનું નામનિશાન ભૂંસાઈ જાઓ.
૧૪ યહોવા તેના બાપદાદાઓનો દોષ યાદ રાખે,+
તેની માનું પાપ ભૂંસાઈ ન જાઓ.
૧૫ યહોવા તેઓના અપરાધો કદી ન ભૂલે.
તે તેઓની યાદ પણ પૃથ્વી પરથી મિટાવી દે.+
૧૬ તે માણસ દયા* બતાવવાનું ભૂલી ગયો છે.+
૧૭ શ્રાપ આપવાનું તેને બહુ ગમતું, એટલે જ તેના પર શ્રાપ ઊતરી આવ્યો.
આશીર્વાદ આપવાનું તેને જરાય ન ગમતું, એટલે જ તેને કોઈ આશીર્વાદ ન મળ્યો.
૧૮ તેણે જાણે શ્રાપનાં કપડાં પહેર્યાં હતાં.
શ્રાપ તેના શરીરમાં જાણે પાણીની જેમ
અને હાડકાંમાં જાણે તેલની જેમ રેડાયેલા હતા.
૧૯ તેના શ્રાપ તેનાં કપડાં જેવા થાઓ, જેને તે વીંટાળીને ફરે છે,+
તેના કમરપટ્ટા જેવા થાઓ જેને તે હંમેશાં બાંધે છે.
૨૦ જેઓ મારો વિરોધ કરે છે અને જેઓ મારી વિરુદ્ધ દુષ્ટ વાતો ફેલાવે છે,+
તેઓને યહોવા પાસેથી એવો બદલો મળે છે.
૨૧ પણ હે વિશ્વના માલિક યહોવા,
તમારા નામને લીધે મને મદદ કરો.+
તમારો અતૂટ પ્રેમ* ઉત્તમ હોવાથી મને બચાવી લો.+
૨૨ હું લાચાર અને ગરીબ છું.+
મારું કાળજું કપાઈ ગયું છે.+
૨૩ ઢળતી સાંજના પડછાયાની જેમ હું ચાલ્યો જાઉં છું.
તીડની જેમ મને ઉડાડી દેવામાં આવ્યો છે.
૨૪ મારાં ઘૂંટણ ઉપવાસને લીધે લથડિયાં ખાય છે.
મારું શરીર સાવ લેવાઈ ગયું છે અને હું ફિક્કો પડતો જાઉં છું.*
૨૫ તેઓ મને મહેણાં મારે છે.+
તેઓ મને જોઈને પોતાનું માથું ધુણાવે છે.+
૨૬ હે યહોવા મારા ઈશ્વર, મને મદદ કરો.
તમારા અતૂટ પ્રેમને લીધે મને બચાવી લો.
૨૭ હે યહોવા, તમે ઉદ્ધાર કર્યો છે,
તેઓ જાણે કે આ તમારા હાથે થયું છે.
૨૮ ભલે તેઓ શ્રાપ આપે, પણ તમે આશીર્વાદ આપજો.
તેઓ મારી વિરુદ્ધ ઊઠે ત્યારે તેઓ પોતે જ ફજેત થાય,
પણ તમારો ભક્ત ખુશખુશાલ થાય.
૨૯ મારા વિરોધીઓ અપમાનથી ઢંકાઈ જાય,
શરમ તેઓને ઝભ્ભાની જેમ વીંટળાઈ જાય.+
૩૦ મારું મોં જોરશોરથી યહોવાની સ્તુતિ કરશે.
હું ઘણા લોકો આગળ તેમનો જયજયકાર કરીશ.+
૩૧ તે ગરીબના જમણા હાથે ઊભા રહેશે,
જેથી તેને દોષિત ઠરાવનારાના હાથમાંથી છોડાવે.