વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ગીતશાસ્ત્ર ૬૯
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

ગીતશાસ્ત્ર મુખ્ય વિચારો

      • બચાવ માટેની પ્રાર્થના

        • “તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે” (૯)

        • “મને જલદી જવાબ આપો” (૧૭)

        • ‘તેઓએ મને પીવા માટે સરકો આપ્યો’ (૨૧)

ગીતશાસ્ત્ર ૬૯:મથાળું

ફૂટનોટ

  • *

    આ કદાચ તારવાળા વાજિંત્ર, સંગીતની ધૂન કે ગીતના રાગને બતાવે છે. પણ એના ચોક્કસ અર્થની જાણ નથી.

ગીતશાસ્ત્ર ૬૯:૧

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૭; યવિ ૩:૫૪; યૂના ૨:૫

ગીતશાસ્ત્ર ૬૯:૨

એને લગતી કલમો

  • +ગી ૪૦:૨
  • +ગી ૩૨:૬; યૂના ૨:૩

ગીતશાસ્ત્ર ૬૯:૩

એને લગતી કલમો

  • +ગી ૨૨:૨
  • +ગી ૧૧૯:૮૨, ૧૨૩; યશા ૩૮:૧૪

ગીતશાસ્ત્ર ૬૯:૪

એને લગતી કલમો

  • +લૂક ૨૩:૨૨; યોહ ૧૫:૨૪, ૨૫

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૩-૧૪

    ૬/૧/૨૦૦૬, પાન ૯

ગીતશાસ્ત્ર ૬૯:૭

એને લગતી કલમો

  • +ગી ૨૨:૬; યર્મિ ૧૫:૧૫
  • +યશા ૫૦:૬; માથ ૨૬:૬૭; ૨૭:૨૯

ગીતશાસ્ત્ર ૬૯:૮

એને લગતી કલમો

  • +અયૂ ૧૯:૧૩; ગી ૩૧:૧૧; યોહ ૧:૧૧; ૭:૫

ગીતશાસ્ત્ર ૬૯:૯

એને લગતી કલમો

  • +૧રા ૧૯:૧૦; ગી ૧૧૯:૧૩૯; માથ ૨૧:૧૨, ૧૩; માર્ક ૧૧:૧૫-૧૭; યોહ ૨:૧૩-૧૭
  • +રોમ ૧૫:૩

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૧૨/૧/૨૦૧૦, પાન ૧૬-૧૭

ગીતશાસ્ત્ર ૬૯:૧૦

ફૂટનોટ

  • *

    અથવા કદાચ, “મેં રડીને ઉપવાસ કર્યો ત્યારે.”

ગીતશાસ્ત્ર ૬૯:૧૧

ફૂટનોટ

  • *

    મૂળ, “હું કહેવતરૂપ બન્યો.”

ગીતશાસ્ત્ર ૬૯:૧૨

ફૂટનોટ

  • *

    દેખીતું છે, અહીં શહેરના એવા લોકોની વાત થાય છે, જેમાં વડીલો અને માનવંતા લોકો પણ હતા.

ગીતશાસ્ત્ર ૬૯:૧૩

ફૂટનોટ

  • *

    શબ્દસૂચિ જુઓ.

એને લગતી કલમો

  • +યશા ૪૯:૮; હિબ્રૂ ૫:૭
  • +ગી ૬૮:૨૦

ગીતશાસ્ત્ર ૬૯:૧૪

એને લગતી કલમો

  • +ગી ૧૪૪:૭

ગીતશાસ્ત્ર ૬૯:૧૫

ફૂટનોટ

  • *

    આ કદાચ કબરને બતાવે છે.

એને લગતી કલમો

  • +ગી ૬૯:૨
  • +ગી ૧૬:૧૦

ગીતશાસ્ત્ર ૬૯:૧૬

એને લગતી કલમો

  • +ગી ૬૩:૩; ૧૦૯:૨૧
  • +ગી ૨૫:૧૬

ગીતશાસ્ત્ર ૬૯:૧૭

એને લગતી કલમો

  • +ગી ૨૭:૯; ૧૦૨:૨
  • +ગી ૩૧:૯; ૪૦:૧૩

ગીતશાસ્ત્ર ૬૯:૧૯

એને લગતી કલમો

  • +ગી ૨૨:૬

ગીતશાસ્ત્ર ૬૯:૨૦

ફૂટનોટ

  • *

    અથવા, “અને મારા માટે કોઈ આશા નથી.”

એને લગતી કલમો

  • +ગી ૧૪૨:૪
  • +અયૂ ૧૯:૧૪

ગીતશાસ્ત્ર ૬૯:૨૧

ફૂટનોટ

  • *

    એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.

એને લગતી કલમો

  • +માથ ૨૭:૩૪; માર્ક ૧૫:૨૩
  • +માથ ૨૭:૪૮; માર્ક ૧૫:૩૬; લૂક ૨૩:૩૬; યોહ ૧૯:૨૯

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૮/૧/૨૦૧૧, પાન ૧૭

ગીતશાસ્ત્ર ૬૯:૨૨

એને લગતી કલમો

  • +રોમ ૧૧:૯, ૧૦

ગીતશાસ્ત્ર ૬૯:૨૩

ફૂટનોટ

  • *

    મૂળ, “કમર.”

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૬/૧/૨૦૦૬, પાન ૮

    ૧૧/૧/૧૯૮૬, પાન ૨૬

ગીતશાસ્ત્ર ૬૯:૨૪

એને લગતી કલમો

  • +ગી ૨૧:૯

ગીતશાસ્ત્ર ૬૯:૨૫

એને લગતી કલમો

  • +પ્રેકા ૧:૨૦

ગીતશાસ્ત્ર ૬૯:૨૮

એને લગતી કલમો

  • +નિર્ગ ૩૨:૩૩
  • +ફિલિ ૪:૩; પ્રક ૩:૫; ૧૩:૮

ગીતશાસ્ત્ર ૬૯:૨૯

એને લગતી કલમો

  • +ગી ૧૦૯:૨૨

ગીતશાસ્ત્ર ૬૯:૩૧

એને લગતી કલમો

  • +ગી ૫૦:૧૩-૧૫; હો ૧૪:૨

ગીતશાસ્ત્ર ૬૯:૩૩

એને લગતી કલમો

  • +ગી ૧૦:૧૭; ૧૦૨:૧૭; યશા ૬૬:૨
  • +ગી ૧૪૬:૭; યશા ૬૧:૧; લૂક ૪:૧૮

સંશોધન માટે

  • સંશોધન માર્ગદર્શિકા

    ચોકીબુરજ,

    ૩/૧/૨૦૦૮, પાન ૧૮

    ૪/૧૫/૧૯૯૭, પાન ૪-૫

ગીતશાસ્ત્ર ૬૯:૩૪

એને લગતી કલમો

  • +ગી ૯૬:૧૧; યશા ૪૯:૧૩

ગીતશાસ્ત્ર ૬૯:૩૫

ફૂટનોટ

  • *

    એટલે કે, એ જગ્યાના.

એને લગતી કલમો

  • +ગી ૫૧:૧૮

ગીતશાસ્ત્ર ૬૯:૩૬

એને લગતી કલમો

  • +યશા ૬૧:૯; ૬૬:૨૨
  • +ગી ૯૧:૧૪; યાકૂ ૧:૧૨

બીજાં બાઇબલ

કલમના આંકડા પર ક્લિક કરવાથી બીજાં બાઇબલની કલમ દેખાશે.

બીજી માહિતી

ગીત. ૬૯:૧ગી ૧૪૪:૭; યવિ ૩:૫૪; યૂના ૨:૫
ગીત. ૬૯:૨ગી ૪૦:૨
ગીત. ૬૯:૨ગી ૩૨:૬; યૂના ૨:૩
ગીત. ૬૯:૩ગી ૨૨:૨
ગીત. ૬૯:૩ગી ૧૧૯:૮૨, ૧૨૩; યશા ૩૮:૧૪
ગીત. ૬૯:૪લૂક ૨૩:૨૨; યોહ ૧૫:૨૪, ૨૫
ગીત. ૬૯:૭ગી ૨૨:૬; યર્મિ ૧૫:૧૫
ગીત. ૬૯:૭યશા ૫૦:૬; માથ ૨૬:૬૭; ૨૭:૨૯
ગીત. ૬૯:૮અયૂ ૧૯:૧૩; ગી ૩૧:૧૧; યોહ ૧:૧૧; ૭:૫
ગીત. ૬૯:૯૧રા ૧૯:૧૦; ગી ૧૧૯:૧૩૯; માથ ૨૧:૧૨, ૧૩; માર્ક ૧૧:૧૫-૧૭; યોહ ૨:૧૩-૧૭
ગીત. ૬૯:૯રોમ ૧૫:૩
ગીત. ૬૯:૧૩યશા ૪૯:૮; હિબ્રૂ ૫:૭
ગીત. ૬૯:૧૩ગી ૬૮:૨૦
ગીત. ૬૯:૧૪ગી ૧૪૪:૭
ગીત. ૬૯:૧૫ગી ૬૯:૨
ગીત. ૬૯:૧૫ગી ૧૬:૧૦
ગીત. ૬૯:૧૬ગી ૬૩:૩; ૧૦૯:૨૧
ગીત. ૬૯:૧૬ગી ૨૫:૧૬
ગીત. ૬૯:૧૭ગી ૨૭:૯; ૧૦૨:૨
ગીત. ૬૯:૧૭ગી ૩૧:૯; ૪૦:૧૩
ગીત. ૬૯:૧૯ગી ૨૨:૬
ગીત. ૬૯:૨૦ગી ૧૪૨:૪
ગીત. ૬૯:૨૦અયૂ ૧૯:૧૪
ગીત. ૬૯:૨૧માથ ૨૭:૩૪; માર્ક ૧૫:૨૩
ગીત. ૬૯:૨૧માથ ૨૭:૪૮; માર્ક ૧૫:૩૬; લૂક ૨૩:૩૬; યોહ ૧૯:૨૯
ગીત. ૬૯:૨૨રોમ ૧૧:૯, ૧૦
ગીત. ૬૯:૨૪ગી ૨૧:૯
ગીત. ૬૯:૨૫પ્રેકા ૧:૨૦
ગીત. ૬૯:૨૮નિર્ગ ૩૨:૩૩
ગીત. ૬૯:૨૮ફિલિ ૪:૩; પ્રક ૩:૫; ૧૩:૮
ગીત. ૬૯:૨૯ગી ૧૦૯:૨૨
ગીત. ૬૯:૩૧ગી ૫૦:૧૩-૧૫; હો ૧૪:૨
ગીત. ૬૯:૩૩ગી ૧૦:૧૭; ૧૦૨:૧૭; યશા ૬૬:૨
ગીત. ૬૯:૩૩ગી ૧૪૬:૭; યશા ૬૧:૧; લૂક ૪:૧૮
ગીત. ૬૯:૩૪ગી ૯૬:૧૧; યશા ૪૯:૧૩
ગીત. ૬૯:૩૫ગી ૫૧:૧૮
ગીત. ૬૯:૩૬યશા ૬૧:૯; ૬૬:૨૨
ગીત. ૬૯:૩૬ગી ૯૧:૧૪; યાકૂ ૧:૧૨
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ૧
  • ૨
  • ૩
  • ૪
  • ૫
  • ૬
  • ૭
  • ૮
  • ૯
  • ૧૦
  • ૧૧
  • ૧૨
  • ૧૩
  • ૧૪
  • ૧૫
  • ૧૬
  • ૧૭
  • ૧૮
  • ૧૯
  • ૨૦
  • ૨૧
  • ૨૨
  • ૨૩
  • ૨૪
  • ૨૫
  • ૨૬
  • ૨૭
  • ૨૮
  • ૨૯
  • ૩૦
  • ૩૧
  • ૩૨
  • ૩૩
  • ૩૪
  • ૩૫
  • ૩૬
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ગીતશાસ્ત્ર ૬૯:૧-૩૬

ગીતશાસ્ત્ર

સંગીત સંચાલક માટે સૂચન: “ફૂલો”* ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત.

૬૯ હે ભગવાન, મને બચાવો, પાણીને લીધે મારો જીવ જોખમમાં છે.+

 ૨ હું કાદવમાં ખૂંપી ગયો છું અને પગ મૂકવાને જમીન નથી.+

હું ઊંડા પાણીમાં પડી ગયો છું

અને એનું વહેણ મને તાણી રહ્યું છે.+

 ૩ હું પોકાર કરી કરીને થાકી ગયો છું,+

મારું ગળું બેસી ગયું છે.

મારા ઈશ્વરની રાહ જોઈને મારી આંખો થાકી ગઈ છે.+

 ૪ જેઓ વિના કારણે મને નફરત કરે છે,+

તેઓની સંખ્યા મારા માથાના વાળ કરતાં પણ વધારે છે.

મારો નાશ કરવા માંગનારા,

દગાખોરો, હા, મારા દુશ્મનો ઘણા વધી ગયા છે.

મેં ચોરી ન હોય એ વસ્તુઓ પાછી આપવા તેઓ બળજબરી કરે છે.

 ૫ હે ભગવાન, તમે મારી મૂર્ખાઈ જાણો છો,

મારું પાપ તમારાથી છૂપું નથી.

 ૬ હે વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા,

તમારા પર આશા રાખનારાઓ મારા લીધે શરમમાં ન મુકાય.

હે ઇઝરાયેલના ઈશ્વર,

તમારું માર્ગદર્શન શોધનારાઓની મારા લીધે બદનામી ન થાય.

 ૭ તમારે લીધે હું અપમાન સહું છું.+

હું કોઈને મોં બતાવવા લાયક રહ્યો નથી.+

 ૮ હું મારા ભાઈઓ માટે પારકો થઈ ગયો છું,

મારી માના દીકરાઓ માટે અજાણ્યો બની ગયો છું.+

 ૯ તમારા મંદિર માટેનો ઉત્સાહ મને કોરી ખાય છે.+

તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.+

૧૦ મેં ઉપવાસ કરીને પોતાને નમ્ર બનાવ્યો ત્યારે,*

મારું અપમાન કરવામાં આવ્યું.

૧૧ મેં કંતાનનાં કપડાં પહેર્યાં ત્યારે,

તેઓએ મારી મજાક ઉડાવી.*

૧૨ શહેરના દરવાજે બેસનારાઓ* મારા વિશે વાતો કરે છે,

દારૂડિયાઓ મારા વિશે ગીતો રચે છે.

૧૩ પણ હે યહોવા, તમે યોગ્ય સમયે

મારી પ્રાર્થના સાંભળો.+

હે ઈશ્વર, તમારો અતૂટ પ્રેમ* વરસાવીને મને જવાબ આપો.

મને ભરોસો છે કે તમે જરૂર મારો ઉદ્ધાર કરશો.+

૧૪ મને દલદલમાંથી બચાવો,

એમાં ખૂંપી જવા દેશો નહિ.

મને નફરત કરનારાઓથી

અને ઊંડા પાણીમાંથી બચાવી લો.+

૧૫ પૂરનું ધસમસતું પાણી મને ઘસડી ન જાય,+

ઊંડું પાણી મને ડુબાડી ન દે,

કૂવો* પોતાનું મોં મારા પર બંધ કરી ન દે.+

૧૬ હે યહોવા, તમારો અતૂટ પ્રેમ ઉત્તમ હોવાથી મને જવાબ આપો.+

મારા પર તમારી પુષ્કળ દયા હોવાથી મારી તરફ ફરો.+

૧૭ તમારા આ ભક્તથી તમારું મુખ ફેરવી લેશો નહિ.+

મને જલદી જવાબ આપો, કેમ કે હું હેરાન-પરેશાન છું.+

૧૮ મારી પાસે આવો અને મને બચાવો.

મારા દુશ્મનોના હાથમાંથી મને છોડાવો.

૧૯ તમે મારી બદનામી, મારું અપમાન અને મારી શરમ જાણો છો.+

તમે મારા બધા વેરીઓને જોયા છે.

૨૦ અપમાનથી મારું કાળજું કપાઈ ગયું છે અને જખમ રુઝાય એવો નથી.*

હું હમદર્દી ચાહતો હતો, પણ મને ન મળી.+

હું દિલાસો આપનારને ઝંખતો હતો, પણ એકેય ન મળ્યો.+

૨૧ તેઓએ મને ખાવા માટે ઝેર આપ્યું,+

મને તરસ લાગી ત્યારે પીવા માટે સરકો* આપ્યો.+

૨૨ તેઓની મિજબાનીઓ તેઓ માટે જાળ બની જાય

અને તેઓની જાહોજલાલી ફાંદો બની જાય.+

૨૩ તેઓની આંખો અંધકારરૂપ થઈ જાય, જેથી તેઓ જોઈ ન શકે

અને તેઓના પગ* થરથર કાંપતા રહે.

૨૪ તમારો કોપ તેઓ પર રેડી દો

અને તમારા ગુસ્સાની આગમાં તેઓને ભસ્મ કરી દો.+

૨૫ તેઓની છાવણીઓ ઉજ્જડ થઈ જાય,

તેઓના તંબુઓમાં કોઈ વસે નહિ.+

૨૬ તમે જેને સજા કરી છે, તેની પાછળ તેઓ પડે છે,

તમે જેઓને ઘાયલ કર્યા છે, તેઓની પીડા વિશે તેઓ ગુસપુસ કરે છે.

૨૭ તેઓના દોષમાં વધારો કરો,

તમારી નજરમાં તેઓ નેક ન ગણાઓ.

૨૮ જીવનના પુસ્તકમાંથી તેઓનાં નામ ભૂંસી નાખો,+

નેક લોકોમાં તેઓની ગણતરી ન થાઓ.+

૨૯ હું દુઃખી છું અને મને ઘણી વેદના થાય છે.+

હે ભગવાન, તમારી શક્તિથી મને બચાવી લો, મારું રક્ષણ કરો.

૩૦ હું ઈશ્વરના નામની સ્તુતિ ગાઈશ

અને આભાર માનીને તેમને મોટા મનાવીશ.

૩૧ એનાથી યહોવાને એટલી ખુશી થશે,

જેટલી આખલાના બલિદાનથી નથી થતી,

અરે, શિંગડાં અને ખરીવાળા આખલાના બલિદાનથી પણ નથી થતી.+

૩૨ નમ્ર લોકો એ જોઈને આનંદ કરશે.

હે ઈશ્વરભક્તો, તમારાં દિલ તાજગીથી ભરપૂર થાઓ.

૩૩ યહોવા ગરીબનું સાંભળે છે.+

કેદ થયેલા પોતાના લોકોને તે તરછોડી દેશે નહિ.+

૩૪ આકાશ અને ધરતી તેમનો જયજયકાર કરો.+

સાગર અને એમાં રહેનારા બધા તેમની સ્તુતિ કરો.

૩૫ ઈશ્વર સિયોનને બચાવશે+

અને યહૂદાનાં શહેરોને ફરીથી બાંધશે.

તેમના લોકો ત્યાં રહેશે અને એના* માલિક બનશે.

૩૬ તેમના ભક્તોના વંશજો એનો વારસો મેળવશે,+

તેમના નામ પર પ્રીતિ રાખનારા+ એમાં રહેશે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો