વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt પાન ૨૪૭૦-૨૪૭૧
  • ખ-૧ બાઇબલનો સંદેશો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ખ-૧ બાઇબલનો સંદેશો
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • મથાળાં
  • સરખી માહિતી
  • ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી
  • ઈ.સ. પૂર્વે ૧૯૪૩
  • ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી
  • ઈ.સ. ૨૯
  • ઈ.સ. ૩૩
  • લગભગ ઈ.સ. ૧૯૧૪
  • ભાવિ
  • બાઇબલની પહેલી ભવિષ્યવાણી અને એનું મહત્ત્વ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૨
  • એદન બાગ વિષે કેમ જાણવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • ઈશ્વરે ધરતી કેમ બનાવી?
    પવિત્ર બાઇબલ શું શીખવે છે?
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
ખ-૧ બાઇબલનો સંદેશો

ખ-૧

બાઇબલનો સંદેશો

ચિત્ર

યહોવા ઈશ્વરને જ રાજ કરવાનો હક છે. રાજ કરવાની તેમની રીત સૌથી સારી છે. પૃથ્વી અને મનુષ્યો માટેનો તેમનો હેતુ જરૂર પૂરો થશે.

એદન બાગમાં આદમ અને હવા, નજીકમાં સાપ પણ છે

ઈ.સ. પૂર્વે ૪૦૨૬ પછી

યહોવાના રાજ કરવાના હક પર અને તેમની રાજ કરવાની રીત પર “સાપ,” એટલે કે શેતાન સવાલ ઉઠાવે છે. યહોવા વચન આપે છે કે પોતે “વંશજ” અથવા “સંતાન” મોકલશે, જે આખરે શેતાનનો નાશ કરશે. (ઉત્પત્તિ ૩:૧-૫, ૧૫, ફૂટનોટ) પણ યહોવા હમણાં મનુષ્યને રાજ કરવાની છૂટ આપે છે, જેઓ શેતાનના હાથમાં છે.

ઇબ્રાહિમ ઈશ્વરનું વચન સાંભળે છે

ઈ.સ. પૂર્વે ૧૯૪૩

યહોવા ઇબ્રાહિમને જણાવે છે કે વચન પ્રમાણેના “વંશજ” ઇબ્રાહિમથી જ આવશે.​—ઉત્પત્તિ ૨૨:૧૮.

રાજા દાઉદ

ઈ.સ. પૂર્વે ૧૦૭૦ પછી

રાજા દાઉદને અને પછી તેમના દીકરા સુલેમાનને યહોવા ખાતરી આપે છે કે વચન પ્રમાણેના “વંશજ” તેઓના કુટુંબમાંથી આવશે.​—૨ શમુએલ ૭:૧૨, ૧૬; ૧ રાજાઓ ૯:૩-૫; યશાયા ૯:૬, ૭.

ઈસુ તેમના બાપ્તિસ્માના સમયે

ઈ.સ. ૨૯

યહોવા ઈસુને વચન પ્રમાણેના “વંશજ” તરીકે ઓળખાવે છે. તે દાઉદની રાજગાદીના વારસ છે.—ગલાતીઓ ૩:૧૬; લૂક ૧:૩૧-૩૩; ૩:૨૧, ૨૨.

ઈસુ તેમના મરણના સમયે

ઈ.સ. ૩૩

વચન પ્રમાણેના “વંશજ” ઈસુને સાપ, એટલે કે શેતાન મારી નંખાવે છે. આમ થોડા સમય માટે જાણે તેમને ઘાયલ કરે છે. યહોવા ઈસુને જીવતા કરીને સ્વર્ગનું જીવન આપે છે. તે ઈસુના સંપૂર્ણ જીવનનું મૂલ્ય સ્વીકારે છે. એના આધારે તે આદમના વંશજોને પાપોની માફી અને સદાનું જીવન આપવાનો માર્ગ ખોલે છે.​—ઉત્પત્તિ ૩:૧૫; પ્રેરિતોનાં કાર્યો ૨:​૩૨-૩૬; ૧ કોરીંથીઓ ૧૫:૨૧, ૨૨.

પ્રકટીકરણમાં જણાવ્યા પ્રમાણે સાપ, શેતાનને પૃથ્વી પર ફેંકી દેવામાં આવે છે

લગભગ ઈ.સ. ૧૯૧૪

સાપને, એટલે કે શેતાનને ઈસુ પૃથ્વી પર ફેંકી દે છે. તે તેને થોડા સમય માટે પૃથ્વી પૂરતો મર્યાદિત કરી દે છે.​—પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨.

પ્રકટીકરણમાં જણાવ્યા પ્રમાણે ઈસુ સ્વર્ગમાં રાજ્યાસન પર બેઠા છે અને પૃથ્વી પર રાજ કરે છે

ભાવિ

ઈસુ ૧,૦૦૦ વર્ષ માટે શેતાનને કેદ કરે છે અને પછી તેનો નાશ કરે છે, જાણે કે તેનું માથું છૂંદે છે. પૃથ્વી અને મનુષ્ય માટેનો યહોવાનો મૂળ હેતુ પૂરો થાય છે. તેમના નામ પર લાગેલું કલંક દૂર થાય છે. તેમની રાજ કરવાની રીત ખરી સાબિત થાય છે.​—પ્રકટીકરણ ૨૦:૧-૩, ૧૦; ૨૧:૩, ૪.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો