આજે યુવાન લોકોને જરૂરી હોય એવું કંઈક
અમેરિકાના ન્યૂ જર્ઝીમાંની ૧૪ વર્ષની એક છોકરીએ કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં તેને “શા માટે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરે છે” વિષય પર એક નિબંધ લખવાનો હતો. તે સંશોધન કરવા માટે પોતાનું પુસ્તક પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે નિશાળમાં લાવી. તેની એક સહાધ્યાયીએ એ ઉપાડ્યું અને “જાતીયતા અને નૈતિકતા” તથા “મિલનવાયદો, પ્રેમ, અને વિરુદ્ધ જાતિ” જેવાં અનુક્રમણિકાના વિભાગોમાંના શીર્ષકો વાંચવા માંડી.
“શું હું આ પુસ્તક રાખી શકું?” સહાધ્યાયીએ પૂછ્યું.
“મેં સમજાવ્યું કે એ મારી પ્રત હતી,” વિદ્યાર્થીનીએ કહ્યું, “પરંતુ હું તને એક પ્રત લાવી આપીશ. હું લાવી ત્યારે, બીજી સહાધ્યાયીએ એ પુસ્તક જોયું અને તેના માટે પણ એ લાવવા મને કહ્યું. ત્યાર પછી થોડા જ વખતમાં, હું બીજાં દસ યુવાન લોકો પૂછે છે પુસ્તકો એ વિદ્યાર્થીનીઓ માટે લઈ આવી જેઓને પ્રત જોઈતી હતી.”
એ ૧૪ વર્ષની વિદ્યાર્થીનીને લાગે છે કે પુસ્તક પોતાની પાસે હોવું એ મૂલ્યવાન બાબત છે. તેણે કહ્યું: “અમને એ પ્રકાશનની ખરેખર જરૂર છે કેમ કે આ દિવસોમાં એક યુવાન હોવું એ ઘણું જ મુશ્કેલ છે.”
તમને પ્રશ્નો જે યુવાન લોકો પૂછે છે—જવાબો જે સફળ થાય છે પુસ્તક જોઈતું હોય કે કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે બાઇબલ શિક્ષણના મૂલ્યની ચર્ચા કરે એવું ઇચ્છતા હો તો, કૃપા કરી Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન ૫ પરના તમારી સૌથી નજીકના સરનામે લખો.