અમારા વાચકો તરફથી
મરણની સમીપ હું “ડોક્ટરો મારા મૃતપ્રાય હોવામાંથી શીખ્યાં” (જાન્યુઆરી ૮, ૧૯૯૬) લેખ વિષે લખવા માંગુ છું. શું ઈરીથ્રોપોઈટિન આલ્બ્યુમિનના થોડા ટકા ધરાવતું દ્રાવણ નથી જે એક લોહીનું પ્રોટીન છે?
આર. પી., યુનાઈટેડ સ્ટેટ્સ
કેટલાક કિસ્સાઓમાં એમ હોય છે, અને દરેક ખ્રિસ્તીએ વ્યક્તિગતપણે નક્કી કરવાનું છે કે તે આલ્બ્યુમિનનું થોડું પ્રમાણ ધરાવતી દવા સ્વીકારશે કે કેમ. વિગતવાર ચર્ચા માટે કૃપા કરી ઓક્ટોબર ૧, ૧૯૯૪ના ચોકીબુરજના, અને જૂન ૧, ૧૯૯૦ના “ધ વોચટાવર”ના અંકોમાંના “વાચકો તરફથી પ્રશ્નો” જુઓ.—તંત્રી.
નીરઃસાક્ષરતા મેં “નીરઃસાક્ષરતાથી સાવધ રહો” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૬) લેખ વાંચ્યો અને એ મને એટલો બધો ગમ્યો કે તમે વાંચવાની માહિતીપ્રદ સામગ્રી પૂરી પાડો છો એ માટે તમારો આભાર માનવા માટે લખવા પ્રેરાઈ. વાચન આપણને વિશ્વના ઉત્પન્નકર્તાને તેમના કીમતી શબ્દ, બાઇબલ, દ્વારા જાણવાની તક આપે છે. તેથી એ રીતે આત્મિક નિર્બળતા અને નીરઃસાક્ષરતા વચ્ચે સંબંધ રહેલો છે.
આર. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
હું ૨૮ વર્ષથી બાપ્તિસ્મા પામેલો એક ખ્રિસ્તી છું તથા સંસ્થાના પ્રકાશનોનો નિયમિત વાચક હોવા છતાં પણ, હું લાસરિયાપણું કરતો અને મને લાગતું કે હું વાંચવાની ઇચ્છા ગુમાવી રહ્યો હતો. તમારા લેખે મારા કોયડાને ઓળખાવ્યો! આ વિષય પરની તમારી દલીલે મને વાંચવાનું પ્રોત્સાહન આપ્યું જેથી મને લાભ થાય.
એ. ઓ., કેનેડા
બેકારી “બેકારી—ઉકેલ રહેલો છે” (એપ્રિલ ૮, ૧૯૯૬) શૃંખલા માટે તમારો ખુબ ખુબ આભાર. હું નોકરી શોધી રહી હતી, પરંતુ મળતી ન હતી ત્યારે, એ જ સમયે માહિતી આવી. તમે પાન ૧૧ પર જણાવ્યું તેમ, મેં ઘરે કામ ઊભું કરવા પ્રયત્ન કર્યો, અને મને એમાં સફળતા મળી. તમારી મદદ માટે યહોવાહનો આભાર!
જે. એમ., ફ્રેંચ ગયાના
લેખે એવી સ્થિતિનું વર્ણન કર્યું જે સ્થિતિમાં હું તાજેતરમાં જ હતી. એક લેખે કહ્યું તેમ, મારે થોડા મહિનાઓ માટે “દરેક પ્રકારની નોકરી” અપનાવવી પડી. પરંતુ હું નિરુત્સાહી ન થયો. મેં હકારાત્મક દૃષ્ટિબિંદુ રાખવાનો પ્રયત્ન કર્યો, અને અંતે મને એક સ્થાયી નોકરી મળી. એ સમયગાળા દરમ્યાન, મને મારી પત્નીની મદદ મળી જે ખરીદી કરવામાં ખુબ જ કરકસર કરનાર હતી. માહિતી માટે ફરીથી તમારો આભાર જે અમને મુશ્કેલ પરિસ્થિતિમાં બાઇબલના સિદ્ધાંતો લાગુ પાડવામાં મદદ કરે છે.
યુ. સી., ઈટાલી
મને ખાસ કરીને તમારું બોક્ષ “ઘરે કામ ઊભું કરવું” ગમ્યું. હું એક નિયમિત પાયોનિયર, અર્થાત્ પૂરેપૂરા સમયની સુવાર્તિકા છું, અને બે વર્ષથી પરવાનાવાળું ડે-કેર સેન્ટર ચલાવું છું. હું નિશાળ પહેલાં અને પછી બાળકોનું ધ્યાન રાખું છું અને મને સારી આવક મળે છે. એનાથી બપોરે પ્રચાર કરવો શક્ય બને છે, અને હું રોજના ફક્ત ચાર કલાક કામ કરું છું. ઘણા માબાપ આભારી હતાં કેમ કે ગુણવત્તા ધરાવતી કાળજી મળવી મુશ્કેલ છે. હું આશા રાખું છું કે બીજાઓને પણ એવી નોકરી મળે જે તેઓને યહોવાહની સેવા કરવામાં મદદ કરશે.
ટી. કે. એલ., યુનાઈટેડ સ્ટેટ્સ
તમે સૂચવ્યું કે બેકાર લોકો ખાનગી રીતે ઘરગથ્થુ કામકાજ, હજામનું કામ, સફાઈનું કામ, અને એવાં બીજાં કામો કરી શકે. તમે એમ પણ કહ્યું કે અમુક સંજોગોમાં તેઓ પોતાની સેવાઓની જાહેરાત મફત કે ઓછી કિંમતે કરી શકે. શું એ જર્મનીમાં ગેરકાયદે નહિ હોય?
આર. ટી., જર્મની
એક દેશથી બીજા દેશમાં કાયદાઓ ભિન્ન હોય છે, અને કદાચ એ સૂચનો કેટલાક દેશોમાં ગેરકાયદે હશે. તેથી અમે પાન ૯ પર એવા સાહસો ખેડ્યા પહેલા વેરો કે કરના નિયમોને જાણવાની અને પાળવાની જરૂરિયાત ચીંધી હતી. ખ્રિસ્તીઓ તેઓ રહે છે એ દેશના નિયમો પાળવાની ફરજ હેઠળ છે. (રૂમી ૧૩:૧)—તંત્રી.
મારી વહાલી સખી હું એ આકર્ષક લેખ “મારી વહાલી સખી” (અવેક!, ફેબ્રુઆરી ૨૨, ૧૯૯૬) માટે તમારી હાર્દિક કદર વ્યક્ત કરવા માંગુ છું. એ વાંચવું આનંદદાયક હતું કે વયમાં મોટો તફાવત હોવા છતાં પણ એવી સુંદર મૈત્રી અસ્તિત્વ ધરાવતી હતી. એ ચિત્રિત કરે છે કે યુવાનો માટે પોતાના સૌથી ગાઢ મિત્રો ફક્ત પોતાની વયના વૃંદમાંથી જ હોય એવું જરૂરી નથી. એવા ઘણાં વૃદ્ધજનો છે જેઓ પાસે આપવા માટે અનુભવ, ડહાપણ, અને રમૂજ જેવી ઘણી બાબતો હોય છે.
એસ. ટી., ઇંગ્લેન્ડ
લેખે સાબિત કર્યું કે યુવાન અને વૃદ્ધ સારી રીતે દોસ્તી રાખી શકે છે અને યુવાન લોકો વૃદ્ધ પેઢીના સમૃદ્ધ અનુભવમાંથી લાભ મેળવી શકે છે. મેં જાતે એક વૃદ્ધ મિત્ર સાથે ઘણા રસપ્રદ અને આનંદદાયી કલાકો વિતાવ્યા છે. તેમણે મને સમોવડિયાના દબાણ જેવા કોયડાનો સામનો કરવામાં મદદ કરવા ઘણું કર્યું છે.
ડબ્લ્યૂ. એસ., ઓસ્ટ્રેલિયા
અત્યાર સુધી મેં વૃદ્ધો પાસેથી શીખવા કદી પ્રયત્ન કર્યો નથી. આ લેખ માટે આભાર કે, હવે હું સમજું છું કે એવાઓ પાસેથી કઈ બાબતો હું શીખી શકું. હું ડહાપણમાં સમૃદ્ધ કેટલાક વૃદ્ધજનોની સાચે જ ગાઢ મિત્ર બનવા માંગું છું.
આર. કે., જાપાન