“માનવજાતની એક મહાન સેવા”
તમે આ પુસ્તક પ્રકાશિત કરીને માનવજાતની એક મહાન સેવા કરી છે. એ એક અજાયબી છે. એ ઉત્કૃષ્ટ સંકલન છે. કદરને પાત્ર છે.
“આ પુસ્તકની સુંદરતા એ છે કે એ ધર્મના દરેક પાસા આવરે છે, અને એમ કરવામાં ટીકા ન થાય એની કાળજી રાખવામાં આવી છે. કેટલું સરસ પુસ્તક. ખરેખર એ સુંદર પુસ્તક છે.”
આ પત્ર લખ્યો એ ભારતમાંના તિરુચિરાપલ્લીના ડૉક્ટર કયા પુસ્તકનો નિર્દેશ કરી રહ્યા હતા? મૅનકાઈનડ્સ સર્ચ ફોર ગૉડ અર્થાત્ જગતના મોટા ભાગના ધર્મો—હિંદુ, બૌદ્ધ, તાઓઈઝમ, કન્ફ્યુસિયાનિઝમ, શિન્ટો, જુડાઈઝમ, અને ઈસ્લામ—નું શિક્ષણ તથા ઉદ્ભવનું સંકલન. છેલ્લાં પ્રકરણો આધુનિક ખોટી માન્યતા સમજાવે છે અને સાચા દેવ તરફ વળે છે. આ પુસ્તકની ૧.૬ કરોડથી વધારે પ્રતો ૩૭ ભાષાઓમાં છપાઈ ચૂકી છે.
ડૉક્ટરે ઊછીની લીધેલી પ્રત વાંચી હતી. તેમને ખુદ માટે એક પ્રત જોઈતી હતી. તમે પોતે આ સચિત્ર પુસ્તક તપાસવા માંગતા હો તો, કૃપા કરી તમારા વિસ્તારમાંના યહોવાહના સાક્ષીઓનો સંપર્ક સાધો અથવા આ સામયિકના પાન ૫ પર આપવામાં આવેલા છેલ્લામાં છેલ્લા સરનામે લખો.