બાઇબલ પત્રિકાઓ જે સિદ્ધ કરી શકે
રશિયામાં, મોસ્કો નજીક, ગોલીટ્સીનો શહેરમાં એક યહોવાહના સાક્ષીએ બાબાગાડી લઈને જતી એક સ્ત્રીને કૌટુંબિક જીવનનો આનંદ માણો પત્રિકા આપી. સાક્ષી ચાલવા લાગ્યો, પરંતુ તરત તેણે તેને બોલાવતો સ્ત્રીનો અવાજ સાંભળ્યો. તેણી તેની સાથે થઈ જવા, ઝડપથી બાબાગાડી ધકેલતી દોડી રહી હતી.
સ્ત્રીએ કહ્યું કે તે વધુ શીખવામાં રસ ધરાવતી હતી, તેથી સાક્ષીએ બાઇબલ વિષયો પર આધારિત બે વધુ પત્રિકાઓ તેણીને આપી. તેણે તેણીને પોતાનો ફોન નંબર પણ આપ્યો કે જેથી તેણી પછીથી તેનો સંપર્ક સાધી શકે. એ જ સાંજે તેણીએ ફોન કર્યો અને તેણી માટે સાપ્તાહિક ગૃહ બાઇબલ અભ્યાસની ગોઠવણો કરવામાં આવી. ફક્ત સાત મહિનાઓમાં જ, તેણી અને તેણીની બહેને દેવની સેવા કરવા સમર્પણ કર્યું અને બાપ્તિસ્મા પામી.
તમે બાઇબલ પત્રિકાઓ, કૌટુંબિક જીવનનો આનંદ માણો, ઉદાસીન લોકો માટે દિલાસો, જગતનું શાસન ખરેખર કોનું છે?, અને શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન વાંચવા માંગતા હોવ તો, Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., Indiaને અથવા પાન પ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખો.