અમારા વાચકો તરફથી
સૌથી સારા મિત્ર દૂર જાય છે “યુવાન લોકો પૂછે છે . . . શા માટે મારો ગાઢ મિત્ર દૂર રહેવા જતો રહ્યો?” (જાન્યુઆરી ૮, ૧૯૯૭) લેખ માટે હું મારી ઊંડી કદર વ્યક્ત કરવા માંગુ છું. એ યોગ્ય સમયે મળ્યો. જલદી જ, મારી એક બહેનપણી દૂર જશે; પ્રચારકોની વધુ જરૂર છે એવા મંડળમાં સેવા કરવા તે અને તેનો પતિ જઈ રહ્યા છે. તેના માટે હું બહુ ખુશ હોવા છતાં, હું જાણું છું કે હું તેની ઘણી જ ખોટ અનુભવીશ. તમારી ઉત્કૃષ્ટ સલાહ માટે આભાર.
આર. એ., ઇટાલી
તમે કલ્પના નહિ કરી શકો કે લેખે મને કેટલો લાગણીશીલ બનાવ્યો જ્યારે અમારા સરકીટ નિરીક્ષક, પ્રવાસી સેવકે, નવા વિસ્તારમાં સેવા કરવા અમને છોડ્યા. તે મારી આત્મિક અને લાગણીમય જરૂરિયાતની ખૂબ જ કાળજી લેતા હતા. લેખનો ફોટો દર્શાવે છે એમ આવજો કહેવું પણ, પીડાજનક અનુભવ હતો. એકલતાનો સામનો કરવામાં મને મદદ કરવામાં તમારાં સૂચનો કેટલાં સમયસરના છે.
જે. ડી., નાઇજીરિયા
સહિષ્ણુતા હું ૨૨ વર્ષનો છું, અને “સહિષ્ણુતા—શું જગત એમાં ઘણું જ દૂર જતું રહ્યું છે?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૭) શૃંખલા માટે હું તમારો આભાર માનવા માંગુ છું. યુવાન ખ્રિસ્તીઓને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. આ લેખોએ મને હદ ન વટાવવા ઉત્તેજન આપ્યું અને જગતનાં દબાણો હોવા છતાં યહોવાહની સેવા કરવાનું નક્કી કરવા દૃઢ કર્યો.
એમ. બી., ઇટાલી
રસોડાની મજા “રસોડું મજા બની શકે,” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૭) લેખ માટે તમારો આભાર. રસોડાની વાતચીતોથી મને પણ ઘણો લાભ થયો. ડુંગળી કે બટાકા છોલતી વખતે, મારી માતા મને યહોવાહને પ્રેમ કરવા શીખવતી અને તેમની પૂરેપૂરી સેવા કરવા મને ઉત્તેજન આપતી. આ રસોડાની વાતચીતો મુશ્કેલ સમયમાં ખુબ જ કીમતી નીવડી જ્યારે મારા પિતાએ અમારો ધાર્મિક રીતે વિરોધ કર્યો. હવે મારી માતા અને મેં મારા પિતાને યહોવાહના સેવક બનતા જોવાનો આનંદ માણ્યો. સાથે, હું શીખી કે કઈ રીતે અમુક ચટાકેદાર વાનગીઓ બનાવવી!
એ. એમ. એમ., ઇટાલી
હું જેના માટે રસોઈયણ તરીકે કામ કરું છું તે વ્યક્તિ મનોરંજનના વ્યવસાયમાં છે. આમ મને રસોડામાં કામ કરતી વખતે—કેટલાક પ્રખ્યાત વ્યક્તિઓ સમેત—મુલાકાતીઓ સાથે આત્મિક ખોરાકના સહભાગી થવાની ઘણી તકો મળી હતી. હું કેટલુક બાઇબલ સાહિત્ય રસોડાના કબાટમાં રાખું છું. એક પ્રસંગે એક મુલાકાતી સાથે બાઇબલ ચર્ચા થઈ. તે પછીથી વધુ ચર્ચા કરવા માટે રસોડામાં પાછો આવ્યો. હું ચીકન તળવામાં વ્યસ્ત હતી ત્યારે, તેણે પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તકની એક મારી પ્રતમાંથી મોટેથી વાંચ્યું. હા, એ ખરું છે. રસોડું મજા બની શકે!
એ. આર., યુનાઈટેડ સ્ટેટ્સ
પાપની કબૂલાત હું મંડળના અધ્યક્ષ તરીકે કાર્ય કરી રહ્યો છું, અને હું “યુવાન લોકો પૂછે છે . . . શું મારે મારા પાપની કબૂલાત કરવી જોઈએ?” (ફેબ્રુઆરી ૮, ૧૯૯૭) લેખ માટે મારી કદર વ્યક્ત કરવા માંગુ છું. આ લેખે કેટલાક યુવાનોને કેટલાંક વર્ષો પહેલાં કરેલ ગંભીર અપરાધોને કબૂલવા પ્રેર્યા. એ જોવું કેટલું આનંદપૂર્ણ હતું કે પ્રેમાળ મદદ મેળવ્યા પછી, આ યુવાન લોકોએ યહોવાહ સાથેનો તેઓનો સંબંધ ફરી સ્થાપ્યો. તેઓએ પોતાને શુદ્ધ રાખવાનું નક્કી કર્યુ.
ઓ. બી., ઇટાલી
આ લેખે મને સમજવામાં મદદ કરી કે ચૂપ રહેવું ઘણું નુકસાનકારક બની શકે. કબૂલવું શરમ અને મૂંઝવણનું કારણ બની શકે, પરંતુ તમે યહોવાહની આગળ અને તમારાં માબાપ સમક્ષ તમારું પાપ કબૂલો તો, તમે તેઓ સાથે વધુ મજબૂત, ગાઢ સંબંધનો અનુભવ કરશો.
બી. કે., ગયાના
મને એની જરૂર હતી ત્યારે જ એ લેખ આવ્યો. તેણે મને એ જોવામાં મદદ કરી કે મેં જે કર્યું હતું એ મારે મારા માબાપ અને મંડળના વડીલોને જણાવવું જ જોઈએ. મને લાગ્યું કે એ લેખ મારા માટે લખાયો હતો. છેવટે મેં મારી સમસ્યાઓ વિષે તેઓને જણાવ્યું ત્યારે, મને વધુ સારું લાગ્યું!
એ. એ., યુનાઈટેડ સ્ટેટ્સ