વિશ્વ નિહાળતા
હિંસક મુસાફરો
ધંધાકીય વિમાન-કંપનીઓ કંટાળેલા મુસાફરોની હિંસક વર્તણૂકમાં ઝડપી વધારાનો અહેવાલ આપે છે. મોડા પડતા વિમાનો અને સામાન ગુમ થવા જેવી બાબતોથી પરેશાન થઈને, મુસાફરો “વિમાનની પરિચારિકાઓ પર થૂંકે, ખોરાકની ટ્રે ફેંકે કે ક્યારેક કર્મચારીઓ પર હાથ ઉગામે છે. ક્યારેક તો, તેઓ વિમાન ચાલકો પર પણ હુમલો કરે છે,” ધ ન્યૂ યૉર્ક ટાઈમ્સ અહેવાલ આપે છે. અધિકારીગણ ખાસ કરીને ઉડતાં વિમાનોમાં થતા આવા હુમલાઓથી ચિંતિત છે, કેમ કે એ વિમાન દુર્ઘટનામાં પરિણમી શકે. એક વિમાન કંપની દર મહિને મૌખિક કે શારીરિક હુમલાના લગભગ ૧૦૦ બનાવોનો અહેવાલ આપે છે. ટાઈમ્સ કહે છે કે “શાંતિભંગ કરનારા મુસાફરોમાં સ્ત્રી-પુરુષો, જુદી જુદી જાતિના લોકો, જુદી જુદી ઉંમરના લોકો એટલા જ ખરાબ રીતે વર્તે છે પછી ભલે તેઓ ઈકોનોમી, કે વ્યવસાયી, કે પહેલા વર્ગના મુસાફરો હોય. લગભગ દર ત્રણમાંથી એક પીધેલા હોય છે.”
વાઈના દર્દવાળા લોકો માટે કૂતરાની મદદ
ઝઝુમી રહેલા વાઈના હુમલાની વાઈના દર્દીઓને ચેતવણી આપવા ઇંગ્લૅંડમાં કૂતરાઓને તાલીમ આપવામાં આવી રહી છે. જેનાથી દર્દીને હુમલા માટે તૈયાર થવા માટે પૂરતો સમય મળશે, લંડનનું ધ ટાઈમ્સ અહેવાલ આપે છે. “હુમલા દરમિયાન ભસવા બદલ કૂતરાને ઇનામ આપવાને પરિણામે,” વિકલાંગ લોકો માટે કૂતરાઓને તાલીમ આપવામાં અનુભવી એક ચેરિટીની નિર્દેશિકા સમજાવે છે, “પીડિત વ્યક્તિમાં હુમલાની થોડી ક્ષણો પહેલા થનારાં ચિહ્નો અને લક્ષણોને એઓએ સારી રીતે ઓળખી લીધાં છે. આવો પ્રત્યાઘાત પાડવાને કારણે એને ઇનામ મળશે એ જાણવાથી, કૂતરો આવાં ચિહ્નો પ્રત્યે વધુ સતેજ બની જાય છે.”
કોઈ તબીબી “જુવાનીનું ઉદ્ભવ” નથી
જેરાચિકિત્સક આન્દ્રિયા પ્રાત્સ અનુસાર, જુવાની કાયમ રાખવા માટે શોખને કારણે લેવામાં આવેલ દવાઓ, જેમ કે અમુક હોર્મોનથી, કદાચ “થોડો-ઘણો લાભ થાય પરંતુ એ તમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ પહોંચાડી શકે.” વૃદ્ધાવસ્થાની વિરુદ્ધમાં લડાઈમાં, “નવી આદતો, નવી દવાઓ કરતાં વધુ અસરકારક હોય છે,” ડૉ. પ્રાત્સ સલાહ આપે છે. બ્રાઝિલનું સૂપરીનટરાસાન્તા સામયિક કહે છે, આયુષ્ય વધારી શકે એવી સારી ટેવોમાં કદાચ પૂરતી ઊંઘ લેવી, શાંત મનોવલણ જાળવી રાખવું, ફરવું અને થોડી-ઘણી કસરત કરવી, માનસિક રીતે મહેનત કરવી, અને ચરબીથી દૂર રહેવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ફળોમાં અને શાકભાજીમાં મળતા, વિટામીન અને ખનીજ લેવાં પણ મહત્ત્વનું છે. વૃદ્ધાવસ્થામાં શરીરની દરેક કોશિકાઓનો સમાવેશ થાય છે, અને કોઈ એક તત્ત્વ એકસાથે દરેક અંગોને લાભ પહોંચાડી શકતું નથી.
રસોઈ કરવી—એક લુપ્ત થતી કળા?
ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅંડ રાજ્યમાં ખાણા-પીણાંની ટેવો પર કરવામાં આવેલ ૧૨ મહિનાના એક અભ્યાસ પ્રમાણે, રસોઈ કરવી એક લુપ્ત થતી કળા બની શકે છે. ધ કુરીયર મેલ અહેવાલ આપે છે કે ૨૫ વર્ષથી નીચેની વ્યક્તિઓમાં પોતાની રસોઈ પોતે બનાવવાની જરૂરી કળા રહી નથી. અભ્યાસની લેખિકા, જનતા-સ્વાસ્થ્ય પ્રવક્તા માર્ગરેટ વિંજેટે કહ્યું કે ભૂતકાળમાં યુવાનો—ખાસ કરીને છોકરીઓ—ઘરમાં પોતાની માતાઓ પાસે કે શાળામાં રસોઈ કરતા શીખતી હતી. પરંતુ આજકાલ એવું લાગે છે કે છોકરીઓ સમેત, મોટા ભાગના યુવાનોને રસોઈ કરતા આવડતું નથી અને તેઓને એ શીખવામાં રસ પણ જણાતો નથી. ઘણા લોકો પેકીંગમાં આવતો તૈયાર ખોરાક કે ફરસાણ વધુ પસંદ કરે છે. કેટલાક માને છે કે ખોરાક સંબંધી આવી આદત અતિશય તણાવ, મધુપ્રમેહ, અને હૃદયરોગમાં વધારો કરવા તરફ લઈ જઈ શકે.
પુખ્ત સ્તનધારી જીવનું પ્રથમ ક્લોન
સ્કૉટલૅંડના સંશોધકોએ ફેબ્રુઆરીના અંતમાં એ જાહેરાતથી જગતને ચોંકાવી દીધું કે તેઓએ એક પુખ્ત ઘેટાના ડીએનએથી એક ક્લોન કરેલ ઘેટું પેદા કર્યું. ભ્રૂણીય કોશિકાઓનું ક્લોન વર્ષોથી થતું આવે છે છતાં, અનેક વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું હતું કે એક પુખ્ત સ્તનધારી પ્રાણીનું આનુવંશક જોડિયા ઉત્પન્ન કરવું અશક્ય છે. સંશોધકોએ કહ્યું કે સૈદ્ધાંતિક રીતે માનવો પર પણ આ જ રીત લાગુ પાડી શકાય છે—એટલે કે કોઈ પણ પુખ્તમાંથી લેવામાં આવેલ કોશિકાના ડીએનએને આનુવંશિક રીતે એવું જ, પરંતુ વધુ નાના જોડિયાને ઉત્પન્ન કરવા માટે ઉપયોગ કરવામાં આવી શકે છે. તેમ છતાં, ઇન્ટરનૅશનલ હેરલ્ડ ટ્રીબ્યૂન અનુસાર, યોજનાની આગેવાની લેનાર વૈજ્ઞાનિક ઈયન વિલમેટ આ વિચારને નૈતિક રીતે અસ્વીકાર્ય ગણે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એની સાથે સહમત છે, અને વિરોધમાં કહે છે કે માનવીનો ક્લોન કરવું ‘અખતરાંનો અતિરેક હશે,’ ધ જરનલ ઑફ ધી અમેરિકન મેડિકલ એસોશિયેશન અહેવાલ આપે છે.
બાળપણમાં થયેલ દમને વંદાઓ સાથે સાંકળ્યું
સ્વાસ્થ્ય સંબંધી અમેરિકા રાષ્ટ્રીય સંસ્થા માટે કરવામાં આવેલો પાંચ-વર્ષનો અભ્યાસ, શહેર મધ્યે રહેનારાં બાળકોમાં દમની વધતી બીમારી માટે વંદાઓને જવાબદાર ઠરાવે છે, ન્યૂયૉર્કનું ડેઈલી ન્યૂઝ અહેવાલ આપે છે. અભ્યાસ કરવામાં આવેલાં, સાત શહેરોમાં દમ થયેલ ૧,૫૨૮ બાળકોમાંથી, ૩૭ ટકા બાળકોને વંદાઓથી એલર્જી હતી. જેઓને એલર્જી હતી અને જેઓના સૂવાના ઓરડાઓમાં ભરપૂર વંદાઓ હતા, તેઓને દમથી પીડાતાં બીજા બાળકોની તુલનામાં હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂરની શક્યતા ત્રણ ગણી વધુ હતી. અભ્યાસના મુખ્ય, ડૉ. ડેવિડ રોસેનસ્ટ્રાઈકે વંદાઓના ફાંદા, જંતુનાશક દવા, બોરીક ઍસિડ, તથા સારી રીતે સફાઈ દ્વારા વંદાઓથી લડવા પ્રોત્સાહન આપ્યું. આખા ઘરને વેક્યૂમ ક્લીનરથી સાફ-સફાઈ કરવાથી ધૂળમાં મળેલ વંદાની અઘારને સાફ કરવામાં મદદ મળે છે, તેમણે કહ્યું. “તમારે ખાદ્ય પદાર્થ અથવા પાણીની કોઈ પણ નીકને દૂર કરવી જરૂરી છે,” ડૉ રોસેનસ્ટ્રાઈક આગળ કહે છે, “ખાસ કરીને પાણીના ટપકવાને. વંદાઓને જીવવા માટે પાણી જરૂરી છે.”