વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g98 ૯/૮ પાન ૩૧
  • વનસ્પતિની વિવિધતા ઓછી થઈ રહી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વનસ્પતિની વિવિધતા ઓછી થઈ રહી છે
  • સજાગ બનો!—૧૯૯૮
  • સરખી માહિતી
  • શું આપણે આપણા આનુવંશિકથી પૂર્વનિયત થયા છીએ?
    સજાગ બનો!—૧૯૯૬
  • આવતી કાલે શું થશે એ ઈશ્વરે જણાવ્યું છે!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
સજાગ બનો!—૧૯૯૮
g98 ૯/૮ પાન ૩૧

વનસ્પતિની વિવિધતા ઓછી થઈ રહી છે

શા માટે?

ચીનમાં ૧૯૪૯માં લગભગ ૧૦,૦૦૦ જાતના વિવિધ પ્રકારના ઘઉં ઉગાડવામાં આવતા હતા. તેમ છતાં, ૧૯૭૦ના દાયકા સુધીમાં ફક્ત ૧,૦૦૦ જાતના જ ઉગાડવામાં આવતા હતા. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ૧૮૦૪ અને ૧૯૦૪ની વચ્ચે ૭,૦૯૮ વિવિધ પ્રકારનાં સફરજન ઉગાડવામાં આવતા પરંતુ લગભગ ૮૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં, રીપોર્ટ ઓન ધ સ્ટેટ ઑફ ધ વર્લ્ડસ્‌ પ્લાનેટ જેનેટિક રીસોરર્સિસ ફોર ફૂડ અને ઍગ્રિકલ્ચરના અહેવાલ અનુસાર, “કોબીજના ૯૫ ટકા અને મકાઈના ૯૧ ટકા, ૯૪ ટકા વટાણાના અને ૮૧ ટકા ટામેટાંની વિવિધતાઓ જોવા મળતી નથી.” જગતવ્યાપી દેશોમાં એવા જ આંકડાઓ નોંધવામાં આવ્યા છે. શા માટે એકાએક ઘટાડો? કેટલાક કહે છે કે વિસ્તૃત આધુનિક ધંધાકીય કૃષિ અને પાછળથી આવેલા નાના કૌટુંબિક ખેતરની મિલકત મુખ્ય કારણ છે કે જે પરંપરાગત, ઉચ્ચ વિવિધ પ્રકારના પાક ગુમાવવામાં પરિણમ્યું.

વનસ્પતિની વિવિધતા ગુમાવવી પાકની નિષ્ફળતામાં વધારો કરી શકે. દાખલા તરીકે, વર્ષ ૧૮૪૫-૪૯ના આયર્લૅન્ડના બટાકાના દુકાળનો વિચાર કરો, વનસ્પતિના રોગે બટાકાના પાકનો નાશ કર્યો હતો એ દરમિયાન કંઈક ૭,૫૦,૦૦૦ લોકો ભૂખમરાના કારણે મરણ પામ્યા હતા. આ દુર્ઘટના માટે જીવવૈજ્ઞાનિક ટીકા શું હતી? “આનુવંશિક સમરૂપતા,” યુનાઈટેડ નેશન્સ અહેવાલ આપે છે.

જગતવ્યાપી, ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકાઓ દરમિયાન ૧,૦૦૦ કરતાં વધારે અનુંવંશિક બૅંકો વનસ્પતિના આનુવંશિક સંગ્રહી રાખવા અને જાળવી રાખવા માટે બાંધવામાં આવી હતી. પરંતુ અસંખ્ય પ્રમાણમાં આ જીન બૅંકમાં કામ બગડતું ગયું, અને તેમાંની કેટલીક તો ઝડપથી બંધ થઈ ગઈ. અહેવાલ મુજબ, લગભગ ફક્ત ૩૦ દેશોમાં વનસ્પતિના બીને લાંબા સમય સુધી સલામત રાખવા માટે વખાર અને સાચવણ યોગ્ય સગવડો છે.

બાઇબલ વચન આપે છે કે ખ્રિસ્તના રાજ્ય હેઠળ, યહોવાહ “મિષ્ટાન્‍નની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાન્‍નની, અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે.” (યશાયાહ ૨૫:૬) આપણે કેટલા આભારી છીએ કે યહોવાહ દેવ “બધાં પ્રાણીઓને અન્‍ન આપે છે” અને આનુવંશિકના વિવિધતાના ઉત્પન્‍નકર્તા માણસની દરેક ખોરાકની જરૂરિયાતને સંતોષશે!—ગીતશાસ્ત્ર ૧૩૬:૨૫; ઉત્પત્તિ ૧:૨૯.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો