શું આપણે આપણા આનુવંશિકથી પૂર્વનિયત થયા છીએ?
“આપણે વિચારતા હતા કે આપણું નસીબ નક્ષત્રોમાં રહેલું છે. હવે આપણે વ્યાપકપણે જાણીએ છીએ કે આપણું નસીબ આપણા આનુવંશિકમાં છે.” એમ જેમ્સ વોટસને કહ્યું, જે રુથ હબાર્ડ અને એલાયજાહ વોલ્ડના પુસ્તક એક્સપ્લોડીંગ ધ જીન મીથની શરૂઆતમાં ટાંકવામાં આવ્યું છે. જોકે, વોટસનનાં ટાંચણ નીચે તરત જ આર. સી. લવોન્ટન, સ્ટીવન રોઝ, અને લીઅન જે. કામનને આમ કહેતા ટાંકવામાં આવ્યા છે: “આપણા આનુવંશિકમાં બંધાએલા એવા કોઈ પણ અર્થપૂર્ણ માનવીય સામાજિક વર્તન વિષે અમે વિચારી શકતા નથી જે સામાજિક પરિસ્થિતિથી ઘડાઈ ન શકે.”
એ પુસ્તકનું પૂઠું એની કેટલીક વિષયસૂચિનો સારાંશ આપે છે અને મહત્ત્વના પ્રશ્નથી ચાલુ થાય છે કે, “શું માનવ વર્તન આનુવંશિક છે?” બીજા શબ્દોમાં, શું માનવ વર્તન સંપૂર્ણપણે આનુવંશિકતાથી નક્કી થાય છે જે વારસાગત જૈવિક લાક્ષણિકતાઓ અને જીવરચનાની ખાસિયતોનું વહન કરે છે? શું અમુક અનૈતિક વર્તન આનુવંશિકતાના પાયા પર સ્વીકાર્ય હોવું જોઈએ? શું ગુનેગારો સાથે પોતાની આનુવંશિક સંજ્ઞાના ભોગ બનેલાઓ તરીકે વ્યવહાર રાખવો જોઈએ, જેઓ આનુવંશિક વલણને કારણે ઘટેલી જવાબદારીનો દાવો કરી શકે?
વૈજ્ઞાનિકોએ આ સદીમાં ઘણી બધી લાભદાયક શોધો કરી છે એનો નકાર નથી. એમાં મુગ્ધ કરતા DNA (ડીએનએ)ની શોધ છે, જેને આપણા આનુવંશિક બંધારણનો નકશો કહેવામાં આવે છે. આનુવંશિક સંજ્ઞા જે માહિતી ધરાવે છે એણે વૈજ્ઞાનિકો તથા સામાન્ય માણસોને એકસરખી રીતે મૂંઝવ્યા છે. સંશોધને આનુવંશિકતાના ક્ષેત્રમાં ખરેખર શું શોધ્યું છે? શોધનો પૂર્વકાર્યક્રમિત કે પૂર્વનિયત હોવાના આધુનિક સિદ્ધાંતને ટેકો આપવામાં કઈ રીતે ઉપયોગ થયો છે?
વિશ્વાસઘાત અને સજાતીય સંબંધ વિષે શું?
ધ ઓસ્ટ્રેલિયનમાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, કેટલાક આનુવંશિકતાના સંશોધકો જાહેર કરે છે કે “વિશ્વાસઘાત કદાચ આપણી આનુવંશિકતામાં છે. . . . એમ લાગે છે કે આપણું છેતરપિંડી કરતું હૃદય એ રીતે પૂર્વનિયત હોવું જોઈએ.” જરા વિચારો કે અવિવેકી જીવનઢબ માટે ઘટેલી જવાબદારીનો દાવો કરવા માંગનાર દરેક માટે છટકબારી બનાવવાથી એ વર્તન લગ્નો પર અને કુટુંબો પર કેવો વિનાશ લાવી શકે!
સજાતીય સંબંધ વિષે, ન્યૂઝવીક સામયિકનું મથાળું હતું “જન્મ કે ઉછેર?” એ લેખે જણાવ્યું: “વિજ્ઞાન અને માનસિક રોગ ચિકિત્સા નવા સંશોધનને સમજવા સંઘર્ષ કરે છે જે સૂચવે છે કે સજાતીય સંબંધ માબાપે કરેલા ઉછેરની નહિ, પરંતુ આનુવંશિકતાની બાબત હોય શકે. . . . સજાતીય સંબંધ આચરતા સમાજમાં પણ, ઘણા લોકો એવા સંકેતને આવકારે છે કે સજાતીય સંબંધ રંગસૂત્રોમાંથી શરૂ થાય છે.”
લેખ પછી ડો. રિચર્ડ પિલર્ડને ટાંકે છે, જેણે કહ્યું: “વ્યક્તિના જાતીય વલણ વિષે આનુવંશિકતાનો ભાગ કહે છે કે, ‘એ એક દોષ નથી, અને એ તમારો વાંક નથી.’” “વાંક નથી”ને વધુ સુદૃઢ કરતા, સજાતીય સંબંધના સંશોધક, ફ્રેડરીક વિટમ અવલોકે છે કે “લોકોને કહેવામાં આવે છે કે સજાતીય સંબંધ જૈવિક છે ત્યારે, તેઓ રાહતનો દમ લેવાનું વલણ ધરાવતા હોય છે. એ કુટુંબો અને સજાતીય સંબંધ ધરાવનારાઓને દોષિતપણાની લાગણીમાંથી રાહત આપે છે. એનો અર્થ એ પણ થાય કે સમાજે સજાતીય સંબંધવાળા શિક્ષકો જેવી બાબતોની ચિંતા કરવાની રહેતી નથી.”
કેટલીકવાર, સમાચાર માધ્યમ સજાતીય સંબંધ ધરાવનારાઓનું વલણ આનુવંશિકતાથી નક્કી થાય છે એવા કહેવાતા પુરાવાઓને શક્યતા અને અનિર્ણાયકને બદલે હકીકત અને નિર્ણાયક હોવા તરીકે રજૂ કરે છે.
ન્યૂ સ્ટેટ્સમેન એન્ડ સોસાયટી સામયિક સંશોધન માટેના શબ્દાડંબરનું અવમૂલ્યન કરે છે: “અંજાઈ ગયેલો વાચક વાસ્તવિક નક્કર પુરાવાની સ્પષ્ટતાના અભાવને કે ‘પુરુષના આનુવંશિકમાં’ જાતીય અવિવેક ‘જડાએલો હોય છે અને પુરુષના મગજના જોડાણોમાં છપાએલો હોય છે,’ એવા વિજ્ઞાનના નિર્લજ્જ [ઉઘાડા] દાવા માટેના પાયાના સંપૂર્ણ અભાવ સામે આંખ આડા કાન કરતો હોય શકે.” ડેવિડ સુઝુકી અને જોસેફ લવિન પોતાના પુસ્તક ક્રેકીંગ ધ કોડમાં તાજેતરના આનુવંશિક સંશોધન વિષે પોતાની ચિંતા ઉમેરે છે: “આનુવંશિકતા વર્તનને સામાન્યપણે અસર કરે છે એવી દલીલ શક્ય છે ત્યારે, વિશિષ્ટ આનુવંશિક—અથવા આનુવંશિકની જોડ, કે જથ્થાબંધ આનુવંશિક—હકીકતમાં એક પ્રાણીના તેના પર્યાવરણ પ્રત્યેના પ્રત્યાઘાતોની વિશિષ્ટ વિગતોને નિયંત્રિત કરે છે, એમ બતાવવું તદ્દન ભિન્ન બાબત છે. આ મુદ્દા પર, એ પૂછવું યોગ્ય છે કે શોધ અને હાથ ધરવાના અર્થમાં કોઈ વ્યક્તિએ વિશિષ્ટ વર્તનને અસર કરતો DNAનો કોઈ પણ તાર શોધ્યો છે કે કેમ.”
દારુડિયાપણા અને અપરાધીપણા
માટેના આનુવંશિક
દારુડિયાપણાના અભ્યાસે વર્ષોથી ઘણા સંશોધકોને મુગ્ધ કર્યા છે. કેટલાક દાવો કરે છે કે અભ્યાસે બતાવ્યું છે કે અમુક આનુવંશિકની હાજરી કે ગેરહાજરી દારુડિયાપણા માટે જવાબદાર છે. દાખલા તરીકે, ૧૯૮૮માં ધ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનએ અહેવાલ આપ્યો કે “ગત દાયકા દરમ્યાન, ત્રણ ભિન્ન તપાસે નિર્ણાયક પુરાવો પેદા કર્યો છે કે દારુડિયાપણું વારસાગત મળતી એક ખાસિયત છે.”
જોકે, વ્યસનના ક્ષેત્રમાંના કેટલાક નિષ્ણાતો હવે જૈવિક ઘટકોથી દારુડિયાપણામાં બહોળા પ્રમાણમાં અસર પડે છે એ દૃષ્ટિને પડકારી રહ્યા છે. એપ્રિલ ૯, ૧૯૯૬ના ધ બોસ્ટન ગ્લોબમાંના એક અહેવાલે જણાવ્યું: “દારુડિયાપણાના કોઈ આનુવંશિક જણાતા નથી, અને કેટલાક સંશોધકો સ્વીકારે છે કે વધુમાં વધુ તો તેઓ કદાચ એવી આનુવંશિક નિર્બળતા શોધશે જે કેટલાક લોકોને ચકચૂર થયા વગર ખુબ જ પીવા દેશે—એવું લક્ષણ જે તેઓને દારુડિયાપણા તરફ દોરી જઈ શકે.”
ધ ન્યૂ યોર્ક ટાઈમ્સએ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ ખાતેના “આનુવંશિકતા અને અપરાધી વલણ પરના સંશોધનનો અર્થ અને મહત્ત્વ” શિર્ષક હેઠળના એક સંમેલન પર અહેવાલ આપ્યો. અપરાધી આનુવંશિકનો વિચાર આકર્ષકપણે સરળ છે. ઘણા સમાલોચકો વલણને ટેકો આપવા આતુર જણાય છે. ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ મેગેઝીનમાં એક વિજ્ઞાન લેખકે કહ્યું કે અનિષ્ટ “રંગસૂત્રોના ઝૂમખાંમાં જડાઈ ગયું હોય શકે જેને આપણાં માબાપે ગર્ભાધાન વખતે આપણામાં પસાર કર્યાં હોય.” ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના એક લેખે અહેવાલ આપ્યો કે અપરાધીપણા માટેના આનુવંશિકની સતત ચર્ચા એવી છાપ પેદા કરે છે કે ગુનાનું “એક સર્વસામાન્ય મૂળ છે—અર્થાત્ મગજની અસામાન્યતા.”
હાર્વર્ડના માનસશાસ્ત્રી, જેરોમ કેગન ભાખે છે કે એવો સમય આવશે જ્યારે આનુવંશિક કસોટીઓ હિંસક વૃત્તિ ધરાવતાં બાળકોને ઓળખશે. કેટલાક લોકો સૂચવે છે કે સામાજિક સુધારણાને બદલે જૈવિક ફેરફાર દ્વારા ગુના નિયંત્રિત કરવાની આશા હોય શકે.
વર્તન માટેના આનુવંશિક આધાર વિષે એ અનુમાનના અહેવાલોમાં વાપરવામાં આવેલી ભાષા ઘણીવાર અસ્પષ્ટ અને અચોક્કસ હોય છે. એક્સપ્લોડીંગ ધ જીન મીથ પુસ્તક વર્તનના આનુવંશિકશાસ્ત્રી, લિન્કન ઈવ્સે કરેલા એક અભ્યાસ વિષે કહે છે, જેણે કહ્યું કે તેણે આનુવંશિકતાથી થયેલી ઉદાસીનતાનો પુરાવો શોધ્યો હતો. ઉદાસીન થવાનું વલણ ધરાવતી સ્ત્રીઓના સર્વેક્ષણ પછી, ઈવ્સે “સૂચવ્યું કે [સ્ત્રીઓના] ઉદાસીન દૃષ્ટિબિંદુ તથા રીતભાતે એવી અનિયમિત મુશ્કેલી પેદા થવાની શક્યતા વધારી હોય શકે.” એ “અનિયમિત મુશ્કેલી” શું છે? અભ્યાસ કરવામાં આવ્યો એ સ્ત્રીઓ પર “બળાત્કાર, કે હુમલો કરવામાં આવ્યો હતો કે નોકરી પરથી પાણીચું આપવામાં આવ્યું હતું.” તેથી શું ઉદાસીનતાને કારણે એ આઘાતજનક બનાવો બન્યા હતા? “એ કેવી વિચારદલીલ છે?” એમ પુસ્તક કહેવાનું ચાલુ રાખે છે. “સ્ત્રીઓ પર બળાત્કાર, કે હુમલો કરવામાં આવ્યો હતો, કે નોકરી પરથી પાણીચું આપવામાં આવ્યું હતું, અને તેઓ ઉદાસીન હતી. તેઓએ જેમ વધુ આઘાતજનક બનાવો અનુભવ્યા, તેમ વધુ ઊંડી ઉદાસીનતા અનુભવી. . . . તેણે [ઈવ્સે] શોધ્યું હોત કે ઉદાસીનતા જીવનના કોઈ અનુભવ સાથે સંબંધિત નથી તો, આનુવંશિક જોડાણ તપાસવું લાભકારી થઈ શક્યું હોત.”
એ જ પ્રકાશન કહે છે કે એ વાર્તાઓ “સમાચાર માધ્યમ અને વૈજ્ઞાનિક સામયિકો એમ બન્નેમાં, આનુવંશિક [વર્તન] પરના તાજેતરના અહેવાલોનો નમૂનો છે. એ રસપ્રદ હકીકતોનું મિશ્રણ, નિરાધારિત અનુમાનો, અને આપણા જીવનમાં આનુવંશિકના મહત્ત્વની અતિશયોક્તિ ધરાવે છે. એ લખાણમાંની સૌથી વધારે ધ્યાનાકર્ષક બાબત એની અસ્પષ્ટતા છે.” એ કહેવાનું ચાલુ રાખે છે: “આનુવંશિકની સાથે વારસાની મેન્ડેલવાદની ઢબ અનુસરતી શરતોને સાંકળવી અને કેન્સર કે લોહીનું ઊંચું દબાણ જેવી જટિલ પરિસ્થિતિને સમજાવવા અનુમાનિત આનુવંશિકતાના ‘વલણો’ વાપરવા, એ બન્ને વચ્ચે મોટો તફાવત છે. વૈજ્ઞાનિકો સૂચવે છે કે આનુવંશિક સંશોધન માનવ વર્તનને સમજાવવામાં મદદ કરી શકે છે ત્યારે, તેઓ નિર્ણય પર કૂદી પડે છે.”
જોકે, ઉપર જણાવવામાં આવ્યું એની દૃષ્ટિએ, અવારનવાર ઊભા થતા પ્રશ્નો હજુ પણ બાકી રહે છે: શા માટે આપણે આપણા જીવનમાં ક્યારેક બદલાએલી વર્તનની ઢબ ઊપસી આવતી જોઈએ છીએ? અને એવી પરિસ્થિતિમાં આપણી પાસે કયું નિયંત્રણ છે? આપણે આપણા જીવન પર કઈ રીતે નિયંત્રણ મેળવી તથા જાળવી શકીએ? હવે પછીનો લેખ એ પ્રશ્નોના કેટલાક જવાબો પૂરા પાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે. (g96 9/22)
આનુવંશિક સારવાર—અપેક્ષાઓ પરિપૂર્ણ થઈ છે?
આનુવંશિક સારવાર—દર્દીમાંના જન્મજાત આનુવંશિક રોગને મટાડવા માટે તેઓને ઈંજેક્ષન દ્વારા આપવામાં આવતા સુધારક આનુવંશિક—વિષે શું? વૈજ્ઞાનિકોને થોડા વર્ષો અગાઉ ઘણી જ અપેક્ષાઓ હતી. “શું આનુવંશિક સારવાર એવી એક ટેકનોલોજી છે જેને વાપરવાનો સમય પાકી ચૂક્યો છે?” એમ ડિસેમ્બર ૧૬, ૧૯૯૫નું ધ ઈકોનોમિસ્ટ પૂછે છે અને કહે છે: “એના ચિકિત્સકોના જાહેર વર્ણન પરથી અને વર્તમાનપત્રોની મોટી જાહેરાતથી, તમને એમ લાગી શકે. પરંતુ અમેરિકાના નિષ્ણાત વૈજ્ઞાનિકોની ટૂકડી એનાથી અસહમત થાય છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના વડા, હેરોલ્ડ વાર્મસે ૧૪ વિખ્યાત વૈજ્ઞાનિકોને એ ક્ષેત્રની ફેરતપાસ કરવાનું કહ્યું. સાત મહિનાના ઊંડા મનન પછી તેઓએ ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા અહેવાલમાં કહ્યું કે, આનુવંશિક સારવાર ખાતરી આપનારી છે છતાં, અત્યાર સુધીની તેની સિદ્ધિ ‘અતિશયોક્તિ’ છે.” એડીનોસિન ડીમિનસ અછતથી કે બહારના આનુવંશિક ઉમેરીને સારવાર માટે યોગ્ય લાગતા કે બીજા ડઝનબંધ રોગોથી પીડાઈ રહેલા ૫૯૭ દર્દીઓ પર કસોટી કરવામાં આવી. “ટૂકડી અનુસાર,” ધ ઈકોનોમિસ્ટ કહે છે, “એ અખતરામાં ભાગ લેનારા દર્દીઓમાંથી એકને પણ સ્પષ્ટપણે લાભ થયો નથી.”
કેટલાક લોકો આનુવંશિકતાના વલણ વિષે ગમે તે દાવો કરે છતાં લોકો કઈ રીતે વર્તવું એ પસંદ કરી શકે છે